Smart Meter: ગુજરાતમાં સ્માર્ટ મીટરે ભારે કરી! શું સાચે નવા મીટરમાં ડબલ આવે છે લાઈટ બિલ?

Smart Meter and Light Bill : સરકાર દ્વારા જુના પુરાણા લાઈટ બિલના ડબલાઓને હટાવીને નવા મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે, નવા મીટર લાગતાની સાથે જ બિલ ડબલ થઈ ગયા હોવાની વાતે સોશિયલ મીડિયા પર જોર પકડ્યું છે. જાણો સાચી હકીકત શું છે. સ્માર્ટ મીટરના નામથી પર, હંગામા હૈ ક્યૂં બરપા...?

1/11
image

Smart Meter: નવા મીટર એ સ્માર્ટ મીટર છે. જેના અનેક ફાયદાઓ વિશે પણ વાત કરવામાં આવી છે. લોકોની ગેરસમજ દૂર કરવા અહીં આ માહિતી આપવામાં આવી છે. વીજ વપરાશ અને બિલિંગની જૂની સિસ્ટમ સાથે ટેવાયેલાં લોકોને નવી સિસ્ટમમાં રસ નથી. નવી સિસ્ટમ એક પ્રકારે મોબાઈ રિચાર્જ જેવી જ છે. જે પ્રીપેડ સ્માર્ટ મીટર મારફતે ગુજરાતમાં લાગૂ કરાઈ છે. વીજ ચોરી રોકવા આગામી દોઢ વર્ષમાં રાજ્યભરમાં સ્માર્ટ મીટર લાગૂ કરવાનો સરકારનો પ્લાન હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યાં છે. જોકે, સ્માર્ટ મીટરમાં જૂના મીટરની સરખામણીએ વધુ અલબત્ત બમણું બિલ આવતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. જેને કારણે હંગામો થયો છે.

2/11
image

હજુ તો લાઈટના સ્માર્ટ મીટર આવ્યાં છે. આગામી સમયમાં તો પાણીના સ્માર્ટ મીટરની સિસ્ટમ આવવાની છે. આ અંગે પણ વખતોવખત સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનો દ્વારા પ્રયાસ થતો રહ્યો છે. આગામી સમયમાં પાણીનું પણ બિલ ભરવાનું આવશે. એના માટે પણ ઘરે ઘરે લાગી શકે છે સ્માર્ટ મીટર. હવે બધુ સ્માર્ટ થઈ રહ્યું છે. ભારત બદલાઈ રહ્યો છે, આ છે ડિજિટલ ભારતની નવી તસવીર...

3/11
image

પહેલાં પૈસા ભરવાના પછી લાઈટ મળે, પૈસા ભરવાનું રહી જાય અથવા તો રિચાર્જ ખતમ થઈ જાય તો બત્તીગુલ! ગમે ત્યારે લાઈટ જતી રહે તે શું કરવાનું. આનાથી પબ્લિકને શું લાભ થશે? લોકોને મનમાં સ્માર્ટ મીટરને લઈને આવા અનેક સવાલો છે.

ત્યાંથી આવી સ્માર્ટ મીટરની માથાકૂટ?

4/11
image

પાઈલટ પ્રોજેક્ટ અંતર્ગત મધ્ય ગુજરાતમાં MGVCLએ વડોદરાના અલગ અલગ 8 વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવ્યા છે. આ પ્રોજેક્ટમાં વડોદરાના 15 હજાર ઘરોમાં લગાવેલા આ સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતું હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે અને આ જ કકળાટને કારણે શહેરીજનોએ ઉગ્ર રજૂઆત કરી. મોટી સંખ્યામાં મહિલાઓએ હાઉસિંગ બોર્ડની ઓફિસમાં જઈને હોબાળો મચાવ્યો હતો. વિરોધ બાદ સરકારે નિર્ણય લીધો છેકે, સરકારી કચેરીમાં આ સ્માર્ટ મીટરો લગાવવામાં આવશે. જેને કારણે લોકોમાં તેના પ્રત્યે ભરોસો બેસે. 

શા માટે થઈ રહ્યો છે સ્માર્ટ મીટરનો વિરોધ?

