ઘઉં ભરવાની સિઝન સમયે કેવા રહેશે ભાવ, જાણી લો કેવું રહેશે ઉત્પાદન અને હાલમાં શું છે બારમાસી ઘઉંનો ભાવ

Wheat Price Hike : હાલ ઘઉં ભરવાની સીઝન ચાલી રહી છે. ગુજરાતની ગૃહિણીઓ ઘઉં ખરીદવા વેપારીઓ પાસે ભાવતાલ કરાવી રહી છે, ત્યારે સીઝનમાં ઘઉંના કેવા ભાવ ચાલી રહ્યાં છે તે જાણી લો.. હાલમાં ભાવમાં તેજી હોવાથી સિઝન માટે ઘઉં ભરનાર થોડી રાહ જોઈ શકે છે. 

ઘઉં ભરવાની સિઝન સમયે કેવા રહેશે ભાવ, જાણી લો કેવું રહેશે ઉત્પાદન અને હાલમાં શું છે બારમાસી ઘઉંનો ભાવ

wheat season : ઘઉં એ દેશનો મુખ્ય ધાન્ય પાક છે. દેશમાં એક હજાર લાખ ટન અને ગુજરાતમાં 35થી 40 લાખ ટન પાકતા ઘઉં ભરવાની બારમાસી સિઝન હવે શરૂ થશે. ગુજરાતમાં 12 લાખ હેક્ટરમાં આ વર્ષે વાવેતર થયું છે અને 38 લાખ ટન ઉત્પાદન થવાનો સરકારે અંદાજ મૂક્યો છે. ભાવ પણ પ્રતિ મણ 450થી લઈને 650 રૂપિયા સુધીના મળી રહ્યાં છે. દેશમાં ઘઉનું ઉત્પાદન નવો રેકોર્ડ બનાવે તો નવાઈ નહીં સરકારે ઉંચા ઉત્પાદનનો અંદાજ મૂક્યો છે. ગુજરાતમાં ખેડૂતોને હાલમાં ઊંચા ભાવ મળી રહ્યાં છે પણ સિઝન નજીક આવશે એમ ભાવમાં ઘટાડો થશે. ગુજરાતમાં સરકારે 38 લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ મૂક્યો છે. દેશમાં ઘઉંના ઉત્પાદનમાં વધારો સિઝન ભરનાર માટે સારા સમાચાર છે. ઘઉંના ભાવ ગત વર્ષની સમકક્ષ રહે તેવી સંભાવના છે. 

દેશમાં આ વર્ષે 114 મિલિયન ટન ઘઉંના ઉત્પાદનનો અંદાજ

કૃષિ મંત્રાલયની આંકડાકીય માહિતી પ્રમાણે પાક વર્ષ 2023-24 (જુલાઈ-જૂન)ના વર્તમાન રવી મૌસમના અંતિમ સપ્તાહ સુધીમાં દેશમાં ઘઉંના પાકનો કુલ વાવેતર વિસ્તાર 336.96 લાખ હેક્ટર રહ્યો છે, જે એક વર્ષ અગાઉ 335.67 લાખ હેક્ટર હતો. આમ ઘઉંનું વાવેતર ગત વર્ષની સમકક્ષ જ થયું છે.  આ વર્ષે ભારતમાં ઘઉંનું ઉત્પાદન રેકોર્ડ તોડી શકે છે. ખાદ્ય મંત્રાલયનો અંદાજ છે કે વધુ વાવણી અને સામાન્ય હવામાનની અપેક્ષાને કારણે દેશમાં આ વર્ષે 114 મિલિયન ટન ઘઉંનું ઉત્પાદન થઈ શકે છે. ચાલુ પાક વર્ષ 2023-24માં ઘઉંનું આ ઉત્પાદન અત્યાર સુધીનું સૌથી વધુ હશે. રવિ સિઝનની જાન્યુઆરી મહીના સુધીમાં પૂર્ણ થશે  પાક વર્ષ 2022-23 (જુલાઈથી જૂન)માં ઘઉંનું ઉત્પાદન લગભગ 11 કરોડ ટન હતું, જ્યારે અગાઉના વર્ષમાં 10.77 કરોડ ટન ઘઉંનું ઉત્પાદન થયું હતું. અશોકના મીનાના જણાવ્યા અનુસાર આ વર્ષે ઘઉંનું વધુ વાવેતર થશે. જો હવામાન અનુકૂળ રહેશે તો ઉત્પાદન 114 મિલિયન ટન આસપાસ રહેશે. આ અંગે કૃષિ મંત્રાલયનો પણ આવો જ અંદાજ છે. મીનાએ કહ્યું કે ઘઉંના લઘુત્તમ ટેકાના ભાવમાં ગયા વર્ષની સરખામણીમાં 7 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ વર્ષે ઘઉં 2275 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદવામાં આવશે.

