Vastu Tips: રાત્રે તકિયા નીચે રાખો આ વસ્તુ, સવાર સુધીમાં પરેશાનીઓ થશે છૂમંતર

Vastu Tips: વાસ્તુ શાસ્ત્રમાં જીવનના દરેક તબક્કે આવતી સમસ્યાઓનો સામનો કરવા માટે સૂચનો આપવામાં આવ્યા છે. વાસ્તુ શાસ્ત્રમાં એનર્જી ખૂબ જ મહત્વ ધરાવે છે. તમારા જીવનમાં જેટલી પોઝિટિવ એનર્જી થશે એટલા જ તમે સફળ થશો. આ માટે તમારે નાની-નાની વાતોનું ધ્યાન રાખવાનું છે.
 

Vastu Tips:  રાત્રે તકિયા નીચે રાખો આ વસ્તુ, સવાર સુધીમાં પરેશાનીઓ થશે છૂમંતર

Vastu Tips: જો તમે રાત્રે સૂતા સમયે ઓશીકા નીચે કેટલીક વસ્તુઓ રાખશો તો તમને ફાયદો થશે. આવી વસ્તુઓ તકિયા નીચે રાખવાથી સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. આ સૂચનનું પાલન કરનાર વ્યક્તિ ખૂબ આગળ વધે છે અને પ્રગતિ કરે છે.

આખા મગ
લીલા કાપડમાં આખા મગ બાંધીને તેના પર ઊંઘવું શુભ હોય છે. આવું કરવાથી બુધનો અશુભ પ્રભાવ દૂર થાય છે અને કરિયરમાં પ્રગતિ થાય છે.

સિંદૂરની ડબ્બી
સોમવારે તકિયા નીચે સિંદૂરની નાની ડબ્બી રાખો અને બાદમાં આ સિંદૂર હનુમાનજીને ચડાવી દો. આવું કરવાથી મંગળના પ્રભાવમાંથી મુક્તિ મળે છે અને કામમાં આવી રહેલી બાધાઓ દૂર થશે.

મૂળો
રાત્રે મૂળો તકિયા નીચે રાખો અને સવારે તેના શિવલિંગ પર ચડાવી દો. આવું કરવાથી રાહુનો દોષ દૂર થાય છે અને અટકેલા કામ ઝડપથી થાય છે.

ગીતા કે સુંદરકાંડ
વાસ્તુ શાસ્ત્રને અનુસાર તકિયા નીચે ગીતા કે સુંદરકાંડ રાખવાથી તમારા શરીરમાં પોઝિટિવ એનર્જી પ્રવાહિત જોઈશે અને તમને આખો દિવસ ઊર્જાસભર મહેસૂસ થશે.

લોખંડની વસ્તુ
જો તમને ખરાબ સપના આવતા હોય તો તમે લોખંડીની ગોળીઓ અથવા તો નાની કાતર તકિયા નીચે રાખી શકો છો. આવું કરવાથી રાહુ કેતુનો ખરાબ પ્રભાવ ઓછો થાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news