Massage News

પ્રશાંત ઉપાધ્યાય યુવતીઓને મસાજ કરવા બોલાવતો અંદર અને પછી આ રીતે આચરતો કામલીલા
બગલામુખીનો ઢોંગી મહંત અને પોતાને તાંત્રિક ગણાવતા પ્રશાંત ઉપાધ્યાયના પાપનો ઘડો હવે ભરાઈ ગયો છે. રોજેરોજ લંપટ પ્રશાંતના કાળા કારનામા બહાર આવી રહ્યા છે, ત્યારે આજે દુષ્કર્મના ગુનામાં પોલીસ દ્વારા પ્રશાંતને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે પ્રશાંતના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. બગલામુખીના પાખંડી તાંત્રિક પ્રશાંત ઉપધ્યાયનો એક સમય એવો હતો કે, જ્યારે શહેરની મોટીમોટી હસ્તીઓ તેના આશીર્વાદ લેવા માટે પડાપડી કરતી હતી પરંતુ આજે એજ પ્રશાંતને જુઓ તો ઓળખી ન શકાય તેવી સ્થિતિમાં તે મુકાયો છે. જેની પાછળનું મુખ્ય કારણ તેના કાળા કારનામા છે. પ્રશાંત પોતાને મહાન તાંત્રિક ગણાવી લોકોના અંધવિશ્વાસનો ગેરલાભ ઉઠાવતો હતો. તંત્ર મંત્ર તેમજ અતિ લાભદાયી યંત્રોની લાલચ આપી લોકો સાથે છેતરપીંડી આચારતો હતો. એટલું જ નહીં પોતાની જ સેવિકા સાથે કરેલા દુષ્કર્મના ગુનાએ આખરે તેને જેલના સળીયા પાછળ ધકેલી દીધો.
Nov 8,2020, 19:50 PM IST
ટ્રેનમાં યાત્રીઓની માલિશની સુવિધાનું બાળ મરણ, નાગરિકોની ટીકા બાદ નિર્ણય
પશ્ચિમ રેલ્વેએ મધ્યપ્રદેશની આર્થિક રાજધાની ઇંદોરથી ચાલતી 39 રેલગાડીઓમાં મુસાફરી દરમિયાન યાત્રીને માલિશની સુવિધા આપીને વધારાની કમાણી કરવાનાં પ્રસ્તાવને પરત લેવાનો નિર્ણય લેવાયો છે. રેલવેએ આ પ્રસ્તાવને સમાજનાં અલગ અલગ તબક્કાનાં લોકોએ વિવાદાસ્પદ ગણાવતા તેના પર સવાલ ઉઠાવ્યા હતા. પશ્ચિમ રેલવેએ નિર્ણયની જાહેરાત કરતા કહ્યું કે, રતલામ મંડલે ઇંદોરથી ચાલતી 39 ટ્રેનોમાં યાત્રીઓને માલિશની સુવિધા આપવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો હતો. જો કે જેમ કે આ ઉચ્ચ અધિકારીઓ પાસે પહોંચ્યો, તેને પરત લેવાનો નિર્ણય લેવામાં આવ્યો. પશ્ચિમ રેલવે ગ્રાહકોની સલાહનો આદર કરે છે અને તેના પર સમયાંતરે પગલા ઉઠાવીને તેને લાગુ પણ કરે છે. 
Jun 15,2019, 22:42 PM IST

Trending news