458 રૂપિયાવાળો શેર ઉંધા ભોડે પછડાયો, થઇ ગયો 41 રૂપિયા ભાવ, જાણો નવો ટાર્ગેટ

સુઝલોન એનર્જી (Suzlon Energy) એક મહિના દરમિયાન 5 ટકા સુધી ઘટાડો જોવા મળ્યો છે. તો બીજી તરફ ઓલ ટાઇમ 458 રૂપિયાવાળો શેર હવે તૂટીને 41 રૂપિયાના લેવલ પર આવી ગયો છે. 

458 રૂપિયાવાળો શેર ઉંધા ભોડે પછડાયો, થઇ ગયો 41 રૂપિયા ભાવ, જાણો નવો ટાર્ગેટ

Suzlon Energy Target Price: સુઝલોન એનર્જી (Suzlon Energy) ના શેરોમાં ગત કેટલાક સમયથી ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત 16 વર્ષની વાત કરીએ તો આ સ્ટોક 91 ટકા તૂટી ગયો છે. જાન્યુઆરી 2008 માં સુઝલોન એનર્જીના એક શેરની કિંમત 458.80 રૂપિયા હતી, એટલે કે ઓલ ટાઇમ હાઇથી સુઝલોનનો શેર 90.97 ટકા સુધી તૂટી ગયો છે. તમને જણાવી દઇએ કે શુક્રવારે કંપનીના શેર બીસઇમાં 0.77 ટકાના ઘટાડા સાથે 41.37 રૂપિયાના લેવલ પર હતો. 

ગત એક મહિનામાં 5 ટકા ઘટ્યો શેર
ગત 1 મહિનાની વાત કરીએ તો સુઝલોન એનર્જી (Suzlon Energy) ની કિંમતમાં 5 ટકાનો ઘટાડો આવ્યો છે. Trendlyne ના ડેટા અનુસાર ગત 3 મહિના દરમિયાન 15 ટકા સુધીનો ઘટાડો છે. જોકે 6 મહિનાથી આ સ્ટોકને હોલ્ડ કરનાર રોકાણકારોને અત્યાર સુધી 20.70 ટકાનો લાભ મળ્યો છે. તમને જણાવી દઇએ કે એક વર્ષમાં સુઝલોનના શેરનો ભાવ 410 ટકા વધ્યો છે. 

3 વર્ષમાં 782 ટકા વધ્યો છે
ગત 3 વર્ષની વાત કરીએ તો આ દરમિયાન સુઝલોન એનર્જી (Suzlon Energy) ના શેરના ભાવ 782 ટકા વધ્યા છે. ગત 5 વર્ષની વાત કરીએ તો આ દરમિયાન સુઝલોન એનર્જી (Suzlon Energy) ના શેરની કિંમત 570.11 ટકા વધી છે. 

બિઝેનેસ ટુડેના રિપોર્ટ અનુસાર સ્ટોક્સ બોક્સના ટેક્નિકલ એનાલિસ્ટ કુશલ ગાંધી કહે છે કે ''સુઝલોનની પ્રાઇઝ અત્યારે લો રિક્સ છે હાઇ રિવોર્ડ ઝોનમાં છે. તેનો ફ્રેશ ટાર્ગેટ પ્રાઇઝ 49.50 રૂપિયા છે. અને સ્ટોપ લોસ 38.50 રૂપિયા પ્રતિ શેર છે.''

9 મે 2023 ના રોજ સુઝલોન એનર્જી (Suzlon Energy) 8.15 રૂપિયાના લેવલ સુધી આવી ગયા હતા. કંપની વિંડ ટરબાઇન પ્રોડ્યૂસ કરે છે. તો બીજી તરફ સોલાર એનર્જી સોલ્યૂશન પણ કંપની પુરી પાડે છે. 

(અહીં આપવામાં આવેલી જાણકારી શેરના પ્રદર્શનના આધારે છે. જોકે સ્ટોક માર્કેટમાં રોકાણ બજાર જોખમને આધિન છે એટલા માટે રોકાણ કરતાં પહેલાં કોઇ સર્ટિફાઇટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર પાસે સલાહ જરૂર લો. તમને થનાર કોઇપણ નુકસાન માટે ZEE 24 KALAKA જવાબદાર રહેશે નહી.) 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news