Hyundai એ રજૂ કરી પોતાની સૌથી નાની SUV, ફીચર્સ અને કિંમત જાણીને ખુશ થઈ જશે દિલ!

દક્ષિણ કોરિયાની દિગ્ગજ કાર નિર્માતા કંપની હ્યુન્ડાઇ મોટર્સ (Hyundai Motors)એ આખરે તેની લેટેસ્ટ અને અત્યાર સુધીની સૌથી નાની SUV Casper લોન્ચ કરી છે. આ માઈક્રો SUV કંપનીના વૈશ્વિક પોર્ટફોલિયોમાં સૌથી નાની હશે અને Venue SUVની નીચે તેને સ્થાન મળશે. હ્યુન્ડાઇ સપ્ટેમ્બર 2021માં કોરિયામાં આ નાની SUVનું મોટા પાયે ઉત્પાદન શરૂ કરી રહી છે. કંપની સૌથી પહેલા આ માઈક્રો SUVનું વેચાણ કોરિયામાં શરૂ કરશે. આ પછી, તેને વર્ષ 2022 સુધીમાં ભારતમાં લોન્ચ કરવામાં આવે તેવી અપેક્ષા છે.

Hyundai એ રજૂ કરી પોતાની સૌથી નાની SUV, ફીચર્સ અને કિંમત જાણીને ખુશ થઈ જશે દિલ!

નવી દિલ્હીઃ દક્ષિણ કોરિયાની દિગ્ગજ કાર નિર્માતા કંપની હ્યુન્ડાઇ મોટર્સ (Hyundai Motors)એ આખરે તેની લેટેસ્ટ અને અત્યાર સુધીની સૌથી નાની SUV Casper લોન્ચ કરી છે. આ માઈક્રો SUV કંપનીના વૈશ્વિક પોર્ટફોલિયોમાં સૌથી નાની હશે અને Venue SUVની નીચે તેને સ્થાન મળશે. હ્યુન્ડાઇ સપ્ટેમ્બર 2021માં કોરિયામાં આ નાની SUVનું મોટા પાયે ઉત્પાદન શરૂ કરી રહી છે. કંપની સૌથી પહેલા આ માઈક્રો SUVનું વેચાણ કોરિયામાં શરૂ કરશે. આ પછી, તેને વર્ષ 2022 સુધીમાં ભારતમાં લોન્ચ કરવામાં આવે તેવી અપેક્ષા છે.

ભારતીય બજારમાં કંપની આ નાની નવી AX1 SUVને અલગ નામથી લોન્ચ કરી શકે છે. હ્યુન્ડાઈની આ માઈક્રો SUVની કિંમત પણ ખૂબ જ સસ્તી રાખશે. આ માઈક્રો SUVને હ્યુન્ડાઇએ તેના K1 કોમ્પેક્ટ કાર પ્લેટફોર્મ પર ડિઝાઈન કરી છે. હ્યુન્ડાઈ આ પ્લેટફોર્મનો ઉપયોગ તેની લોકપ્રિય હેચબેક કાર Santro અને Grand i10 Niosમાં પણ કરે છે.

