Kinjal patel News

PAASની બેઠકમાં પહોંચી હાર્દિકની પત્ની કિંજલ, કહ્યું-20 દિવસથી મારા પતિ ઘરે
હાર્દિક પટેલ (Hardik Patel) ની વધતી મુશ્કેલીઓને લઈ પાસની અમદાવાદ (Ahmedabad) ના વસ્ત્રાલ ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં હાર્દિકની પત્ની કિંજલ પટેલ, અલ્પેશ કથીરિયા, મનોજ પનારા સહિતના પાસ કન્વીનર હાજર રહ્યા હતા. બેઠકમાં અલ્પેશ કથીરિયા (Alpesh Kathiriya) એ ગુજરાત સરકાર પર આરોપ મૂકતા કહ્યું કે, અમારા પર ખોટા કેસ કરવામાં આવ્યા છે. હાર્દિક પર સરકારે સકંજો કસ્યો છે. સરકારે પાટીદાર યુવાનો સામે કેસ પાછા ખેંચવાની જાહેરાત કરી. પરંતુ તેનો અમલ માત્ર કાગળ પર થયો છે. અલ્પેશ કથીરિયાએ કહ્યું કે પાટીદારો પર દમનના કેસમાં પોલીસ સામે પગલાં લેવાઈ નથી રહ્યાં અને પાટીદાર યુવાનોને જ પરેશાન કરવામાં આવી રહ્યા છે. તો આ બેઠકમાં હાજર રહેલ હાર્દિક પટેલની પત્ની કિંજલ પટેલે (Kinjal Patel) નિવેદન આપ્યું કે, આપણો સમય આવશે ત્યારે આ તાનાશાહોના સરનામાં બદલાવી નાંખીશુ. હજુ પણ 50% સફળતા મળવાની બાકી છે. હજુ પણ આપણા યુવાનો પર ખોટા કેસો લાગેલા છે. સમાજની વાત આવે ત્યારે ભાજપ-કોંગ્રેસ છોડી એક થવું જોઈએ. 20 દિવસથી હાર્દિક ઘરે નથી આવ્યા.
Feb 10,2020, 15:56 PM IST
Zee 24 Kalakની હાર્દિક પટેલના પત્ની કિંજલ પટેલ સાથે ખાસ વાત, જુઓ Video
ગુજરાતની ભાજપા સરકાર હાર્દિક સાથે કિન્નાખોરી ભર્યુ વર્તન કરતી હોવાનો આક્ષેપ કિંજલ પટેલે કર્યો. ઝી ચોવિસ કલાક સાથેની ખાસ વાતચીતમાં હાર્દિકનાં પત્ની કિંજલે કહ્યુ કે ગુજરાત કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ સામે સેશન્સ કોર્ટે બીન જામીન પત્ર વોરંન્ટ ઇશ્યુ કર્યુ છે અને પોલીસ તેમની શોધ ખોળ કરી રહી છે. છેલ્લે 18 જાન્યુઆરીના રોજ હાર્દિક ઘરેથી નિકળ્યો અને સાંજે પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્યારથી હાર્દિક ઘરે આવ્યા નથી કે તેમનો કોઇ પત્તો નથી. કિંજલે ઉમેર્યુ કે સરકાર કિન્નાખોરી રાખી તેમના પરિવારને હેરાન કરી રહી છે. અવાર નવાર પોલીસ તેમના ઘરે આવી શોળખોળ કરે છે અને હેરાન કરે છે. જો કે તે અને તેમનો પરિવાર સરકારની કિન્નાખોરીથી ડરશે નહી. હાર્દિક યુવા અને ખેડૂતનો અવાજ છે માટે સરકાર તેને લોકો વચ્ચે જતો અટકાવી રહી છે.
Feb 8,2020, 20:35 PM IST

Trending news