Hair Fall: વાળ ખરવાની શરુઆત થાય તો તુરંત છોડી દેવા આ 5 કામ, નહીં તો વાળ એટલા ખરશે કે થઈ જાશો ટકલા

Hair Fall: આજે તમને કેટલીક એવી ભુલો વિશે જણાવીએ જે તમને ટકલા બનાવે છે. જો વાળ થોડા થોડા ખરતા હોય ત્યારે જ આ ભુલ સુધારી લેવામાં આવે અને કેટલાક કામ કરવાનું બંધ કરી દેવામાં આવે તો વાળને ખરતા અટકાવી શકાય છે. આ ભુલો કઈ કઈ ચાલો એ પણ જણાવી દઈએ.

Hair Fall: વાળ ખરવાની શરુઆત થાય તો તુરંત છોડી દેવા આ 5 કામ, નહીં તો વાળ એટલા ખરશે કે થઈ જાશો ટકલા

Hair Fall: ખરતા વાળના કારણે માથામાં ટાલ પડી જવી આજના સમયની સૌથી ઝડપથી વધતી સમસ્યા છે. જેમ જેમ ઉંમર વધે તેમ વાળ ખરવાનું પ્રમાણ વધે તે સામાન્ય વાત છે. પરંતુ ઘણા યુવાનોના માથામાં પણ ટાલ દેખાવા લાગે છે. આવું એટલા માટે થાય છે કે તેમણે સમયસર જરૂરી પગલા ન ભર્યા હોય. અજાણતા થયેલી ભુલ માથામાં ટાલ સ્વરુપે દેખાય છે. 

આજે તમને કેટલીક એવી ભુલો વિશે જણાવીએ જે તમને ટકલા બનાવે છે. જો વાળ થોડા થોડા ખરતા હોય ત્યારે જ આ ભુલ સુધારી લેવામાં આવે અને કેટલાક કામ કરવાનું બંધ કરી દેવામાં આવે તો વાળને ખરતા અટકાવી શકાય છે. આ ભુલો કઈ કઈ ચાલો એ પણ જણાવી દઈએ.

શેમ્પૂ અને કંડીશનર

વાળ ધોવા માટે શેમ્પૂ કરવું જરૂરી છે એટલું જ જરૂરી છે કે યોગ્ય શેમ્પૂ અને કંડીશનરનો ઉપયોગ કરવામાં આવે. જેમકે વાળ ઓઈલી હોય તો ઓઈલી હેર માટેના શેમ્પૂ અને કંડીશનર વાપરવા, વાળ ડ્રાય હોય તો તેને સૂટ થાય તેવા શેમ્પૂ અને કંડીશનર વાપરો. વાળના પ્રકાર અને સમસ્યાને ધ્યાનમાં રાખી યોગ્ય શેમ્પૂ અને કંડીશનર જ વાપરવું જોઈએ. 

સ્ટાઈલિંગ પ્રોડક્ટ

હેર જેલ, સ્પ્રે અને મૂસ જેવા સ્ટાઈલિંગ પ્રોડક્ટ એવા લોકોએ ઓછા વાપરવા જોઈએ જેમના વાળ ખરતા હોય. આ પ્રકારના પ્રોડક્ટ વાળના મૂળને વધારે નબળા કરે છે. તેનાથી વાળ વધારે પ્રમાણમાં ખરવા લાગે છે.

ભીના વાળ ઓળવા

આ ભુલ અનેક લોકો કરે છે. ભીના વાળ નાજુક હોય છે. આ સમયે તેમાં કાંસકો ફેરવવાથી વાળ ઝડપથી ખરે છે. જો વાળને ખરતા અટકાવવા હોય તો વાળને સારી રીતે કોરા થવા દેવા અને પછી જ વાળ ઓળવા.

રોજ શેમ્પૂ કરવું

જો તમે રોજ શેમ્પૂ કરો છો તો આ ભુલ આજે જ બંધ કરો. શેમ્પૂ અઠવાડિયામાં 2 વખત કરવું સૌથી આદર્શ છે. આ સિવાય વાળને ધોતા પહેલા તેલ લગાવવું જરૂરી છે. તેનાથી વાળ ખરતા નથી.

હીટિંગ ટુલ્સ

વાળને કોરા કરવા માટે કે વાળમાં સ્ટાઈલિંગ કરવા માટે કોઈપણ પ્રકારના હીટિંગ ટુલ્સનો ઉપયોગ કરવો નહીં. તેનાથી વાળ વધારે ખરે છે કારણ કે તેનાથી વાળના મૂળ નબળા થઈ જાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news