Belly Fat: શિયાળામાં માખણની જેમ ઓગળી જશે પેટની ચરબી, બસ ખાવાનું ભૂલતા નહીં આ 5 વસ્તુઓ

Belly Fat: શિયાળામાં વજન કંટ્રોલ કરવું પણ ખૂબ જ જરૂરી હોય છે તેના માટે તમે ડાયટમાં કેટલાક ફેરફાર કરી શકો છો. તમારી ડાયટમાં તમે આ પાંચ વસ્તુઓને ઉમેરશો તો બધું જ ખાધા પછી પણ શિયાળામાં તમારું વજન વધશે નહીં અને ઉલટાનું ઘટી જશે.

Belly Fat: શિયાળામાં માખણની જેમ ઓગળી જશે પેટની ચરબી, બસ ખાવાનું ભૂલતા નહીં આ 5 વસ્તુઓ

Belly Fat: ઠંડીના વાતાવરણમાં દરેક વ્યક્તિનો ખોરાક વધી જાય છે. તેમાં પણ જો ગરમા ગરમ ભોજન મળે તો રોજ ખાતા હોય તેના કરતાં વધારે પ્રમાણમાં ખવાય જ જાય છે. ખાવાની વસ્તુઓ કેલરીથી ભરપૂર હોય છે શિયાળામાં ખોરાક વધી જવાથી શરીરમાં કેલરી પણ વધારે પ્રમાણમાં જાય છે અને તેના કારણે વજન વધવા લાગે છે. શિયાળામાં વજન કંટ્રોલ કરવું પણ ખૂબ જ જરૂરી હોય છે તેના માટે તમે ડાયટમાં કેટલાક ફેરફાર કરી શકો છો. તમારી ડાયટમાં તમે આ પાંચ વસ્તુઓને ઉમેરશો તો બધું જ ખાધા પછી પણ શિયાળામાં તમારું વજન વધશે નહીં અને ઉલટાનું ઘટી જશે.

આ પણ વાંચો:

ગાજર

શિયાળામાં ગાજર ભરપૂર પ્રમાણમાં મળે છે અને તેનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કારણ કે ગાજરમાં ફાઇબરનું પ્રમાણ સારું એવું હોય છે. જો તમે ગાજરનું સેવન કરો છો તો લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે જેના કારણે તમે કુદરતી રીતે જ ઓછો ખોરાક ખાશો અને શરીરમાં કેલેરી પણ ઓછી જશે. શિયાળામાં તમે ગાજરનો જ્યુસ અથવા તો સલાડ તમારી ડાયટમાં સામેલ કરી શકો છો. 

આ પણ વાંચો:

જામફળ

શિયાળામાં મળતા વિવિધ ફળમાંથી એક છે જામફળ. જામફળને તમારી ડાયટમાં સામેલ કરીને તમે વજન ઘટાડી શકો છો. જામફળ ફાઇબરથી ભરપૂર હોય છે. શરીરની રોજની જરૂરિયાતનું લગભગ 12 ટકા જેટલું ફાઇબર એક જામફળ પૂરું પાડે છે. શિયાળામાં જામફળ ખાવાથી પાચનતંત્ર સારી રીતે કામ કરે છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે.

આ પણ વાંચો:

મૂળા

વજન ઘટાડવા માટે મૂળા પણ તમને મદદ કરી શકે છે. જંક ફૂડ ખાવાથી શરીરને જે નુકસાન થાય છે તેનાથી મૂળા રક્ષણ કરે છે તેમાં પર્યાપ્ત માત્રામાં ફાઇબર હોય છે જે વજનને કંટ્રોલમાં રાખે છે.

તજ

વજન ઓછું કરવા માટે તજ મદદ કરે છે તેનાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે અને બ્લડ સુગર પણ કંટ્રોલમાં રહે છે કારણ કે તે ઇન્સ્યુલિનની ઉત્તેજિત કરે છે.

આ પણ વાંચો:

મેથી

મેથીના દાણા પણ બ્લડ સુગર મેનેજ કરવાની સાથે વજનને પણ ઘટાડે છે કારણ કે તે મેટાબોલિઝમ બુસ્ટ કરે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news