300 શબ્દોનો નિબંધ લખો અને જામીન, 2 કરોડની પોર્શે કારથી 2ને ઉડાવી દીધા, તથ્યકાંડ જેવો કેસ

Porsche Car Accident Case: પુણે શહેરમાં એક સગીરે પૂરપાટ ઝડપે ચાલી રહેલી લક્ઝરી કારની ટક્કરમાં બે લોકોના મોત થઈ ગયા હતા. હવે આરોપીને કોર્ટે જામીન આપી દીધા છે.
 

300 શબ્દોનો નિબંધ લખો અને જામીન, 2 કરોડની પોર્શે કારથી 2ને ઉડાવી દીધા, તથ્યકાંડ જેવો કેસ

પુણેઃ મહારાષ્ટ્રના  (Maharashtra) પુણે શહેરમાં એક માર્ગ અકસ્માતમાં બે IT એન્જિનિયરોના મોત થયા છે. ઘટનાના આરોપીને 14 કલાકમાં જ જામીન મળી ગયા હતા. અહેવાલો છે કે, એક ઝડપી લક્ઝરી પોર્શ કારે મોટરસાઈકલને ટક્કર મારી હતી, જેના કારણે એક યુવક અને યુવતીના  મોત થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, કાર ચલાવનાર 17 વર્ષીય સગીર આરોપી સામે કેસ નોંધ્યા બાદ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને આરોપીને જુવેનાઈલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને કોર્ટે જામીન આપી દીધા હતા. પુણે શહેર પોલીસ કમિશનર અમિતેશ કુમારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “આ અકસ્માતના સંબંધમાં આરોપીના પિતા અને કિશોર તેમજ દારૂ પીરસનાર બાર સામે  જુવેનાઈલ જસ્ટિસ એક્ટની કલમ 75 અને 77 હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

નિબંધ લખીને જામીન મળ્યા
સગીર આરોપીના જામીન અંગે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે કોર્ટે ગુનાને એટલો ગંભીર ગણ્યો નથી કે જામીન નકારી શકાય. કોર્ટે યુવકને શરતો સાથે જામીન આપ્યા છે.

આ છે શરતો..
આરોપીને 'સડક અકસ્માતની અસર અને તેના ઉકેલો' પર 300 શબ્દોનો નિબંધ લખવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
આરોપીએ 15 દિવસ સુધી ટ્રાફિક પોલીસ સાથે કામ કરવું પડશે.
આરોપીને વ્યસન મુક્તિ કેન્દ્રમાં જઈને દારૂનું વ્યસન છોડી દેવા પણ કહેવામાં આવ્યું છે.
ટ્રાફિક નિયમોની માહિતી લઈને તેને ફરીથી જુવેનાઈલ કોર્ટમાં હાજર થવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ PM Kisan: આ 7 પ્રકારના ખેડૂતોને નહીં મળે 17મો હપ્તો, જાણો ક્યારે આવશે પૈસા
 
ઘટના બાદ આરોપી યુવક વિરુદ્ધ કલમ 304 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. દેશમાં માર્ગ અકસ્માતના કેસોમાં મુખ્યત્વે બે સ્ટ્રીમ હેઠળ કેસ નોંધાય છે. પોલીસ દ્વારા કલમ 304 અને કલમ 304A હેઠળ કેસ નોંધવામાં આવે છે. કલમ 304 હેઠળ ગુનેગારને વધુમાં વધુ 10 વર્ષની સજા થઈ શકે છે. જોકે, સગીર હોવાથી આરોપીને લાભ મળ્યો અને જામીન મળી ગયા. આ હાઈપ્રોફાઈલ કાર અકસ્માતના આરોપીને જિલ્લા અદાલતે 14 કલાકમાં જ જામીન આપ્યા હતા. આરોપી સગીર હોવાથી તેને પૂણેના જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.

કલ્યાણીનગરમાં એક ભોજનશાળામાં પાર્ટી કરીને મિત્રોનું એક જૂથ તેમની મોટરસાઇકલ પર ઘરે પરત ફરી રહ્યું હતું. એફઆઈઆર મુજબ, તેઓ કલ્યાણી નગર જંક્શન પર પહોંચ્યા ત્યારે એક સ્પીડમાં આવેલી લક્ઝરી કારે એક મોટરસાઈકલને ટક્કર મારી, જેના કારણે મોટરસાઈકલ પર સવાર બે વ્યક્તિઓ પડી ગયા અને એક યુવતીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. બંને આઈટી એન્જિનિયર હતા.

એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે બંનેને ટક્કર માર્યા બાદ કાર રસ્તાની બાજુમાં ફૂટપાથની રેલિંગ સાથે અથડાઈ હતી. સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં લોકોનું એક ટોળું ડ્રાઈવરને માર મારતું જોવા મળી રહ્યું છે.  જે તેની ક્રેશ થયેલી કારમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો. FIR મુજબ, મૃતકોની ઓળખ અનીસ અવધિયા અને અશ્વિની કોસ્ટા તરીકે થઈ છે. કાર ચાલક વિરુદ્ધ યરવડા પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતા અને મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ આ ઘટનામાં મૃત્યુ પામેલા બે લોકો રાજસ્થાનના રહેવાસી હતા અને નજીકના પબમાંથી પાર્ટી કરીને પરત ફરી રહ્યા હતા. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું, "હું રિક્ષા લઈને ઉભો હતો. છોકરો અને છોકરી બાઇક પર હતા અને રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે અચાનક એક પોર્શ કાર પૂરપાટ ઝડપે આવી અને બંનેને ઉડાવી દીધા. છોકરી હવામાં 10 ફૂટ ઉડી હતી  અને છોકરો એક છોકરો તૂટેલી પાંસળીઓને કારણે હલનચલન કરી શકતો ન હતો. કારમાં 3 જણા હતા તેમજ કારની સ્પીડ લગભગ 200ની આસપાસ હતી. 

આરોપી સગીર વિરુદ્ધ IPCની કલમ 304 (બેદરકારી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસને શંકા છે કે આરોપી દારૂ પીને ગાડી ચલાવતો હતો. આ માટે તેના લોહીના ટેસ્ટ લેવામાં આવ્યા હતા. જો કે આ ટેસ્ટનો રિપોર્ટ આવે તે પહેલા જ કોર્ટે આરોપીને જામીન આપી દીધા હતા. આ કેસમાં આરોપી પિતા વિશાલ અગ્રવાલ વિરુદ્ધ મોટર વાહન અધિનિયમ 1988ની કલમ 3, 5, 199-A હેઠળ FIR નોંધવામાં આવી છે.

મૃતક યુવતીના પરિવારજનોએ જામીનનો વિરોધ કર્યો હતો
મૃતક અશ્વની કોષ્ટાના પરિવારે આરોપી સગીરના જામીનનો વિરોધ કર્યો હતો. પરિવારે અકસ્માતને અંજામ આપનાર સગીર સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. પરિવારે કહ્યું કે તે દરેક સ્તરે લડવા માટે તૈયાર છે. અશ્વિની કોષ્ટા મધ્ય પ્રદેશના જબલપુરની રહેવાસી હતી. તે પુણેમાં એક સોફ્ટવેર કંપનીમાં બે વર્ષથી કામ કરતી હતી. અકસ્માતમાં અશ્વિનીના મોતના સમાચાર મળતા પરિવારજનો આક્રંદ કરી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news