ગુજરાતમાં કુદરતની થપાટે પલવારમાં તહસનહસ! પપૈયાનો સોથ વળ્યો, એક ખેડૂતને તો 15-20 લાખનું નુકસાન

કમોસમી વરસાદને લઈને બાગાયતી પાકમાં ભારે નુકસાન પહોંચ્યું છે. બનાસકાંઠામાં 12 એકરમાં પપૈયાનું વાવેતર કર્યું હતું. જોકે ભારે પવન સાથે આવેલા કમોસમી વરસાદમાં તમામ છોડ તૂટીને પડી ગયા છે. જોકે વરસાદના કારણે તમામ છોડ તૂટી જતા અમને ધક્કો પડ્યો છે અમને મોટું નુકસાન આવશે.

ગુજરાતમાં કુદરતની થપાટે પલવારમાં તહસનહસ! પપૈયાનો સોથ વળ્યો, એક ખેડૂતને તો 15-20 લાખનું નુકસાન

અલકેશ રાવ/બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે પડેલા કમોસમી વરસાદે ખેડૂતોના ઉનાળુ સીઝનના વિવિધ ધાન્ય પાકો સહિત બાગાયત પાકોમાં ભારે નુકસાન વેર્યું છે. પાલનપુર તાલુકાના ધાણધા ગામમાં પપૈયાના પાકનો સોથ વાળી દેતા ખેડૂતોને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

પાલનપુર તાલુકામાં કમોસમી વરસાદ અને પવનને કારણે ખેતીના પાકમાં ભારે નુકશાન થવા પામ્યું છે. પપૈયા પકવતા ખેડૂતોને ભારે પવન સાથે આ કમોસમી વરસાદના કારણે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. પાલનપુરના ધાણધા ગામમાં પપૈયાના વાવેતર કરનારા ખેડૂત લક્ષ્મણભાઈ ચૌધરીને તૈયાર પાક ગુમાવવાનો વખત આવ્યો છે. વરસાદ અને ભારે પવનના કારણે પપૈયાના છોડનો થોથ વળી જતાં મોટાભાગના પપૈયાના છોડ જમીન દોસ્ત થવા પામ્યા છે. જેને લઈને ખેડૂતને મોટું નુકસાન પહોંચ્યું છે.

લક્ષ્મણભાઈ ચૌધરી નામના ખેડૂતે પોતાના ખેતરના 12 એકરમાં 12 હજાર પપૈયાના છોડનું વાવેતર કર્યું હતું અને દોઢ વર્ષની અથાગ મહેનત બાદ પપૈયાના છોડ ઉપર પુષ્કળ પ્રમાણમાં પૈપયા આવ્યા હતા. જેને લઈને ખેડૂત ખુશખુશાલ હતા. જોકે પૈપયાનો પાક તૈયાર થતા ખેડૂતને 25 થી 30 લાખનું ઉત્પાદન મળવાની આશા હતી. જોકે અચાનક ભારે પવન સાથે કમોસમી વરસાદ આવતા 6 હજારથી વધુ પપૈયાના છોડ તૂટીને પડી જતા ખેડૂતને 15-20 લાખથી વધુનું નુકસાન થતાં ખેડૂતની હાલત કફોડી બની છે. જેથી ખેડૂત હવે સરકાર પાસે નુક્શાનનું વળતર માટે સહાયની માંગ કરી રહ્યા છે.

તો બીજી તરફ રાજસ્થાનથી પાલનપુર પંથકમાં પૈપયા ખરીદવા આવતા વેપારીઓને પણ પૈપયાનો માલ ન મળતા તેમને પણ માલ લીધા વગર પાછા જવાનો વારો આવતા ટ્રાન્સપોર્ટનો ખર્ચ પણ માથે પડતા નુકસાન પહોંચ્યું છે અને હવે લાંબા સમય સુધી તેમને આ પંથકમાંથી પૈપયા ન મળવાના કારણે આવનાર સમયમાં વેપારીઓ સાથે સાથે ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલા લોકોની પણ આર્થિક પરિસ્થિતિ બગડવાથી તેવો ચિંતિત બન્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news