વિચિત્ર રિવાજ: 200 લોકો સામે બાળકો પેદા કરતી હતી રાણીઓ, ચોંકાવનારું છે કારણ

why royal women give birth in front of crowd: 1 નવેમ્બર 1661 ના રોજ જ્યારે ફ્રાંસનાઅ રાજા લુઇ XIV ની પત્ની મેરી થેરેસેની જ્યારે ડિલિવરી થઇ હતી, તો તેમનો રૂમ લોકોથી ભરેલો હતો. રાજકુમારીઓ, રાજકુમાર, શાહી પરિવાર (Why crowd gathered during delivery of queens) થી જોડાયેલા અન્ય લોકો તે દરમિયાન રૂમમાં ભેગા થયા હતા. તેનું કારણ ખૂબ જ ચોંકાવનારું છે. 

વિચિત્ર રિવાજ: 200 લોકો સામે બાળકો પેદા કરતી હતી રાણીઓ, ચોંકાવનારું છે કારણ

why crowd gathered during delivery of queen: આજના જમાનામાં જ્યારે કોઇ મહિલાની ડિલીવરી થાય છે તો સામાન્ય રીતે તે હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં થાય છે, જ્યાં ડોક્ટર અને ગણીગાંઠી નર્સો ઉપરાંત બીજું કોઇ હોતું નથી. વિદેશોમાં ઘનીવાર આ પડકારજનક પળ દરમિયાન કોઇ એક સભ્ય, ખાસકરીને મહિલાના પતિને ઓપરેશન થિયેટરની અંદર હોવાની અનુમતિ આપવામાં આવે છે. પરંતુ તમને જાણીને આશ્વર્ય થશે કે પ્રાચીન કાળમાં શાહી પરિવારોની મહિલાઓ (Why queens give birth infront of crowd) અથવા પછી રાણીઓ 100-200 લોકો સામે બાળકને જન્મ (Bizarre royal birth traditions) આપતી હતી. આ વિચિત્ર રિવાજ પાછળ ચોંકાવનારું કારણ છે. 

History.com વેબસાઇટના રિપોર્ટ અનુસાર 1 નવેમ્બર 1661 ના રોજ જ્યારે ફ્રાંસનાઅ રાજા લુઇ XIV ની પત્ની મેરી થેરેસેની જ્યારે ડિલિવરી થઇ હતી, તો તેમનો રૂમ લોકોથી ભરેલો હતો. રાજકુમારીઓ, રાજકુમાર, શાહી પરિવાર (Why crowd gathered during delivery of queens) થી જોડાયેલા અન્ય લોકો તે દરમિયાન રૂમમાં ભેગા થયા હતા. તેમણે હજારો લોકો સામે બાળકને જન્મ આપ્યો હતો. પછી બહાર બેઠેલા લોકોને કહ્યું હતું કે રાણીએ છોકરાને જન્મ આપ્યો છે અને બહારના લોકોને ખુશી આપે છે. 

ભીડ સામે બાળકને જન્મ આપે છે રાણીઓ
માનવામાં આવે છે કે ફ્રાંસની રાણી મેરી એંટોઇનેટે પણ 1778 માં લગભગ 200 લોકો સામે પોતાના બાળકને જન્મ આપ્યો હતો. ડિલિવરી વખતે મહેલની બહાર ઉત્સવ જેવું વાતાવરણ હતું. લોકો નાચતા અને ગાતા હતા. રિપોર્ટ અનુસાર તેમણે એક દીકરીને જન્મ આપ્યો હતો, રૂમમાં એટલો અવાજ, ઘોંઘાટ અને ભીડ હતી કે તે બેહોશ થઈ ગઈ હતી. તરત જ બારીઓ ખોલવામાં આવી, દિવાલો તોડવામાં આવી, જેથી હવા અંદર આવી શકે. હવે સવાલ એ થાય છે કે પ્રાચીન સમયમાં રાણીઓએ આટલા બધા લોકોની સામે બાળકોને જન્મ કેમ આપતી હતી? 

આ હતું ભીડ સામે બાળકો પેદા કરવાનું કારણ
હિસ્ટ્રી વેબસાઇટના અનુસાર પ્રાચીનકાળમાં સામ્રાજ્યને આગળ વધારવા માટે રાજા હંમેશા છોકરાની આશામાં રહેતા હતા. તે પુત્ર ઇચ્છતા હતા. જનન્મ સમયે બાળકની અદલાબદલી ન થઇ જાય, અથવા પછી દુશ્મન બાળકને ચોરી ના લે, તેથી રૂમમાં સાક્ષીના તરીકે ઘણા બધા લોકો બેસતા હતા. આ ઉપરાંત ઘણા લોકોની હાજરી એ સાબિત કરવામાં પણ મદદ કરી કે રાજાને છોકરો છે કે છોકરી, જેથી કરીને કોઈ બીજાના પુત્રને રાજાના પુત્ર તરીકે તેમની સામે રજૂ ન કરવામાં ન આવે. આ સિવાય લોકો પણ આ કારણોસર એકઠા થયા હતા, જેથી તેઓ ખાતરી કરી શકે કે બાળક મૃત જન્મ્યું છે કે જીવિત છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news