મે મહિનો ભારે રહેશે! શું ગુજરાતમાં ફરી તોફાનનાં એંધાણ? જાણો અંબાલાલની મહિનાની ભયાનક આગાહી

Gujarat Weather:  આગાહીકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની અસર જોવા મળવાની આગાહી કરી છે. પરંતુ ત્યાર બાદ વાતાવરણમાં ગરમી વધશે. 28, 29 એપ્રિલથી મધ્ય ગુજરાતનું તાપમાન 42-43 ડિગ્રી રહેવાની શક્યતા છે. તો ઉત્તર ગુજરાતમાં 41 ડિગ્રી રહેવાની શક્યતા છે. તો ઈડર, અમરેલી, જૂનાગઢમાં પણ ગરમી વધુ રહેશે. 29 એપ્રિલથી ફરીથી ગુજરાતમાં વરસાદનો દોર આવશે. 29 એપ્રિલથી વાદળવાયુ અને ગુજરાતનાં કેટલાક ભાગોમાં હળવો વરસાદ પ્રિમોન્સૂન એક્ટિવિટી સાથે રહેવાની શક્યતા છે. 

1/6
image

મે મહિનાની શરૂઆતમાં પણ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે. 4-5-6 મે થી ગુજરાતમાં પુનઃગરમી આવશે. આ દિવસોમાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન પણ થવાનું છે. આ બાદ 10 થી 14 મે વચ્ચે પ્રિમોન્સૂન એક્ટિવિટી ભારે આંધી વંટોળ સાથે રહેવાની શક્યતા છે. તેના બાદ 20 મેથી ફરીથી ગરમી વધશે. આ બાદ ફરીથી  24-25 મેથી પ્રિમોન્સૂન એક્ટિવિટી રહેશે. જેમાં 24 મેથી 4 જુન વચ્ચે આંધીવંટોળ સાથે વરસાદ રહેશે.

2/6
image

જોકે, 7 જૂનથી સાગરમા પવનો બદલાતા ફરી વરસાદ આવશે. 8 થી 14 જૂનમાં આંધીવંટોળ સાથે વરસાદની શક્યતા છે. 17 જૂન બાદ ભારે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે. જેઠ વદમાં શ્રવણ પંચકમાં વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા છે. આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે. 

3/6
image

દેશમાં ગરમીએ 100 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. અનેક જગ્યાએ એપ્રિલ મહિનામાં જ ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે. હવે તો સ્થિતિ એવી છે કે, ઠંડા પ્રદેશો પણ ગરમીમાં શેકાઈ રહ્યાં છે. તો પછી ગુજરાત જેવા સૂકા પ્રદેશનુ શું કહેવું. હવેના દિવસોમાં રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે. ખાસ કરીને પોરબંદર, ભાવનગર અને દીવમાં હીટવેવની આગાહી આવી છે. સૌરાષ્ટ્રમાં 3 દિવસ યલો એલર્ટ જાહેર કરાયું છે. તો અમદાવાદ-ગાંધીનગરમાં 41 ડિગ્રી જેટલું તાપમાન પહોંચી જશે. 

ગરમીથી શેકવવા થઈ જાવો તૈયાર

4/6
image

રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી છે. રાજ્યના કેટલાક ભાગોમાં સખત હીટવેવની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર સહિત દરિયાકાંઠા વિસ્તારમાં હીટવેવની આગાહી કરાઈ છે. પોરબંદર, ભાવનગર અને દીવમાં હીટવેવની આગાહી કરવામાંઆવી છે. તો સાથે સૌરાષ્ટ્રમાં 3 દિવસ ગરમીનું યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. દરિયાકાંઠા વિસ્તારોમાં ભેજ રેહતા ડિસ્કમ્ફર્ટ એલર્ટ પણ અપાયું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 41 ડિગ્રી આસપાસ રહે છે.   

5/6
image

એપ્રિલ મહિનામાં દેશમાં ગરમીએ તમામ રેકોર્ડ્સ તોડ્યા છે. દેશના વિભિન્ન ભાગોમાં રવિવાર સૌથી ગરમ દિવસ રહ્યો. 1921 બાદ પહેલીવાર આટલી ભીષણ ગરમી અનુભવાઈ હતી. આકરો તાપ અને લૂથી લોકો પરેશાન થઈ રહ્યાં છે. દેશના હિલ સ્ટેશનમાં પણ તાપમાનમાં વધારો થયો છે. અનેક ભાગોમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચ્યો છે. મે મહિનામાં પણ ભીષણ ગરમી પડવાની આગાહી છે. 

6/6
image

મહત્વનું છે કે, ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી ત્રણ મે પછી તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થશે. ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારમાં ઉકળાટ સહન કરવો પડશે. તો સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ પણ જાહેર કરાયું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાન ઉંચકાશે. અમદાવાદમાં 42થી 43 ડિગ્રી સુધી ગરમીનો પારો પહોંચી શકે છે.