આકર્ષક લુક અને ડિઝાઈન-
ડિઝાઇન વિશે વાત કરીએ તો, હ્યુન્ડાઈ કેસ્પર ખુબ જ યુનિક દેખાવ અને ડિઝાઈન ધરાવે છે. કારને રેટ્રો-થીમ આધારિત સ્ટાઇલ આપવામાં આવી છે જે નીચે બમ્પર પર ગોળાકાર હેડલેમ્પ્સ અને ટોચ પર LED DRL છે, જ્યારે પાછળના બમ્પરને ફોક્સ સિલ્વર સ્કિડ પ્લેટ્સ અને જ્વેલ થીમ આધારિત LED લાઇટ્સ આપવામાં આવી છે. LED રિંગ્સ સાથે મુખ્ય ગોળ હેડલેમ્પ્સ બમ્પર્સમાં રાખવામાં આવ્યા છે. દરવાજાના હેન્ડલ્સ કારના સી-પિલરમાં છુપાયેલા છે. અને તેને ત્રણ દરવાજાની માઇક્રો-એસયુવી જેવો દેખાવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. કારમાં રૂફ રેલ અને સ્ટાઇલિશ ડ્યુઅલ ટોન એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર, કેસ્પરની લંબાઈ 3,595 mm, પહોળાઈ 1,595 mm અને ઉંચાઈ 1,575 mm છે. કારમાં 2,400 મીમીનું વ્હીલબેઝ મળે છે. રિપોર્ટ અનુસાર, જો આ આંકડા સાચા છે, તો હ્યુન્ડાઇ કેસ્પર હાલની સેન્ટ્રો હેચબેક કરતા થોડી નાની અને પાતળી હશે, જેની લંબાઈ 3,610 મીમી, પહોળાઈ 1,645 મીમી અને ઉંચાઈ 1,560 મીમી છે.

ઈન્ટીરિયર અને ફીચર્સ-
હ્યુન્ડાઈએ હજુ સુધી કેસ્પરની ઈન્ટીરિયરની ડિઝાઈન જાહેર કરી નથી. જો કે, કારની અગાઉની સ્પાઈ તસવીરો સૂચવે છે કે માઈક્રો-એસયુવી ઈન્ટીરિયર માટે સફેદ સીટ સાથે આવશે. ઉપરાંત, ડેશબોર્ડમાં ફ્રી સ્ટેન્ડિંગ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ હશે. અન્ય હ્યુન્ડાઇ કારની જેમ, કેસ્પર એસયુવીમાં પણ કનેક્ટેડ કાર ટેકનોલોજી સહિત અનેક સુવિધાઓ મેળવવાની અપેક્ષા છે.

એન્જીન અને પાવર-
આંતરરાષ્ટ્રીય બજારમાં કેસ્પરને 1.0 લીટર સ્માર્ટસ્ટ્રીમ પેટ્રોલ એન્જીન સાથે લોન્ચ કરવામાં આવશે. આ એન્જીન 76 PSનો અધિક્તમ પાવર અને 95 NMનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ એક નેચરલી એસ્પિરેટેડ એન્જીન છે જેની સાથે 4 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન ગીયરબોક્સ મળે છે.

મળતી માહિતી મુજબ, હ્યુન્ડાઇ કેસ્પર ભારતમાં બે પેટ્રોલ એન્જીન વિકલ્પો સાથે આવે તેવી સંભાવના છે. જેમાંથી નેચરલી એસ્પાયર્ડ હશે અને બીજું ટર્બો એન્જીન હશે. તેમાં 1.1 લીટર અને 1.2-લીટર એન્જીન હશે. 1.1 લીટર 69 PSનો મહત્તમ પાવર અને 99 Nm ટોર્ક જનરેટ કરશે. આ એ જ એન્જીન છે જેનો ઉપયોગ સેન્ટ્રોમાં કરવામાં આવ્યો છે. 1.2-લીટર એન્જીન 83 PSનો મહત્તમ પાવર અને 114 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જીન હ્યુન્ડાઇ વેન્યુ, ગ્રાન્ડ આઇ 10 નિઓસ, આઇ 20, ઓરા અને કિયા સોનેટ જેવી ઘણી કારોમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. બંને એન્જીન 4 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે આપવામાં આવશે.

કેટલી હશે કિંમત-
કેસ્પરનું ઉત્પાદન ગ્વાંગજૂ ગ્લોબલ મોટર્સમાં કરવામાં આવશે. આ પ્લાન્ટમાં વર્ષ 2021માં 12,000 યુનિટ્સનું ઉત્પાદન કરશે. કંપની મુજબ 2022માં ઉત્પાદન 70,000 યુનિટ્સ સુધી વધી જશે. રિપોર્ટ મુજબ, કેસ્પરની કિંમત 8-10 મિલિયન વોન છે. ભારતીય કિંમત મુજબ 5.15-6.50 લાખ કિંમત રહી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news