અમદાવાદની મદરેસામાં સરવે કરવા ગયેલા આચાર્ય પર હુમલો, 100 લોકોનું ટોળું ધસી આવ્યું

Mob Attacked On Principal : અમદાવાદના દરિયાપુરમાં મદરેસામાં સર્વેમાં કરવા ગયેલી ટીમ પર હુમલો....તપાસની કામગીરી કરી રહેલા આચાર્ય પર ટોળાનો હુમલો....આચાર્યએ 100થી વધુના ટોળા સામે દરિયાપુર પોલીસમાં નોંધાવી ફરિયાદ

અમદાવાદની મદરેસામાં સરવે કરવા ગયેલા આચાર્ય પર હુમલો, 100 લોકોનું ટોળું ધસી આવ્યું

Survey Conducted For All Madrasa : ગુજરાતમાં મદરેસાઓમાં તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદમાં દરિયાપુરમાં સરવે કરવા ગયેલી મદરેસાઓમાં તપાસ કરવા ગયેલી ટીમ પર હુમલો કરાયો હતો. મદરેસામાં તપાસની કામગીરીમાં આચાર્ય પર ટોળાએ હુમલો કરીને માર માર્યો હતો. ત્યારે આચાર્યએ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 

મદરેસાઓમાં બિન મુસ્લિમ બાળકો ભણતા હોવાનો મામલો સામે આવ્યો છે. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના આદેશ બાદ રાજ્યના શિક્ષણ વિભાગમાં દોડધામ વધી ગઈ છે. રાજ્યના શિક્ષણ વિભાગે તપાસના આદેશ કરતા મદરેસાઓમાં મોટાપાયે ચેકિંગ હાથ ધરાયું છે. અમદાવાદ જિલ્લા અને શહેર શિક્ષણાધિકારી ઉપરાંત સ્કૂલ બોર્ડના કર્મચારીઓની ટીમ બની હતી. શહેરમાં 150 થી વધુ શાળા મદરેસાઓમાં જુદી જુદી ટીમ દ્વારા તપાસ કામગીરી હાથ ધરાઈ છે. કેટલીક જગ્યાએ સર્વે પૂરો, કેટલાક સ્થળો પર કાર્યવાહી ચાલી રહી છે. 

ત્યારે શિક્ષણ વિભાગના આદેશ બાદ અમદાવાદની મદરેસાઓમાં સરવે કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. શિક્ષણ વિભાગના આદેશથી આજથી મદરેસામાં અભ્યાસ કરવા જતાં બાળકોનો સરવે શરૂ કરાયો હતો. અમદાવાદના દરિયાપુરના સુલતાન મહોલ્લામાં આવેલી મદરેસાઓનો સરવે કરવા ટીમ પહોંચી હતી. મદરેસા બંધ હોવાથી શિક્ષક સંદીપ પટેલ પુરાવારૂપે ફોટો લઈ રહ્યા હતા. ત્યારે મદરેસાનો ફોટો પાડી રહેલા શિક્ષક પર ટોળાએ હુમલો કર્યો હતો. બાપુનગર સ્મૃતિ સ્કૂલ વિદ્યાલયમાં ફરજ બજાવતા આચાર્ય પર ટોળા દ્વારા હુમલો કરાયો. આ બાદ શિક્ષક અને જિલ્લા શિક્ષણ અધિકારી ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસે ટોળા વિરુદ્ધ ફરિયાદની કામગીરી શરૂ કરી હતી. 

હુમલા બાદ શિક્ષક સંદીપ પટેલે કહ્યું કે, સરવે કામગીરી માટે પહોંચ્યો ત્યારે મસ્જિદ બંધ હોવાથી હું ફોટો પાડી રહ્યો. શરૂઆતમાં 10 અને ત્યારબાદ 100 લોકોના ટોળાએ મારા પર હુમલો કર્યો હતો. ટોળામાંથી કોઈ કહ્યું હતું કે આને પતાવી દો. હું મને સોંપેલી કામગીરી કરવા ગયો ત્યારે મારા પર હુમલો થયો હતો. તેથી મેં દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. 

શિક્ષક પર હુમલાની ઘટના મામલે અમદાવાદ આચાર્ય સંઘની પ્રતિક્રિયા સામે આવી છે. અમદાવાદ શહેર આચાર્ય સંઘના પ્રમુખ રાકેશ પંડ્યાએ કહ્યું કે, આ ઘટના ખૂબ જ દુઃખદ છે. કોઈ મહત્વની જાણકારી મેળવવા માટે સંવેદનશીલ વિસ્તારમાં શિક્ષક જાય ત્યારે રક્ષણ પૂરું પાડવું જોઈએ. જો આ પ્રકારની પરિસ્થિતિ યથાવત રહે તો આવી કામગીરી નહીં થાય. જીવના જોખમે શિક્ષકો કામ કરતા હોય ત્યારે તેમની સુરક્ષાની ચિંતા કરવી જરૂરી છે. રાતોરાત એવી તો શું પરિસ્થિતિ ઊભી થઈ કે આ માહિતી તાબડતોડ મંગાવવામાં આવી.

તો આ હુમલા અંગે માહિતી આપતા અમદાવાદ એફ ડિવિઝનના એસીપી રીના રાઠવાએ જણાવ્યું કે, દરિયાપુર વિસ્તારમાં સર્વેની કામગીરી દરમિયાન મદરેસા બંધ હોવાથી શિક્ષકે ફોટા પાડ્યા હતા. ટોળાએ માર માર્યો જે અંગે ફરિયાદ લેવામાં આવી હતી. સીસીટીવી અને અન્ય પુરાવાને આધારે તપાસ ચાલુ છે. રાયોટીંગ સરકારી કામમાં અડચણ ઉભી કરવી અને લૂંટની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરહાન અને ફૈઝલ સહિત પાંચ લોકો સામે ફરિયાદ દાખલ કરાઈ છે. આ ઉપરાંત ટોળાં સામે ફરિયાદ દાખલ કરાઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news