રાજસ્થાન રોયલ્સની વધી શકે છે મુશ્કેલી, મે મહિનામાં એલિમિનેટર એટલે ચિંતા

રાજસ્થાન રોયલ્સ વચ્ચે બુધવારે અમદાવાદમાં એલિમિનેટર મુકાબલો રમાશે. તેમાં જે ટીમ હારશે, તે ટાઈટલની રેસમાંથી બહાર થઈ જશે. આ વચ્ચે સમસ્યા તે વાતની છે કે રાજસ્થાનની ટીમ મે મહિનામાં આ વર્ષે કોઈ મેચ જીતી શકી નથી.
 

રાજસ્થાન રોયલ્સની વધી શકે છે મુશ્કેલી, મે મહિનામાં એલિમિનેટર એટલે ચિંતા

IPL 2024 Playoffs: આઈપીએલ 2024ની પ્લેઓફમાં પહોંચનારી 4 ટીમો નક્કી થઈ ગઈ છે. હવે માત્ર ચાર ટીમ એવી છે, જે આ વર્ષે આઈપીએલ જીતવાની દાવેબાર છે, બાકી 6 ટીમની સફર સમાપ્ત થઈ ગઈ છે. આ વચ્ચે રાજસ્થાન રોયલ્સ જે એક સમયે પોઈન્ટ ટેબલમાં નંબર 1 અને 2 પર હતી અને ટોપ-2માં ફિનિશ કરવાની દાવેદાર માનવામાં આવી હતી, તે ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. હવે રાજસ્થાને એલિમિનેટર રમવી પડશે, જ્યાં તેનો સામનો આરસીબી સામે થશે. પરંતુ આરસીબી અને રાજસ્થાનની ટીમ આમને-સામને હશે તો આરઆરની મુશ્કેલી વધી શકે છે. તેનું કારણ મેનો મહિનો છે.

આ છે આઈપીએલ-2024ની ટોપ 4 ટીમો
આ સમયે એટલે કે લીગ રાઉન્ડ સમાપ્ત થયા બાદ આઈપીએલ-2024ની વાત કરવામાં આવે તો કોલકત્તા નાઈટ રાઈડર્સ ટોપ પર છે. જ્યારે બીજા સ્થાને પેટ કમિન્સની સનરાઇઝર્સ હૈદરાબાદ છે. ત્રીજા સ્થાને સંજૂ સેમસનની રાજસ્થાન રોયલ્સ છે. તો ચોથા સ્થાને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ છે.

કેકેઆર અને એસઆરએચ વચ્ચે પ્રથમ ક્વોલીફાયર
આ વચ્ચે પ્રથમ ક્વોલીફાયરમાં કોલકત્તાનો સામનો હૈદરાબાદ સામે થશે, તો એલિમિનેટરમાં આરસીબી અને રાજસ્થાન રોયલ્સનો મુકાબલો થશે. રાજસ્થાન રોયલ્સની વાત કરીએ તો આ ટીમે શરૂઆતમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમ કેટલાક સમય માટે નંબર વન તો બીજા સ્થાન પર લાંબા સમય સુધી રહી. આશા કરવામાં આવી રહી હતી કે રાજસ્થાન રોયલ્સ ટોપ-2 ફિનિશ કરશે. પરંતુ ટીમ સતત હાર અને ત્યારબાદ વરસાદને કારણે એક મેચ રદ્દ થતાં ત્રીજા સ્થાન પર પહોંચી ગઈ.

મે મહિનામાં રાજસ્થાનને જીત મળી નહીં
આ વચ્ચે ખાસ વાત છે કે રાજસ્થાનની ટીમ મે મહિનામાં એકપણ મેચ જીતી શકી નથી. રાજસ્થાને પોતાની છેલ્લી મેચ 27 એપ્રિલે ઈકાના સ્ટેડિયમમાં લખનૌ સામે 7 વિકેટથી જીતી હતી. ત્યારબાદ જ્યારે મે મહિનો શરૂ થયો તો ટીમ સતત ચાર મેચ હારી ગઈ અને અંતિમ લીગ મેચ વરસાદને કારણે રદ્દ થઈ ગઈ હતી. એટલે કે મે મહિનામાં રાજસ્થાને જીતનું ખાતું ખોલાવ્યું નથી. આ એક મુશ્કેલ છે, હવે જોવાનું રહેશે કે સંજૂ સેમસનની ટીમ એલિમિનેટરમાં આરસીબી સામે કેવું પ્રદર્શન કરે છે. જે સતત જીતના રથ પર સવાર થઈને અહીં પહોંચી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news