ગુજરાતનું હવામાન News

100-120 કિ.મીની ઝડપે પવન ફંકાશે! ચક્રવાત નહીં ફટાય તો ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદ
Gujarat Weather Forecast: ગુજરાતમાં માવઠા સાથે ત્રાટકેલા વાવાઝોડાથી થયેલી નુકસાનીનો સર્વે પૂરો નથી થયો ત્યાં ગુજરાતના ખેડૂતો માટે વધુ એક મોટા સમાચાર આવી રહ્યા છે. ગુજરાત પર એક મોટું વાવાઝોડું ત્રાટકી શકે છે. જી હા,,, ભારત સરકારના હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે કે આવતા અઠવાડિયા બંગાળની ખાડીમાં એક ભયાનક વાવાઝોડું આકાર લઈ રહ્યું છે અને તેનાથી ઓડિશા, મહારાષ્ટ્ર તેમજ આપણું ગુજરાત પ્રભાવિત થશે. 26 મેથી 4 જૂન દરમિયાન ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળશે અને ભારે વરસાદ પણ પડશે. પશ્વિમ બંગાળમાં 100થી 120 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી આપવામાં આવી છે. જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં વરસાદ સાથે ભારે તોફાનની આગાહી આપી છે. 22મી મેની આસપાસ બંગાળની ખાડીમાં ભીષણ ચક્રવાત આકાર લેશે અને મે મહિનાના અંતમાં કે જૂન મહિનાની શરૂઆતમાં આ વાવાઝોડું ગુજરાત પર ત્રાટકશે. તો એક વાવાઝોડાની નુકસાનીનો સર્વે પૂરો નથી થયો ત્યાં તો ગુજરાત પર વધુ એક ચક્રવાતનો ખતરો મંડરાઈ રહ્યો છે. 
May 19,2024, 18:33 PM IST
છાતીના પાટિયા પાડે દે તેવી અંબાલાલની ફરી આગાહી! આ તારીખે આવશે કડાકા ભડાકા સાથે વરસાદ
May 18,2024, 18:57 PM IST
બે દિવસ બાદ ગુજરાતીઓ સાવધાન રહેજો! એક બે નહીં, 4 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓ થશે તરબોળ
Gujarat Weather:  ગુજરાતના વાતાવરણમાં જોરદાર મોટો પલટો આવવાનો છે. ભર ઉનાળે વાદળો બંધાશે અને વરસાદ આવશે. ગુજરાતમાં આંધી અને તોફાન સાથે વરસાદ આવશે તેવી અંબાલાલ પટેલની આગાહી છે.  ભરઉનાળે ગુજરાતમાંમાં માવઠાની આગાહી કરીને ખેડૂતોની ઉંઘ હરામ કરી દીધી છે. આજથી બે દિવસ આકરી ગરમી બાદ કમોસમી વરસાદ પડશે. ત્રણ દિવસ બાદ પ્રિમોનસૂન એક્ટિવિટી શરૂ થશે. 11થી 13 તારીખ દરમિયાન કમોસમી વરસાદ પડશે. રાજસ્થાન, MP, અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થતા વાતાવરણ પર અસર પડી રહી છે. 11 તારીખે નર્મદા, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે. 12મીએ અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણમાં વરસાદ રહેશે. 13મી મેએ સુરત, નર્મદા, દાહોદ, વલસાડ, નવસારી, દમણ, દાદારાનાગર હવેલી, સાબરકાંઠા સહિત વરસાદ રહેશે.
May 9,2024, 17:15 PM IST

Trending news