RR vs RCB: આરસીએ કેચના લીધે ગુમાવી મેચ? વિરાટે વેઠ વાળી, 12 ઓવર એકલો રમ્યો..

IPL 2024 RR vs RCB: રોયલ ચેલેંજર્સ બેંગલુરૂએ આઇપીએલ 2024 માં ચોથો મુકાબલો ગુમાવી દીધો. આ વખતે બેંગલુરૂએ રાજસ્થાન વિરૂદ્ધ હારનો સામનો કરવો પડયો. આ મેચમાં આરસીબી હારના ઘણા કારણો છે. 

RR vs RCB: આરસીએ કેચના લીધે ગુમાવી મેચ? વિરાટે વેઠ વાળી, 12 ઓવર એકલો રમ્યો..

RCB Mistakes: રોયલ ચેલેંજર્સ બેંગલુરૂએ આઇપીએલ 2024 માં સતત ત્રીજી અને ઓવરઓલ ચોથો મુકાબલો ગુમાવી દીધો છે. આ વખતે રાજસ્થાન રોયલ્સે બેંગલુરૂને હરાવ્યું. રાજસ્થાનના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલા આ મુકાબલામાં આરસીબીએ 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. બેંગલુરૂએ પહેલાં બેટીંગ કરતાં 20 ઓવરમાં 183/3 રન બોર્ડ પર લગાવ્યા હતા, પરંતુ તેમછતાં પણ ટીમને હારનો સામનો કરવો પડ્યો? તો આવો જાણીએ બેંગલુરૂની હારના મુખ્ય કારણો... 

સારી શરૂઆત છતાં ઓછો રહ્યો ટાર્ગેટ
પહેલાં બેટીંગ કરવા ઉતરેલી આરસીબીએ શાનદાર શરૂઆત કરી હતી. વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસે પહેલી વિકેટ માટે 125 (84 બોલ) રનની ભાગીદારી કરી. પરંતુ ડુ પ્લેસિસના આઉટ થયા બાદ બેટીંગ કરવા માટે બેટ્સમેન રન બનાવી શકયા નહી, જેના લીધે ટીમ 200 રનના આંકડાને પાર કરી શકી નહી. કેપ્ટનની વિકેટ પડ્યા બાદ આવેલા ગ્લેન મેક્સવેલ ફક્ત 01 રન બનાવીને આઉટ થયા. આ ઉપરાંત સૌરવ ચૌહાણ 1 સિક્સરની મદદથી 09 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા કેમરૂન ગ્રીન 5 (અણનમ) બનાવી શક્યા. 

20 માંથી 12 ઓવર એકલા રમ્યા
વિરાટ કોહલીએ 113 રનની અણનમ ઇનિંગ દરમિયાન 72 બોલ એકલા રમ્યા હતા. 72 બોલ એટલે કે 12 ઓવર. વિરાટ કોહલી સિવાય ટીમના અન્ય બેટ્સમેનોએ માત્ર 8 ઓવર જ રમી છે. વિરાટ કોહલીની જરૂરિયાત કરતાં ધીમી બેટિંગ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ટીમને વધુ સારું પરિણામ આપી શકી નથી. વિરાટ કોહલી પોતાની ઇનિંગ્સ દરમિયાન શરૂઆતમાં ખૂબ જ ડિફેંસિવ રીતે રમી રહ્યો હતો.

બીજી ઇનિંગમાં ઝાકળે કરી સરળ બેટીંગ
બેંગલુરૂના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે મેચ બાદ જણાવ્યું કે 'પહેલી ઇનિંગમાં વિકેટ મુશ્કેલ હતે. તેમણે જણાવ્યું કે ઝાકળ સાથે બીજી ઇનિંગમાં બેટીંગ કરવી સરળ હતી. ઝાકળના લીધે બોલર કંટ્રોલ ગુમાવી બેઠા હતા. 

છઠ્ઠી ઓવરમાં મયંક ડાગરે 20 રન આપ્યા
184 રનના લક્ષ્યાંકનો પીછો કરવા આવેલી રાજસ્થાનની ટીમ પ્રથમ 5 ઓવરમાં માત્ર 34 રન જ બનાવી શકી હતી. પરંતુ છઠ્ઠી ઓવરમાં આવેલા મયંક ડાગરે 20 રન આપ્યા અને મોમેંટમ રાજસ્થાન તરફ જતો રહ્યો. મેચ બાદ કેપ્ટન ડુ પ્લેસિસે આ વાત પર પ્રકાશ પાડતાં કહ્યું કે મયંક ડાગરની 20 રનની ઓવરે ગતિ છીનવી લીધી અને અમારા પર દબાણ લાવી દીધું.

એકદમ ખરાબ ફિલ્ડીંગ
બેંગલુરૂએ રાજસ્થાન વિરૂદ્ધ એકદમ સાધારણ ફીલ્ડીંગ કરી. ટીમે કેચ પણ છોડ્યા. જે કદાચ તેમને મેચ બીજી તરફ લઇ ગયા. મેચ બાદ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે કહ્યું કે ''ફિલ્ડીંગ સરેરાશ હતી, આ વિશે અમે વાત કરી, અમે કામ કરીશું અને તેમાં સુધારો લાવવાનો પ્રયત્ન કરીશું. કેચ વિશે ચિંતા નથી, મેદાન પર તેજી બતાવવાની વાત છે.'' 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news