ગુજરાતનું વધુ એક નવુ નજરાણું દુનિયા જોશે, અહીં બનશે વિશ્વનું પ્રથમ દિવ્યાંગ ઓલ્ડ એજ હોમ

Old Age Home : નર્મદા નદી કિનારે ઝઘડિયાના ઉંચેડિયા ગામે સાડા 9 વિઘા એટલે કે 1.65 લાખ ચોરસ ફુટમાં આકાર પામશે વિશ્વનું પહેલું દિવ્યાંગ વૃદ્ધાશ્રમ...  ઘરમાં 200 વૃદ્ધ દિવ્યાંગો માટે સ્વિમિંગ, ભોજનાલય, ગેમ ઝોન, પ્રાર્થના-કોન્ફ્રાન્સ હોલ, મસાજ સેન્ટર સહિત 49 જેટલી વિવિધ અદ્યતન સગવડો હશે... સુરતના પદ્મશ્રી કનુ ટેલરની સંસ્થા ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા કરશે સંચાલન

ગુજરાતનું વધુ એક નવુ નજરાણું દુનિયા જોશે, અહીં બનશે વિશ્વનું પ્રથમ દિવ્યાંગ ઓલ્ડ એજ હોમ

Old Age Home : નર્મદા નદી કિનારે ઝઘડિયાના ઉંચેડિયા ગામે સાડા 9 વિઘા એટલે કે 1.65 લાખ ચોરસ ફુટમાં આકાર પામશે વિશ્વનું પહેલું દિવ્યાંગ વૃદ્ધાશ્રમ...  ઘરમાં 200 વૃદ્ધ દિવ્યાંગો માટે સ્વિમિંગ, ભોજનાલય, ગેમ ઝોન, પ્રાર્થના-કોન્ફ્રાન્સ હોલ, મસાજ સેન્ટર સહિત 49 જેટલી વિવિધ અદ્યતન સગવડો હશે... સુરતના પદ્મશ્રી કનુ ટેલરની સંસ્થા ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા કરશે સંચાલન

Gujarat's First Oldage Resort : દુનિયાનો પહેલો દિવ્યાંગ વૃદ્ધો માટેનો રિસોર્ટ ભરૂચમાં નર્મદા નદી કિનારે ઝઘડિયાના ઉંચેડિયા ગામે ગુમાનદેવ મંદિર સામે સાડા 9 વીંઘામાં કરોડોના ખર્ચે આકાર લેવા જઈ રહ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી CM ભુપેન્દ્ર પટેલ આ વિશ્વના પેહલા દિવ્યાંગ વૃદ્ધાશ્રમ પ્રભુના ઘરના ભૂમિપૂજન માટે 19 ફેબ્રુઆરીએ આવી રહ્યા છે. જિલ્લા કલેકટર તુષાર સુમેરા દ્વારા સ્થળ મુલાકાત લઈ તૈયારીઓને ઓપ અપાઈ રહ્યો છે.

વિશ્વનિ પ્રાચીન નગરી ભરૂચ હવે દુનિયામાં દિવ્યાંગો માટેના 1.65 લાખ ચોરસ ફૂટમાં આકાર પામનાર OLDAGE RESORT નું સાક્ષી બનવા જઈ રહ્યું છે. ભરૂચ, ગુજરાત, દેશ અને દુનિયામાં વૃદ્ધો, અનાથ, ગરીબો માટે તો અનેક આશ્રમો આવેલા છે. પણ દિવ્યાંગ વૃદ્ધ માટે કોઈ વૃદ્ધાશ્રમ નથી. જેને રિસોર્ટ તરીકે મૂર્તિમંત કરી પ્રભુના ઘર તરીકે નિર્માણ કરવાનું બીડું સુરતના પદ્મશ્રી કનુભાઈ ટેલરે લીધું છે. 

ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના પ્રમુખ એવા પદ્મશ્રી કનુ ટેલર 200 દિવ્યાંગ વૃદ્ધ નિઃશુલ્ક રહી શકે તે માટે આ વિશ્વનો પહેલો દિવ્યાંગ વૃદ્ધાશ્રમ બનાવી રહ્યાં છે. જેમાં સ્વિમિંગ પુલ, ગેમ ઝોન, સહિતની 49 આધુનિક સુવિધા અને સવલતો છે.

