Jio યૂઝર્સ આનંદો...જિયોનો નવો પ્લાન લોન્ચ, ફ્રીમાં મળશે આટલું બધુ, વિગતો જાણો

Reliance Jio: રિલાયન્સની જિયો એક આખી ઈકોસિસ્ટમ છે જેનો ફાયદો કંપની પોતાના યૂઝર્સને આપતી રહે છે. જિયો તરફથી એક વાર્ષિક રિચાર્જ પ્લાનની જાહેરાત કરાઈ છે. જાણો તેમાં અપાતી સગવડો વિશે...

Jio યૂઝર્સ આનંદો...જિયોનો નવો પ્લાન લોન્ચ, ફ્રીમાં મળશે આટલું બધુ, વિગતો જાણો

 

 

 

રિલાયન્સ જિયોએ એક નવો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાન એક વાર્ષિક પ્લાન છે. જે 365 દિવસી માન્યતા સાથે આવશે. આ પ્લાન ફેનકોડ ફ્રી સબસ્ક્રિબ્શન સાથે આવે છે. તમને કદાચ એમ થાય કે આખરે આ શું છે? તો જણાવી દઈએ કે જો તમે ગેમિંગના શોખીન હશો એટલે કે સ્પોર્ટ્સ ઈવેન્ટ જેમ કે ક્રિકેટ, ફૂટબોલ, વોલીબોલ, બેડમિન્ટન જોવાનું પસંદ કરો છો તો જિયો તમને ફ્રીમાં  બધી ગેમ્સ દેખાડશે. આ સાથે જ ડેટા કોલિંગ, અને મેસેજિંગની સુવિધા મળશે. 

વાર્ષિક પ્લાન
જિયોના આ 3333 રૂપિયાવાળા વાર્ષિક પ્લાનમાં તમને શું બેનિફિટ્સ મળશે તે જાણવા જેવા છે. આ પ્લાનમાં યૂઝર્સને એક વર્ષ માટે ડેઈલી 2.5 જીબી ડેટા ઓફર કરાશે. આ રીતે કુલ 912.5 જીબી હાઈ સ્પીડ ડેટા આપવામાં આવશે. આ સાથે જ અનલિમિટેડ 5જી ડેટા મળે છે. આ ઉપરાંત અનલિમિટેડ વોઈસ કોલિંગની સુવિધા મળે છે. આ પ્લાન ડેઈલી 100 SMS ની સુવિધા સાથે આવે છે. આ પ્લાનને જિયોની ઓફિશિયલ વેબસાઈટ અને મોબાઈલ એપથી રિચાર્જ કરી શકાય છે. આ ઉપરાંત આ પ્લાનમાં જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડ એપનું ફ્રી સબસ્ક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે. 

ફ્રીમાં મળશે ફેનકોડ સબસ્ક્રિપ્શન
આ પ્લાન સાથે ફેનકોડ સબસક્રિપ્શન આપવામાં આવે છે. આ એક સ્પોર્ટ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ છે, જે ક્રિકેટ સ્ટ્રીમિંગ સાથે ફૂટબોલ અને ફોર્મ્યૂલા 1 જેવા લગભગ 12 ડઝન ગેમ્સનું એક્સેસ આપે છે. એટલે કે 3333 રૂપિયાવાળા આ પ્લાનમાં જિયો યૂઝર્સ ફ્રીમાં લોકપ્રિય ગેમ્સ જોઈ શકશે. આ માટે યૂઝર્સે કોઈ અલગથી ચાર્જ આપવો પડશે નહીં. ફેનકોડનું મંથલી સબસ્ક્રિપ્શન 220 રૂપિયા છે. જ્યારે વાર્ષિક સબસ્ક્રિપ્શન લગભગ 999 રૂપિયામાં આવે છે. પરંતુ જિયોના 3333 રૂપિયાવાળા પ્લાનમાં તમને આખું વર્ષ ફ્રીમાં ફેનકોડ સબસ્ક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news