'નશામાં ધૂત' થઈને ગાડી ચલાવે છે આ વ્યક્તિ, પોલીસ પકડે તો એક કાગળ દેખાડી દે...છોડી દેવો પડે

Viral News: દુનિયામાં એક વ્યક્તિ એવો પણ છે જે હંમેશા નશામા ધૂત થઈને ગાડી ચલાવે છે પરંતુ આમ છતાં પોલીસ તેનું કશું બગાડી શકતી નથી. ખાસ જાણો કારણ....

'નશામાં ધૂત' થઈને ગાડી ચલાવે છે આ વ્યક્તિ, પોલીસ પકડે તો એક કાગળ દેખાડી દે...છોડી દેવો પડે

દારૂ પીને ગાડી ચલાવવી એ એક ગંભીર ગુનો છે. દુનિયાના કોઈ પણ દેશમાં નશાની હાલતમાં ડ્રાઈવ કરવા બદલ ડ્રાઈવર પર ગંભીર ગુનો દાખલ કરવામાં આવે છે. આ ઉપરાંત ભારે દંડ પણ કરાય છે. પંરતુ દુનિયામાં એક વ્યક્તિ એવો પણ છે જે હંમેશા નશામા ધૂત થઈને ગાડી ચલાવે છે પરંતુ આમ છતાં પોલીસ તેનું કશું બગાડી શકતી નથી. 

કોણ છે આ વ્યક્તિ
બેલ્જિયમમાં રહેતો 40 વર્ષનો આ વ્યક્તિ હંમેશા નશામાં ડ્રાઈવ કરે છે. જ્યારે પણ પોલીસ પકડે તો પોલીસને એક કાગળ દેખાડે જેના આધાર પર તેને છોડવો પડે છે. મળતી માહિતી મુજબ આ વ્યક્તિને ખુબ અજીબોગરીબ બીમારી છે. 

ઓટો બ્રુઅરી સિન્ડ્રોમથી પીડિત
વાત જાણે એમ છે કે આ વ્યક્તિ ઓટો બ્રુઅરી સિન્ડ્રોમ  (Auto-brewery syndrome/gut fermentation syndrome) નામની એક બીમારી છે. ઓટો બ્રુઅરી સિન્ડ્રોમવાળા દર્દીઓમાં દારૂના નશાથી સંબંધિત અનેક લક્ષ્ણો મળી આવે છે. જો કે તેમણે દારૂ પીધો પણ નથી હોતો. આ સથિતિમાં આંતરડામાં કવકની વધુ માત્રા થવાથી તે કાર્બ્સ અને શર્કરા આલ્કોહોલમાં ફેરવી દે છે. જે વ્યક્તિના લોહીમાં ભળી જાય છે. જેનાથી બ્રીથ ટેસ્ટમાં પણ દારૂની માત્રા મળે છે. આ સાથ ેજ પેટની આ સ્થિતિમાં ફરમેન્ટ થવા પર તે લોહીમાં ઈથેનોલનું લેવલ વધારી દે છે અને વ્યક્તિમાં નશાના લક્ષણો જોવા મળે છે. 

બે વાર પકડી ચૂકી છે પોલીસ
પોલીસ બે વાર આ વ્યક્તિને દારૂ પીને ગાડી ચલાવવાના ગુનામાં પકડી ચૂકી છે. પહેલીવાર જ્યારે તેને રોક્યો અને તેનો બ્રીથ ટેસ્ટ કરવામાં આવ્યો તો પ્રતિ લીટર .91 મિલિગ્રામ આલ્કોહોલ રીડિંગ નોંધાયું. બીજીવાર બ્રીથલાઈઝરે .71 પ્રતિ લીટર નોંધ્યું. બેલ્જિયમના કાયદા મુજબ બ્રીથલાઈઝરમાં નશાની મર્યાદા .22 મિલિગ્રામ નક્કી કરાઈ છે. જે મુજબ આ રિડિંગ ઘણું વધારે હતું. 

ફક્ત 20 લોકોને આ બીમારી
વર્ષ 2019માં આ ગુનામાં વ્યક્તિનું ડ્રાઈવિંગ લાઈસન્સ રદ કરી નાખવામાં આવ્યું હતું. આ સાથે જ તેના પર ભારે દંડ પણ કરાયો હતો. પછી વર્ષ 2022માં જ્યારે તેને કોર્ટમાં રજૂ કરાયો તો ત્યાં તેના વકીલે કહ્યું કે ત્રણ ડોક્ટરો દ્વારા વ્યક્તિનો ઓટો બ્રુઅરી સિન્ડ્રોમ ટેસ્ટ કરવામાં આવ્યો છે જેમાં તેની બીમારી ખબર પડી છે. તેના મેડિકલ રિપોર્ટના આધારે વ્યક્તિને છોડી મૂકવામાં આવ્યો. ડોક્ટરોના જણાવ્યાં મુજબ દુનિયામાં ફક્ત 20 લોકો આ બીમારીથી પીડિત છે. જો કે ડોક્ટરોનું કહેવું છે કે આ બીમારીથી પીડિત લોકોની સંખ્યા વધુ પણ હોઈ શકે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news