શેર બજારમાં સ્કેમ? દિગ્ગજ કારોબારીએ ઈન્વેસ્ટરોને ચેતવ્યા, SEBI પાસે કરી તપાસની માંગ

 આ વચ્ચે 3 મેએ નિફ્ટી-સેન્સેક્સમાં મોટો ઘટાડો થયો હતો. સેન્સેક્સ 75095.18 પોઈન્ટના દિવસના ઉચ્ચ સ્તરથી 1457.80 પોઈન્ટના ઘટાડા સાથે 73637.38 પોઈન્ટના નિચલા સ્તરે આવી ગયો હતો.

શેર બજારમાં સ્કેમ? દિગ્ગજ કારોબારીએ ઈન્વેસ્ટરોને ચેતવ્યા, SEBI પાસે કરી તપાસની માંગ

નવી દિલ્હીઃ ભારતનું શેર બજાર એકવાર ફરી મોટા સ્કેમની ઝપેટમાં આવી શકે છે. આ દાવો દેશના દિગ્ગજ કારોબારી હર્ષ ગોયનકાએ કર્યો છે. ગોયનકા પ્રમાણે શેર બજારમાં હર્ષદ મેહતા અને કેતન પારેખના સમયની ગડબડી જોવા મળી રહી છે. આ સાથે તેમણે શેર બજારને રેગ્યુલેટ કરનારી સંસ્થા સેબી સિવાય નાણા મંત્રાલય પાસે દખલની માંગ કરી છે. નોંધનીય છે કે હર્ષ ગોયનકા આરપીજી સમુહના ચેરમેન છે. આ ગ્રુપ ઈન્ફ્રા, ઓટોમોટિવ, આઈટી સિવાય ફાર્મા, એનર્જી સહિત અન્ય સેક્ટરમાં સક્રિય છે. 

શેર બજાર પર શું બોલ્યા હર્ષ ગોયનકા
કારોબારી હર્ષ ગોયનકાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર શેર બજારમાં સ્કેમના ડરનો ઉલ્લેખ કર્યો. તેમણે લખ્યું- શેર બજારની તેજી વચ્ચે હર્ષદ મેહતા અને કેતન પારેખના સમયની ગડબડીઓ પરત આવી ગઈ છે. કોલકત્તાનો ઉલ્લેખ કરતા ગોયનકાએ દાવો કર્યો કે પ્રમોટર્સ, ગુજરાતી-મારવાડી બ્રોકર્સની સાથે સાંઠગાંઠ કરી પોતાના સ્ટોકની કિંમતોને વધારી અવાસ્તવિક સ્તર પર લઈ જઈ રહ્યાં છે. આ સાથે ગોયનકાએ સેબી અને નાણા મંત્રાલયના હસ્તક્ષેપની માંગ કરી છે. તેમણે કહ્યું કે નાના ઈન્વેસ્ટરોને નુકસાન થતાં પહેલા સેબી અને નાણા મંત્રાલયે આ પ્રકારના મામલાની તપાસ કરવી જોઈએ. 

— Harsh Goenka (@hvgoenka) May 4, 2024

શેર બજારની શું છે સ્થિતિ
હર્ષ ગોયનકાનો દાવો એવા સમયે આવ્યો છે જ્યારે શેર બજાર પોતાના ઐતિહાસિક સ્તર પર કારોબાર કરી રહ્યું છે. આ વચ્ચે 3 મેએ નિફ્ટી-સેન્સેક્સમાં મોટો ઘટાડો થયો હતો. સેન્સેક્સ 75095.18 પોઈન્ટના દિવસના ઉચ્ચ સ્તરથી 1457.80 પોઈન્ટના ઘટાડા સાથે 73637.38 પોઈન્ટના નિચલા સ્તરે આવી ગયો હતો. ઈન્વેસ્ટરોને બીએસઈ માર્કેટ કેપિટલાઇઝેશનમાં ઘટાડાને કારણે આશરે 3.21 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ દરમિયાન નિફ્ટી 22794.70ના નવા રેકોર્ડ સ્તરથી 1.02 ટકાના ઘટાડા સાથે 22416.56 પોઈન્ટ પર બંધ થયો હતો. 

કેતન પારેખ અને હર્ષદ મેહતા સ્કેમ
કેતન પારેખ, હર્ષદ મેહતાને ભારતીય શેર બજારના બે ચર્ચિત સ્કેમ તરીકે ઓળખવામાં આવે છે. આ કારણે શેર બજારમાં કડાકો થયો અને નાના ઈન્વેસ્ટરોને નુકસાન થયું હતું. આ બંને સ્કેમને કારણે ન માત્ર સેબીએ નિયમોમાં ફેરફાર કરવો પડ્યો પરંતુ રિઝર્વ બેન્ક અને નાણા મંત્રાલયે પણ નિયમોમાં ફેરફાર કર્યો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news