World's First Handicaps OldAge રિસોર્ટ ઉપર એક નજર
મુખ્ય પ્રવેશ, ફીચર વોલ, લોબી અને રિસેપ્શન. કોન્ફરન્સ હોલ, સિક્યુરિટી અને સર્વેલન્સ રૂમ. એડમિન ઓફિસ. ટોયલેટ,  એકાઉન્ટ્સ અને ફાઇનાન્સ ટ્રસ્ટી ઓફિસ. અધ્યક્ષનું કાર્યાલય અને રૂમ, ગોશાળા, કમળના તળાવ સાથેનું મંદિર. સ્વિમિંગ પૂલ, ગેમ્સ ઝોન, લાઇબ્રેરી, શાવર અને ચેન્જિંગ રૂમ. મસાજ રૂમ, પ્રાર્થનાના હોલ, મલ્ટિપર્પઝ લોન, વીઆઇપી ગેસ્ટ હાઉસ, કિચન ડાઇનિંગ હોલ, મેઇન સ્ટોર, મેઇન કિચન, જનરલ સ્ટોર, મેડિકલ સ્ટોર, નર્સિંગ રૂમ, ફિઝીયોથેરાપી રૂમ, ઓપીડી રૂમ, કાઉન્સલિંગ રૂમ , હાઉસકીપિંગ, સ્ટોર્સ અને લોન્ડ્રી,. હર્બેરિયમ. લૉન એરિયા ગાઝેબો કિચન ગાર્ડન, મલ્ટિપર્પઝ કોર્ટ, પાથવે, ડ્રાઈવ, ડબલ બેડ અને સિંગલ બેડના રૂમસ. ડોરમેટરી, સ્ટાફ ક્વાર્ટર, ઇમરજન્સી મોટરેબલ એક્સેસ અને પાર્કિંગ.

વિશ્વમાં પ્રથમ વખત દિવ્યાંગો માટેનું વૃધ્ધાશ્રમ ઘરડાઘર ‘પ્રભુનું ઘર' , નર્મદા નદીનાં કીનારે
ભારત દેશ અને ગુજરાત રાજયમાં કોઈ પણ જગ્યાએ દિવ્યાંગ વૃધ્ધો માટે વૃધ્ધાશ્રમની વ્યવસ્થા નથી. સામાન્ય વૃધ્ધાશ્રમમાં દિવ્યાંગ વૃધ્ધોને તેમની દિવ્યાંગતાને લીધે કોઈ પણ વૃધ્ધાશ્રમમાં તેમને આશ્રય આપવામાં આવતો નથી. આવા વૃધ્ધોની સ્થિતી દયમય બની જાય છે. આથી સંસ્થાએ દિવ્યાંગ વૃધ્ધોને વિનામુંથે આશ્રય મળી રહે તે માનવીય હેતુથી વૃધ્ધાશ્રમ શરૂ કરવાનું નકકી કર્યું છે. ભરૂચના ઝઘડિયાના ઉંચેડિયા ગુમાનદેવ હનુમાનદાદાનાં મંદિર સામે ખુબ આધુનિક તમામ સગવડો સાથે એક રીસોર્ટ જેવુ બનાવી. જયાં 200 નિરાધાર દિવ્યાંગોને વિનામુલ્યે જીવનનાં અંતિમ દિવસો પસાર કરે તેવું આયોજન કરાયું છે.

કલેકટરે સ્થળ મુલાકાત સાથે આયોજન અંગે કરી બેઠક
રવિવારે સવારે 10 કલાકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની મુલાકાતને લઈ કલેક્ટર તુષાર સુમેરાએ સ્થળ નિરીક્ષણ કરીને સમીક્ષા બેઠક યોજી હતી. કાર્યક્રમના સુચારૂ વ્યવસ્થાપન, સ્થળ, સુરક્ષા, પાર્કિંગ વગેરેને લઇને સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા સાથે જરૂરી સુચના આપી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોશી, નિવાસી અધિક કલેકટર એન આર ધાધલ સહિત અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news