કેળાની છાલ ન ફેંકશો: સોનાથી પણ કિંમતી છે કેળાની છાલ, જલદી જાણીલો આ ફાયદા

કેળા ખાધા બાદ કેળાની છાલને લોકો કચરા પેટીમાં ફેંકી દેતા હોય છે. પરંતુ કેળા ખાધા બાદ કેળાની છાલને કચરા પેટીમાં ન ફેંકો..કેળાની છાલના અનેક ફાયદા છે, જે તમને નહીં ખબર હોય, પરંતુ કેળાની છાલના ફાયદા જાણવા આ આર્ટિકલ વાંચશો, તો પછી જીવનમાં ક્યારેય કેળાની છાલ તમે નહીં ફેંકી દો.

ઝી બ્યૂરો, અમદાવાદઃ કેળા ખાવા શરીરમાં ખૂબ ફાયદાકારક છે. કેળા ખાવાથી શરીરમાં કેલ્શિયમની કમી નથી આવતી..કેળા તમારૂ વજન વધારવામાં અને શરીરમાં એનર્જી ટકાવી રાખે છે. કેળા ખાવાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી..જો તમે બે કે ત્રણ કેળા ખાઈ લો તો તમારૂ પેટ ફૂલ થઈ જાય છે..પરંતુ શું તમે જાણો છો કે કેળા ખાવા જેટલા ફાયદાકારક છે તેટલી જ તેની છાલ પણ ફાયદાકાર છે..કેળાની છાલનો ઉપયોગ કરશો તે તમને અનેક ફાયદા થશે. એટલે છાલ ફેંકવાનું આજથી જ બંધ કરી દો.


 

વજન ઘટાડો

1/6
image

કેળામાં ઉત્સેચકો સારા પ્રમાણમાં છે. જે તમારા શારીરિક તંત્રને ઉર્જા આપે છે. કેળુ ખાઈને પછી તેની છાલને ફેંકી દેતા હોવ તો હવેથી તેમ ન કરશો. તમે કેળાની છાલ ખાઈને વજન ઓછું કરી શકો છો  કેળાની છાલથી વજન ઘટવાની પ્રક્રિયા વધારે ઝડપી બનશે. ફાયબરને કારણે કેળાની છાલ વજન ઘટાડવામાં પણ મદદરુપ બને છે. અને રોગપ્રતિકારક શક્તિ પણ સારી થાય છે.  

ત્વચા મુલાયમ થશે

2/6
image

ત્વચા સારી દેખાડવી કોને પસંદ ન હોય? ખરાબ ત્વચાને સુંદર બનાવવા લોકો માર્કેટમાંથી મોંધી પ્રોડકટ ખરીદતા હોય છે. પરંતુ કેમિકલ હોવાથી ફાયદાની જગ્યાએ નુકસાન વધુ થાય છે તેવામાં કેળાની છાલ કારગાર સાબિત થાય છે. કેળાની છાલને તમારા ચહેરા પર 2 મિનિટ સુધી મસાજ કરો. પછી ચહેરો ધોઈ લો. તમારો ચહેરો એકદમ મુલાયમ થઈ જશે.

માથાના દુખાવામાં રાહત

3/6
image

માથાનો દુખાવો સામાન્ય સમસ્યા થઈ ગઈ છે અને તેથી જ વારંવાર દવા લેવી પણ યોગ્ય નથી. કારણકે તેના કારણે ઘણી બધી આડઅસર થાય છે. જો માથાનો દુખાવોનું વાસ્તવિક કારણ જોવામાં આવે તો તે લોહીની ધમનીઓમાં ઉદ્ભવતા તણાવને કારણે છે અને કેળાના છાલમાં હાજર મેગ્નેશિયમ ધમનીઓમાં જતા માથાનો દુખાવો અટકાવવામાં મદદ કરે છે. તો કેળાની છાલનો ઉપયોગ કરો અને કેળાની છાલને કપાળ અને ગળા પર ઘસવી અને તેમાં પોટેશિયમ હોય છે જે માથું હળવુ કરે છે અને મનને પણ ઠંડુ પાડે છે અને તેનો ઉપયોગ કરવાથી તમે દવા લીધા વગર માઈગ્રેન અથવા માથાનો દુખાવામાં છૂટકારો મેળવી શકો છો.  

હરસ,મસામાં રાહત આપશે

4/6
image

કેળાની છાલને મસાનો  દુશ્મન મનાય છે. રાત્રે કેળાની છાલને પીડા થથી હોય ત્યા વ્યવસ્થિત રીતે બાંધી રાખશે તો દુખાવામાં રાહત થશે. તમારે 20થી 25 દિવસ સુધી સળંગ છાલનો પ્રયોગ કરશો તો તમને હરસ, મસામાંથી આજીવન મુક્તિ મળશે..

ખીલને કરો બાયબાય

5/6
image

જો તમે ખીલની સમસ્યાથી કંટાળ્યા છો તો કેળાની છાલ તમને ઉપયોગી નીવડે છે. આ માટે કેળાની છાલ પર મધ લગાડીને ખીલ પર હલ્કા હાથે મસાજ કરો અને થોડી વાર પછી મોઢું ધોઈ લેવું. સાથે સાથે બ્લેકહેડની સમસ્યા હોય તો પણ રાહત થશે.

દાંત ચમકશે

6/6
image

હાલના સમયમાં નાની ઉંમરમાં દાંત ખરાબ થવા એ મોટી વાત નથી. ચા, કોફી અને ઘણા પીણાઓના ઉપયોગથી દાંત પીળા થઈ જાય છે. જેથી ઘણીવાર શરમ અનુભવાય છે. આવી સ્થિતિમાં તમે કેળાં ની છાલ નો ઉપયોગ કરી શકો છો. કેળાની છાલને અંદરની તરફથી દાંતો પર રગડવાની છે. પછી દાંત ધોઈ લો. અઠવાડિયામાં એવું 3 વખત કરશો તો દાંત હીરાની જેમ ચમકશે.