આ વર્ષે ચાલુ પાક વર્ષ 2023-24માં 11.4 કરોડ ટન ઘઉંનું ઉત્પાદન થવાનો નવો રેકોર્ડ બની શકે છે. અગાઉ વર્ષ 2022-23માં ઘઉંનું ઉત્પાદન 11.055 કરોડ ટન થયું હતું. જ્યારે તેના અગાઉની વર્ષમાં આ ઉત્પાદન 10.77 કરોડ ટન રહ્યું હતું.ઘઉંના પાકની આ વર્ષની સંભાવનાઓને લઈ કૃષિ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે પાકની સારી સ્થિતિ છે અને અત્યાર સુધીમાં કોઈ જ પ્રકારનું નુકસાન થયું નથી. વર્તમાન સમયમાં ઠંડીની સ્થિતિ ઘઉં તથા અન્ય રવિ પાકો માટે ખૂબ જ સારી છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે હરિયાળી ક્રાંતિએ કૃષિ ઉત્પાદકતા વધારવામાં ખૂબ મહત્વનું યોગદાન આપ્યું છે. આજે અનાજની કુલ ઉપજ પ્રતિ હેક્ટરની દ્રષ્ટિએ 3 ગણી વધી છે. 1960ના મધ્યમાં પ્રતિ હેક્ટર અનાજની ઉપજ 757 કિલો હતી, જે 2021માં વધીને 2.39 ટન થઈ ગઈ છે.

ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન ભારતના આ રાજ્યમાં
ભારત એક કૃષિપ્રધાન દેશ છે, જ્યાં ઘઉં અને ડાંગર સહિત અનેક પ્રકારના પાકની ખેતી કરવામાં આવે છે. તે તેમની નિકાસ પણ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં ઘઉંની સૌથી વધુ ખેતી ક્યાં થાય છે. વિશ્વના ઘણા દેશોમાં ઘઉંનું ઉત્પાદન થાય છે. જેમાંથી સૌથી વધુ ડાંગરનું ઉત્પાદન કરતો દેશ રશિયા છે. સૌથી વધુ ડાંગરનું ઉત્પાદન કરતા દેશોમાં અમેરિકા બીજા સ્થાને છે, જ્યારે ચીન ત્રીજા સ્થાને છે. આ યાદીમાં ભારત ચોથા નંબર પર છે. સૌથી વધુ ડાંગરનું ઉત્પાદન કરતા દેશોમાં અમેરિકા બીજા સ્થાને છે, જ્યારે ચીન ત્રીજા સ્થાને છે. આ યાદીમાં ભારત ચોથા નંબર પર છે. શું તમે જાણો છો કે ભારતનું કયું રાજ્ય છે જ્યાં સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન થાય છે? જો નહીં તો ચાલો તમને જણાવીએ. તમને જણાવી દઈએ કે ભારતમાં ડાંગર પછી ઘઉં એ સૌથી મહત્વપૂર્ણ પાક છે. જેનો સૌથી વધુ વપરાશ ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ રાજ્યોમાં થાય છે. ભારતમાં સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન કરતા રાજ્યની વાત કરીએ તો ઉત્તર પ્રદેશનું નામ સૌથી પહેલા આવે છે. ઉત્તર પ્રદેશ ભારતના કુલ ઘઉંના ઉત્પાદનના 32.42 ટકા ઉત્પાદન કરે છે. જેનું કારણ ત્યાંની આબોહવા અને માટી છે. જે ગંગા અને જમુના જેવી નદીઓના કારણે ફળદ્રુપ છે.

