TMKOC: 'તારક મહેતા'ના ટપુડા સાથે પ્રેમ સંબંધની વાતો પર ભડકી ગયા 'બબીતાજી', કહ્યું- 'શરમ આવે છે મને...'

ટીવીની લોકપ્રિય કોમેડી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah)માં બબીતાજીનું પાત્ર ભજવનારી અભિનેત્રી મુનમુન દત્તાએ સોશિયલ મીડિયા પર ખુબ નારાજગી વ્યક્ત કરી છે.

TMKOC: 'તારક મહેતા'ના ટપુડા સાથે પ્રેમ સંબંધની વાતો પર ભડકી ગયા 'બબીતાજી', કહ્યું- 'શરમ આવે છે મને...'

નવી દિલ્હી: ટીવીની લોકપ્રિય કોમેડી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah)માં બબીતાજીનું પાત્ર ભજવનારી અભિનેત્રી મુનમુન દત્તાએ સોશિયલ મીડિયા પર ખુબ નારાજગી વ્યક્ત કરી છે. વાત જાણે એમ છે કે આ નારાજગી લોકો તેને જે રીતે ટ્રોલ કરી રહ્યા છે તેના પર છે. હાલમાં જ કેટલાક રિપોર્ટ્સમાં એવો દાવો કરાયો હતો કે મુનમુન દત્તા તારક મહેતા સિરિયલમાં ટપુની ભૂમિકા ભજવતા રાજ અનડકટ સાથે કથિત રીતે પ્રેમમાં છે. ત્યારબાદ લોકોએ મુનમુન દત્તાને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ. 

ભડકી ગયેલી મુનમુન દત્તાએ ઈન્સ્ટાગ્રામ પર એક નોટ શેર કરી છે. જેમાં તેણે લખ્યું છે કે 'તમામ સામાન્ય લોકો માટે...મને તમારી પાસેથી વધુ સારાની અપેક્ષા હતી પરંતુ તમે લોકોએ કમેન્ટ સેક્શનમાં જે ગંદકી ફેલાવી છે, કથિત ભણેલા લોકોએ પણ, તેનાથી ખબર પડે છે કે કેટલી પછાત સોચનો સમાજ છીએ આપણે. માત્ર મારી મજા માટે મહિલાઓને સતત તેમની ઉંમર અને સંબંધોને લઈને નીચી દેખાડવામાં આવે છે. પછી ભલે તમારા મજાના ચક્કરમાં કોઈ વ્યક્તિ મેન્ટલ બ્રેકડાઉનની સ્થિતિમાં જ કેમ ન પહોંચી જાય.'

મુનમુમ દત્તા આટલે જ ન અટકી. તેણે વધુમાં લખ્યું કે '13 વર્ષ સુધી મનોરંજન કર્યું છે પરંતુ કોઈની ઈજ્જતના ચિથરા ઉડાવતા તમને 13 મિનિટ પણ ન લાગી. આથી જો આગામી વખતે કોઈ ડિપ્રેશનમાં જતું રહે કે આત્મહત્યા કરી લે, તે પહેલા થોભો અને વિચારો કે શું તમારા શબ્દો કોઈ વ્યક્તિને આવું પગલું ભરવા માટે મજબૂર તો નથી કરતું. આજે મને મારી જાતને ભારતની દીકરી કહેવા પર શરમ આવી રહી છે.'

અત્રે જણાવવાનું કે મુનમુન દત્તા વર્ષ 2008થી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલનો ભાગ રહી છે. જ્યારે રાજ અનડકટે 2017માં શોમાં એન્ટ્રી કરી હતી. તેણે શોમાં અભિનેતા ભવ્ય ગાંધીને રિપ્લેસ કર્યો હતો. આ બંને વચ્ચે કથિત અફેરની ખબરો ફેલા લોકો મુનમુન દત્તાને તેની ઉંમરને લઈને ટ્રોલ કરી રહ્યા છે. મુનમુન દત્તા 33 વર્ષની છે જ્યારે રાજ અનડકટની ઉંમર 24 વર્ષ છે. આવામાં બંને વચ્ચે 9 વર્ષનો ગેપ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news