5/11
image

વિરોધનું કારણ એ છે કે સ્માર્ટ મીટર નિયમિત મીટર કરતા વધુ ઝડપથી ચાલે છે અને બિલ બમણું આવે છે - સાંભળીને શું લાગશે કે બધા મીટર ખરાબ છે અને આ સ્માર્ટ મીટર આવવાથી આખી સિસ્ટમ પડી ભાંગશે.. જે રીતે લોકોના વિરોધની રીલ વાઈરલ થઈ રહી છે, પહેલી નજરે મને પણ એવું જ લાગ્યું.. જ્યારે મેં પ્રાદેશિક ન્યૂઝ ચેનલો પર નજર કરી તો ત્યાં ઊંચા બિલની વાતો આવી રહી હતી, પરંતુ સમાચાર પાછળનું કારણ કોઈ બતાવતું ન હતું. .

શું ખરેખર વધારે ફાસ્ટ ચાલે છે સ્માર્ટ મીટર?

6/11
image

એવી ગેરસમજ ક્યાંથી આવી કે આ સ્માર્ટ મીટર જૂની સિસ્ટમ કરતા વધારે ફાસ્ટ ચાલે છે અને એમાં બીલ વધારે આવે છે. આનું સૌથી મોટું કારણ એ છે કે જે ઘરોમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ નવા મીટર લગાવવામાં આવ્યા છે ત્યાં પણ તે ઘરના સભ્યોની સગવડતા માટે જૂના મીટરના ઉપયોગનો સમયસર નિકાલ કરવામાં આવ્યો ન હતો અને તે ઘરના સભ્યોના ધ્યાન પર આવ્યા પછી, તેનો ઉપયોગ 180 દિવસમાં વિભાજિત કરવામાં આવ્યો હતો અને નવા મીટરના ઉપયોગ સાથે દરરોજ ઉમેરવામાં આવ્યો હતો જેના કારણે લોકોને આશ્ચર્ય થાય છે કે તેઓએ 10 દિવસમાં આટલા વધારાના પૈસા ક્યાં ખર્ચ્યા.

શું હતો વડોદરાના ડબલ લાઈટ બિલ વાળો કિસ્સો?

7/11
image

વડોદરામાં ડબલ લાઈટ બિલની ઘટનાની વાત કરીએ તો...હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થયો હતો. જેમાં એક મહિલા કહેતી જોવા મળે છે કે તેનું બિલ બમણું થઈ ગયું છે, વાસ્તવિકતા એ છે કે રિચાર્જની રકમનો ઉપયોગ કર્યા પછી, મહિલાએ 300 રૂપિયાની મર્યાદા એટલેકે, લીમીટ વટાવી દીધી છે. જેમાં ત્રણ દિવસની રજા આવી હતી (નિયમો મુજબ રજાના દિવસે પણ વીજળી કાપવામાં આવી ન હતી) બાદમાં તે સબ ડિવિઝન ઓફિસમાં ગઈ અને કનેક્શન ચાલુ કરાવ્યું, પરંતુ તેના રૂ. 1500ના રિચાર્જમાંથી , 300 રૂપિયાની એક્સેસ રકમ + 8 દિવસ માટે એક્સેસ વપરાશ ચાર્જ (જેમાં મર્યાદા વટાવી જવા છતાં પાવર ડિસ્કનેક્ટ થયો ન હતો) તરત જ કાપવામાં આવ્યો હતો.. હવે માહિતીના અભાવને કારણે તેને લાગ્યું કે તેનું બિલ વધારે આવી રહ્યું છે.. પરંતુ પછીથી, જ્યારે તેને સાચું કારણ જણાવવામાં આવ્યું, તેની મૂંઝવણ દૂર થઈ ગઈ પરંતુ સમાચાર એટલા વાયરલ થયા કે અન્ય જિલ્લાના લોકોને પણ લાગવા માંડ્યું કે તેમનું મીટર એટલેકે, જે નવું લવાયું છે એ મીટર પણ ઝડપથી ચાલી રહ્યું છે. આ મૂંઝવણના કારણે આ મુદ્દો ચર્ચામાં આવ્યો. 

નવી સિસ્ટમના શું છે મોટા ફાયદા?

