પોતાની જ બહેનનો ગેંગરેપ કરતા હતા બે ભાઇ, પ્રેગ્નેંટ થઇ તો માતાએ પુત્રોની કરાવી ધરપકડ

sister became pregnant: યૂપીના ગાજિયાબાદમાં બે ભાઇ ગત એક વર્ષથી પોતાની સગીર બહેન સાથે ગેંગરેપ કરી રહ્યા હતા. પરિવારને આ વિશે કોઇ જાણકારી ન હતી. જ્યારે છોકરીને અચાનક પેટમાં દુખાવો થયો અને હોસ્પિટલમાં અલ્ટ્રાસાઉન્ડ કરવામાં આવ્યું તો ભાઇઓની કરતૂત સામે આવી. માતાએ પોતે પુત્રો વિરૂદ્ધ એફઆઇઆર નોંધાવીને તેમની ધરપકડ કરાવી લીધી. કેસની તપાસ ચાલુ છે. 

પોતાની જ બહેનનો ગેંગરેપ કરતા હતા બે ભાઇ, પ્રેગ્નેંટ થઇ તો માતાએ પુત્રોની કરાવી ધરપકડ

Two brothers raped their own sister: ઉત્તર પ્રદેશના ગાજિયાબાદમાં પોલીસે બે ભાઇઓની ધરપકડ કરી લીધી છે. આરોપ છે કે બંનેએ પોતાની બહેન સાથે ગેંગરેપ કર્યો. ગત એક વર્ષથી સતત તે તરૂણ બહેનની સાથે કુકર્મ આચરી રહ્યા હતા. માતા પિતાને આ વાતની ખબર ત્યારે પડી જ્યારે છોકરી પ્રેગ્નેંટ થઇ. હવે માતા પિતાએ પોતાના પુત્રો વિરૂદ્ધ કેસ દાખલ કરાવીને તેમની ધરપકડ કરી છે. બંને આરોપી ભાઇઓ તરૂણ છે. 

કેસ સાહિબાબાદ સ્થિત ટીલામોડ પોલીસમથકનો છે. અહીંબે ભાઇ એક વર્ષથી પોતાની 13 વર્ષની બહેન સાથે ગેંગરેપ કરી રહ્યા હતા. એક દિવસ અચાનક છોકરીની તબિયત બગડી. તેને હોસ્પિટલ લઇ જવામાં આવી. તે કહી રહી હતી કે તેને પેટમાં દુખે છે. ડોક્ટરે અલ્ટ્રાસાઉન્ડ કર્યું તો ખબર પડી કે છોકરી 22 અઠવાડિયાથી પ્રેગ્નેંટ છે. આ સાંભળતા જ માતા પિતાના હોશ ઉડી ગયા. 

તેમણે પુત્રીને આ વિશે પૂછ્યું તો તે રડવા લાગી. તેણે કહ્યું કે બંને ભાઇ એક વર્ષથી મારી સાથે ખોટી હરકત કરી રહ્યા હતા. મેં ના પાડી હતી તો તે મને ધમકાવતા હતા. પુત્રીની વાત સાંભળીને માતાએ તાત્કાલિક પુત્રેને ફોન લગાવ્યો. તેમને આ વિશે પૂછ્યું. પહેલાં બંને ભાઇ ટાળતા રહ્યા. પરંતુ પછી જ્યારે માતાએ જણાવ્યું કે તેમની બહેન પ્રેગ્નેંટ થઇ ગઇ છે. બંને ભાઇ ડરી ગયા. તેમણે માતા સમક્ષ સ્વિકાર્યું કે તે જ બહેન સાથે હરકત કરતા હતા. 

માતાએ કરાવી પુત્રોની ધરપકડ 
ત્યારબાદ માતાએ બંને પુત્રો વિરૂદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. પોલીસે કેસ દાખલ કરી બંને ભાઇઓની ધરપકડ કરી લીધી. પોલીસનું કહેવું છે કે બંને ભાઇઓની ધરપકડ કરી તેમની પૂછપરછ કરવામાં આવી છે. કિશોરીના નિવેદનને નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવશે. 

શું કહ્યું ડોક્ટરે 
ડોક્ટરે કહ્યું કે છોકરીને જ્યારે હોસ્પિટલ લાવવામાં આવી તો તેનું પેટ ફૂલી ગયું હતું. છોકરી કહી રહી હતી કે તેને પેટમાં દુખાવો થાય છે. અમે અલ્ટ્રાસાઉન્ડ કરાવ્યું તો તે 22 અઠવાડિયા સુધી પ્રેગ્નેટ નિકળી. બાળકીની ઉંમર ખૂબ નાની છે. એવામાં તેનું આ પ્રકારે પ્રેગ્નેંટ થવું અમારા માટે આશ્વર્યચકિત કરી દેનાર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news