હોળી બાદ બની રહ્યો છે 'ડબલ ગજકેસરી યોગ', આ જાતકો કરિયરમાં કરશે પ્રગતિ, ભાગ્યનો મળશે સાથ

Gaj Kesari Yog: ચંદ્રમા હોળી બાદ તુલા રાશિમાં ડબલ ગજકેસરી યોગ બનાવી રહ્યાં છે. આ ગજકેસરી યોગનો લાભ ત્રણ જાતકોને સૌથી વધુ મળશે. આ જાતકોનું ભાગ્ય ચમકી જવાનું છે. જેનાથી તમને મોટો લાભ થશે અને તમારું નસીબ ચમકી જશે. જાણી લો આ ગજકેસરી યોગ તમને કેવો ફાયદો કરાવશે. 

હોળી બાદ બની રહ્યો છે 'ડબલ ગજકેસરી યોગ', આ જાતકો કરિયરમાં કરશે પ્રગતિ, ભાગ્યનો મળશે સાથ

Gaj Kesari Yog:  જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 27 માર્ચે ચંદ્રમા તુલા રાશિમાં લગ્ન ભાવમાં પ્રવેશ કરી રહ્યાં છે. આ સાથે ગ્રહોના રાજકુમાર બુધ અને ગુરૂ ચોથા ભાવમાં રહેશે. તેવામાં ચંદ્રમા પર બુધની સાથે સાથે ગુરૂની દ્રષ્ટિ પડી રહી છે, જેનાથી ડબલ ગજકેસરી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. તુલા રાશિમાં ગજકેસરી યોગ બનવાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી જશે.  વૈદિક જ્યોતિષ અનુસાર ચંદ્રમાં અઢી દિવસમાં રાશિ પરિવર્તન કરે છે. તેવામાં કોઈને કોઈ ગ્રહ સાથે યુતિ બને છે, જેનાથી વિવિધ પ્રકારના શુભ અને અશુભ યોગોનું નિર્માણ થાય છે. જ્યાં હોળીના દિવસે ચંદ્રમા કન્યા રાશિમાં રહી કેતુની સાથે યુતિ બનાવી રહ્યાં છે. તેવામાં કેતુને કારણે ચંદ્ર ગ્રહણ લાગી રહ્યું છે. તો હોળી બાદ 27 માર્ચે ચંદ્રમા તુલા રાશિમાં પ્રવેશ કરી રહ્યાં છે. તેવામાં તે ગજ કેસરી યોગનું નિર્માણ કરી રહ્યાં છે. આ ગજકેસરી યોગ 3 રાશિઓને ભારે ફાયદો કરાવી શકે છે. જો તમારી પણ આ રાશિ હોય તો તમને મોટો લાભ થવાની પૂરી શક્યતા છે. 

મકર રાશિ
મકર રાશિના જાતકો માટે ડબલ ગજકેસરી યોગ ખુબ લાભદાયક રહી શકે છે. આ રાશિના જાતકોને અચાનક ધન મળી શકે છે. આગામી 54 કલાક ખુબ મહત્વપૂર્ણ રહી શકે છે. વેપાર અને નોકરીમાં લાભ મળી શકે છે. ચંદ્રમાની ચોથા ભાવમાં દ્રષ્ટિ પડવાને કારણે ઘરમાં સુખ-શાંતિ રહેશે. નવુ વાહન કે સંપત્તિ ખરીદી શકો છો. આ સાથે ઘરમાં કોઈ માંગલિક કાર્ય થઈ શકે છે. આ સાથે નવો બિઝનેસ, કારોબાર કે પછી નોકરી માટે સમય સારો રહેવાનો છે. તમને અચાનક ધન લાભ થવાની સાથે દરેક ક્ષેત્રમાં લાભ મળશે. લોકોનો સહયોગ મળશે, જેનાથી તમારા અટવાયેલા કામ પૂરા થઈ શકે છે. 

તુલા રાશિ
આ રાશિના જાતકો માટે ડબલ ગજકેસરી યોગ લાભકારી રહેશે. તેવામાં આ રાશિના જાતકોને ધન સંપત્તિની પ્રાપ્તિ સાથે અટવાયેલા કામ પૂરા થશે. ભગવાન શિવની કૃપાથી દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. લગ્ન ભાવમાં ચંદ્રમા હોવાથી માનસિક તણાવમાંથી મુક્તિ મળશે. લવ લાઇફ પણ સારી રહેવાની છે. ઉચ્ચ શિક્ષણ સંબંધિત નિર્ણય લઈ શકો છો. આવનારા સમયમાં તમને લાભ મળશે. ચંદ્રમાની દ્રષ્ટિ સપ્તમ ભાવમાં પડવાથી લગ્નનો યોગ બની રહ્યો છે. તમને આર્થિક ફાયદો થવાની પણ સંભાવના છે. તમારા અટકી પડેલા કેટલાક કામો હાલના સમયમાં ઉકલી જશે. 

વૃશ્ચિક રાશિ
આ રાશિના જાતકોને ડબલ ગજકેસરી યોગથી ફાયદો થશે. આ રાશિમાં ચંદ્રમા 12માં ભાવમાં રહેશે. તેવામાં વિદેશ જવાની તક મળી શકે છે. આ સાથે વિદેશમાં વેપાર કે પછી ત્યાં રહેવાનો પ્લાન બની શકે છે. રોકાણ કરવાથી લાભ થઈ શકે છે. આ સાથે લવ લાઇફ સારી રહેવાની છે. પ્રેમ લગ્નનો યોગ બની રહ્યો છે. વેપારમાં ખુબ લાભ થવાનો છે. ભાગીદારીમાં ધંધો કરવાથી નફો થશે. એકાગ્રતા વધશે, જેનાથી તમે દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકો છો. એક મોટા વિચારની સાથે વેપાર કે કરિયર વિશે સારા નિર્ણયો લઈ શકો છો. 

(ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય અને સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લઈ શકો છો.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news