સારી ક્વોલિટીનો અભાવ
ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં આવેલા અરવલ્લી જિલ્લામાં કમોસમી માવઠાના કારણે ઘઉંના ઉત્પાદન ઉપર માઠી અસર પડી છે. પરિણામે સારી ગુણવત્તા વાળા ઘઉંના ઉત્પાદનમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. મોડાસા માર્કેટ યાર્ડમાં મહાશિવરાત્રિ બાદ એક સપ્તાહમાં 28,383 ઘઉંની બોરીની આવક નોંધાઈ છે. આ આવક પૈકી માત્ર 10% એટલે કે 2500 થી 3000 સારી ગુણવત્તા વાળા ઘઉંની આવક થઈ હોવાનું નોંધાયું છે. ખેડૂતોને ઘઉંના અત્યારે એવરેજ ભાવ 455 થી 636 સુધીના મળી રહ્યા છે. પરંતુ સારી ગુણવત્તા વાળા ઘઉંની રોજિંદા માત્ર 300 થી 400 બોરી આવક થઈ રહી છે. માવઠાના કારણે ઘઉંની ગુણવત્તા ઉપર વિપરીત અસર પડતાં ખેડૂતોને પ્રતિ મણ દીઠ રૂ. દોઢસો થી પોણા બસ્સો સુધીની નુકસાની ભોગવી પડતી હોવાની બૂમ ઉઠી છે.

ઠંડું વાતાવરણ ઘઉંના પાક માટે સારું
હાલના ઠંડા હવામાનની સ્થિતિ ઘઉં અને અન્ય રવિ પાક માટે સારી છે. દરમિયાન, કૃષિ મંત્રાલયે ખેડૂતોને વાવણી પૂર્ણ થયા પછી ઘઉંના પાકની કાળજી લેવામાં મદદ કરવા માટે નિયમિત સલાહ આપવાનું શરૂ કર્યું છે. તાજેતરની એડવાઈઝરી 16-30 જાન્યુઆરીના સમયગાળા માટે જારી કરવામાં આવી હતી.

સારી સ્થિતિમાં છે પાક
આ વર્ષે ઘઉંના પાકની સંભાવનાઓ વિશે વાત કરતા કૃષિ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે પાક સારી સ્થિતિમાં છે અને હજુ સુધી પાકને કોઈ નુકસાનના સમાચાર નથી.

ઘઉંના ઉત્પાદનનો બની શકે છે રેકોર્ડ
ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અશોક કે. મીનાએ 3 જાન્યુઆરીએ સંકેત આપ્યો હતો કે દેશ ચાલુ પાક વર્ષ 2023-24માં 11.4 મિલિયન ટન ઘઉંના ઉત્પાદનનો નવો રેકોર્ડ બનાવી શકે છે. જો હવામાનની સ્થિતિ સામાન્ય રહે. પાક વર્ષ 2022-23માં ઘઉંનું ઉત્પાદન રેકોર્ડ 110.55 મિલિયન ટન હતું, જ્યારે ગયા વર્ષે ઉત્પાદન 107.7 મિલિયન ટન હતું.

આગામી સમયમાં તાપમાન સામાન્ય રહેવાની આશા
મંત્રાલયે ખેડૂતોને વાવણીના 40-45 દિવસ સુધીમાં 'નાઈટ્રોજન' ખાતરનો ઉપયોગ પૂર્ણ કરવા જણાવ્યું છે. વધુ સારા પરિણામો માટે ખેડૂતોને સિંચાઈ પહેલા યુરિયાનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવ્યું છે. હવામાન વિભાગે 16-30 જાન્યુઆરી દરમિયાન ભારતના પૂર્વોત્તર અને મધ્ય વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. આગામી સપ્તાહમાં તાપમાન સામાન્ય કરતા ઓછું રહેવાની શક્યતા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news