Silver Price Hike: મે મહિનામાં ચાંદીમાં 10,000 રૂપિયાથી વધુનો ઉછાળો, અધધ મોંઘી થઇ ચાંદી

Silver Price at Record high: લગભગ એક અઠવાડિયામાં ગોલ્ડના મુકાબલે ચાંદીના ભાવમાં જોરદાર વધારો જોવા મળ્યો છે. આ દરમિયાન ચાંદીની કિંમત 7 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. જ્યારે મે મહિનામાં ચાંદીના રિટર્નના આંકડા 12 ટકાથી ઉપર પહોંચી ગયું છે. જાણકારોના મતે ચાંદી રોકાણકારોને આગામી દિવસોમાં વધુ કમાણી કરાવી આપશે.

Silver Price Hike: મે મહિનામાં ચાંદીમાં 10,000 રૂપિયાથી વધુનો ઉછાળો, અધધ મોંઘી થઇ ચાંદી

Today Gold Silver Price: આ અઠવાડિયે ચાંદીની કિંમતમાં જોરદાર ઉછાળો જોવા મળે છે. ખાસ વાત એ છે કે અઠવાડિયા અંતિમ દિવસના કારોબારી દિવસે ચાંદી પહેલાં ફક્ત 90 હજારના લેવલને જ ક્રોસ કર્યું નથી પરંતુ 92 હજાર રૂપિયાના લેવલને પાર કરી ગઇ છે. શુક્રવારે ચાંદીમાં ગુરૂવારે ક્લોઝિંગ પ્રાઇઝના મુકાબલે 4 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. જો મે મહિનાની વાત કરીએ તો 17 તારીખ સુધી ચાંદીએ રોકાણકારોને એક કિલો ચાંદી પર 10 હજાર રૂપિયાથી વધુનો નફો આપ્યો છે. તેનો અર્થ એ છે કે ચાંદીએ રોકાણકારોને 12 ટકાથી વધુ રિટર્ના આપ્યું છે. જો આ વર્ષે 22 ટકાથી ઉપર પહોંચી ગઇ છે. જાણકારોના મતે ચાંદીની કિંમતમાં વધુ તેજી જોવા મળી શકે છે. આવો તમને જણાવીએ કે હાલ ચાંદીના ભાવ કેટલા થઇ ગયા છે. 

રેકોર્ડ લેવલ પર ચાંદીનો ભાવ
મલ્ટી કમોડિટી એક્સચેંજ પર ચાંદીનો ભાવ શુક્રવારે રેકોર્ડ લેવલ પર પહોંચી ગયો હતો. એમસીએક્સના આંકડા અનુસાર જ્યારે શુક્રવારે બજાર બંધ થયું તો ચાંદીની કિંમત 91,024 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી. જ્યારે કારોબારી સત્ર દરમિયાન ચાંદીનો ભાવ 92,536 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગયો હતો. જ્યારે એક દિવસ પહેલા એટલે કે ગુરુવારે ચાંદીનો ભાવ 87,300 રૂપિયા પ્રતિ કિલો હતો. આનો અર્થ એ થયો કે શુક્રવારે ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂ.3,724નો વધારો જોવા મળ્યો હતો. એટલે કે એક જ દિવસમાં ચાંદીએ રોકાણકારોને 4.26 ટકા વળતર આપ્યું છે. તાજેતરના વર્ષોમાં ચાંદી સાથે આવું ભાગ્યે જ જોવા મળ્યું છે.

મે મહિનામાં 10 હજારથી વધુની કમાણી
જો વાત મે મહિનાની કરીએ તો ચાંદીએ રોકાણકારોને મે મહિનામાં 12 ટકાથી વધુની કમાણી કરાવી છે. તેનો અર્થ એ છે કે એક કિલો ચાંદી પર રોકાણકારોને 10 હજાર રૂપિયા પ્રતિ કિલોગ્રામથી વધુ નફો થયો છે. જો આ આંકડાઓ પરથી સમજવાનો પ્રયત્ન કરીએ તો એપ્રિલના છેલ્લા ટ્રેડિંગ દિવસે ચાંદીની કિંમત 80,851 રૂપિયા પ્રતિ કિલો હતી. ત્યારથી એટલે કે 17 મે સુધી ચાંદીની કિંમતમાં 10,165 રૂપિયા પ્રતિ કિલોનો વધારો જોવા મળ્યો છે. મે મહિનામાં રોકાણકારો માટે પણ આ મોટી કમાણી છે. જે સોના કરતાં પણ વધુ જોવા મળે છે.

આ વર્ષે 22 ટકાથી વધુની કમાણી
જો આ વર્ષની વાત કરીએ તો ચાંદીએ રોકાણકારોને ગોલ્ડ કરતાં વધુ રિટર્ન આપ્યું છે. આંકડા અનુસાર ચાંદી રાખનારા લોકોને હાલના વર્ષમાં લગભગ સાડા પાંચ મહિનાના ટેન્યોરમાં 22.33 ટકાનો ફાયદો થયો છે. ગત વર્ષના અંતિમ કારોબારી દિવસ ચાંદીનો ભાવ 74,403 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો. જેમાં અત્યાર સુધીમાં 16,621 રૂપિયા પ્રતિ કિલોનો વધારો જોવા મળ્યો છે. બીજી તરફ સોનાએ રોકાણકારોને 17.06 ટકા વળતર આપ્યું છે. જાણકારોનું માનીએ તો આગામી દિવસોમાં વધુ વધારો જોવા મળી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news