8/11
image

1. આ સિસ્ટમમાં વીજળીના વપરાશ વિશે રિયલ ટાઈમ ઈન્ફોર્મેશન મળશે 2. કેટલો વપરાશ થયો છે અને તેની સામે કેટલું બિલ જનરેટ થયું છે તે જોવા મળશે 3. તમે બિન જરૂરી વપરાશ રોકીને કરી શકો છો બચત 4. સરકારી સ્તરે ડિસ્ટ્રિબ્યુશન લોસિસ ઘટશે, જો વપરાશ રૂ. 300થી વધુ થશે તો તેની વીજળી કાપવામાં આવશે નહીં છે, તેને એટલી ક્રેડિટ મળશે. 5. જો વિભાગના હાથમાં પૈસા હશે તો સેવાઓ પણ સારી થશે 6. માઈનસ 300 રૂપિયામાં ગયા પછી પણ વીજળી વિભાગ ગ્રાહકને 5 દિવસનો ગ્રેસ પીરિયડ આપી રહ્યો છે 7. ગ્રેસ પીરિયડ પછી પણ જો રિચાર્જ પણ નહીં કરાવે તો વીજળી કાપવામાં આવશે 8. આ સિવાય પ્રી-પેઈડ મીટરમાં એવી જોગવાઈ છે કે ગ્રાહકે મોબાઈલ ફોનની જેમ અગાઉથી જ મીટર ચાર્જ કરવું પડશે. 9. રિચાર્જ કર્યા પછી કટ થયેલું કનેક્શન આપોઆપ ફરી ચાલુ થઈ જશે. 10. સ્માર્ટ મીટર પહેલાં કરતા વધુ સિક્યોર છે.  11. સાદા મીટરમાં બીલ રિડિંગ માટે કર્મચારી આવતો હતો. સ્માર્ટ મીટરમાં બીલ રિંડીંગની જરૂર નહીં પડે 12. સાદા મીટરમાં રોજનો ચોક્કસ વપરાશ જાણી શકાતો નહતો. સ્માર્ટ મીટરમાં રોજિંદો વીજ વપરાશ જાણી શકાશે

સ્માર્ટ મીટરનો પ્રયોગ કયા-કયા રાજ્યોમાં રહ્યો છે સફળ?

9/11
image

સૂત્રોની માનીએ તો ધીરે ધીરે દેશભરમાં વીજ વપરાશ માટે સ્માર્ટ મીટર લાગૂ કરવાનો સરકારના પ્લાન છે. અત્યાર સુધીમાં દેશના બિહાર, આસામ અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં આ સિસ્ટમ સફળતાપૂર્વક લાગુ કરવામાં આવી છે. જો દિલ્લીને અડીને આવેલાં નોઈડાની મોટી કોલોનીઓમાં આ સિસ્ટમ સફળતાપૂર્વક ચાલી રહી છે.

ગુજરાતના સુરત પહેલાં લગાવાયા હતા સ્માર્ટ મીટરઃ

10/11
image

વીજ વપરાશ માટેના બિલ હવે સ્માર્ટ મીટરથી મપાશે. આ સિસ્ટમ શ્રેષ્ઠ છે. ગુજરાતમાં સૌ પ્રથમ આ સ્માર્ટ મીટરો સુરતની GEB કોલોનીમાં અને બાદમાં સુરતના પાલ વિસ્તારમાં લગાવવામાં આવ્યા હતા. જ્યાં લોકો ઝડપથી આ મીટરને એક્સેપ્ટ કર્યા હતા. જેમાંથી રિયલ ટાઈમ માહિતી તરત મળી જતી હતી.

લોકોને કઈ વાતે થઈ રહી છે ગેરસમજ?

11/11
image

આનું સૌથી મોટું કારણ એ છે કે જે ઘરોમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ નવા મીટર લગાવવામાં આવ્યા છે ત્યાં પણ તે ઘરના સભ્યોની સગવડતા માટે જૂના મીટરના ઉપયોગનો સમયસર નિકાલ કરવામાં આવ્યો ન હતો અને તે ઘરના સભ્યોના ધ્યાન પર આવ્યા પછી, તેનો ઉપયોગ 180 દિવસમાં વિભાજિત કરવામાં આવ્યો હતો અને નવા મીટરના ઉપયોગ સાથે દરરોજ ઉમેરવામાં આવ્યો હતો જેના કારણે લોકોને આશ્ચર્ય થાય છે કે તેઓએ 10 દિવસમાં આટલા વધારાના પૈસા ક્યાં ખર્ચ્યા.