Skin Care: 10 મિનિટમાં જ કાળી ગરદન થઈ જાશે ચહેરા જેવી રુપાળી, ટ્રાય કરો ત્રણમાંથી કોઈ 1 ઘરેલુ નુસખો

Skin Care:જો ચહેરાની ત્વચા કરતા ગરદનની ત્વચા વધારે કાળી હોય તો કેટલાક ઘરેલુ નુસખા ની મદદથી તમે ગરદનની ત્વચાને પણ ચહેરા જેવી રૂપાળી બનાવી શકો છો. આજે તમને ત્રણ એવા ઘરેલુ નુસખા જણાવીએ જેને ટ્રાય કરવાથી કાળી પડેલી ગરદનની ત્વચા 10 મિનિટમાં જ ચમકી જાય છે. 

Skin Care: 10 મિનિટમાં જ કાળી ગરદન થઈ જાશે ચહેરા જેવી રુપાળી, ટ્રાય કરો ત્રણમાંથી કોઈ 1 ઘરેલુ નુસખો

Skin Care: ગરમીના દિવસોમાં પરસેવાના કારણે ગરદનની આસપાસ બેક્ટેરિયા વધારે થાય છે. સાથે જ ધૂળ અને ગંદકીના કારણે ગરદનની આસપાસની સ્કીન ચહેરા કરતાં કાળી દેખાવા લાગે છે. ગરદનને જોતા એવું લાગે છે કે તેના પર મેલ જામી ગયો છે. જો ગરદન આવી થઈ જાય તો શરમજનક સ્થિતિમાં મુકાવું પડે છે. પરંતુ જો ચહેરાની ત્વચા કરતા ગરદનની ત્વચા વધારે કાળી હોય તો કેટલાક ઘરેલુ નુસખા ની મદદથી તમે ગરદનની ત્વચાને પણ ચહેરા જેવી રૂપાળી બનાવી શકો છો. આજે તમને ત્રણ એવા ઘરેલુ નુસખા જણાવીએ જેને ટ્રાય કરવાથી કાળી પડેલી ગરદનની ત્વચા 10 મિનિટમાં જ ચમકી જાય છે. 

લીંબુ અને ચણાનો લોટ 

ગરદનની કાળી ત્વચાને સુંદર બનાવવી હોય તો ચણાના લોટનો આ પેક ટ્રાય કરજો. તેના માટે એક વાટકીમાં એક ચમચી ચણાનો લોટ, એક ચમચી લીંબુનો રસ, ચપટી હળદર અને થોડું ગુલાબજળ મિક્સ કરી પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને ગરદન પર બરાબર રીતે લગાડો અને 15 મિનિટ સુધી સુકાવા દો. ત્યાર પછી ગરદનને સારી રીતે સાફ કરી લો. આ પેકનો નિયમિત ઉપયોગ કરશો એટલે ગરદનની કાળી ત્વચા સુંદર બની જશે. 

લીંબુ અને મધ 

લીંબુ અને મધનો ઉપયોગ કરીને પણ કાળી પડેલી ગરદનની ત્વચાને રૂપાળી બનાવી શકાય છે. તેના માટે એક ચમચી મધમાં બે થી ત્રણ ટીપાં લીંબુનો રસ ઉમેરો અને તેને ગરદન પર 10 મિનિટ માટે લગાવો. ત્યાર પછી હળવા હાથે મસાજ કરી ગરદનને ક્લીન કરી લો. 

હળદર અને દૂધ 

ગરદનને સાફ કરવા માટે દૂધ અને હળદરનો આ પ્રયોગ પણ કરી શકાય છે. તેના માટે એક ચમચી દૂધમાં ચપટી હળદર મિક્સ કરો. આ મિશ્રણને ગરદન અને ચહેરા પર લગાડો અને થોડી મિનિટ માટે મસાજ કરો. ત્યાર પછી નોર્મલ પાણીથી ગરદનને સાફ કરી લો. તેનાથી સ્કિન ચમકી જાશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news