મુકેશ અંબાણીને ખુબ પસંદ છે અહીંના ઈડલી-સંભાર, એક પ્લેટની કિંમત જાણી નવાઈ લાગશે

દેશના જ નહીં પરંતુ એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના એન્ટાલિયામાં લગભગ 600થી વધુ નોકરચાકર છે. જેમાથી અનેક લોકોને દરેક પ્રકારની ડિશ બનાવવા માટે ઘરમાં રાખવામાં આવ્યા છે. જો કે સામાન્ય લોકોની જેમ જ મુકેશ અંબાણીને પણ રેસ્ટોરન્ટમાં ખાવાનું પસંદ છે.

મુકેશ અંબાણીને ખુબ પસંદ છે અહીંના ઈડલી-સંભાર, એક પ્લેટની કિંમત જાણી નવાઈ લાગશે

દેશના જ નહીં પરંતુ એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના એન્ટાલિયામાં લગભગ 600થી વધુ નોકરચાકર છે. જેમાથી અનેક લોકોને દરેક પ્રકારની ડિશ બનાવવા માટે ઘરમાં રાખવામાં આવ્યા છે. જો કે સામાન્ય લોકોની જેમ જ મુકેશ અંબાણીને પણ રેસ્ટોરન્ટમાં ખાવાનું પસંદ છે. તેમની મનગમતી વાનગીઓમાં ભેળપુરી, ગુજરાતી દાળ, રાજમા રોટલી, દહીં બટાકા જેવી ચીજો સામેલ છે. પરંતુ એક ડીશ એવી પણ છે જે મુકેશ અંબાણીને ખુબ ગમે છે. 

મુકેશ અંબાણીને મનપસંદ એવી આ ડીશ છે ઈડલી સંભાર. જેને મુંબઈની એક રેસ્ટોરામાં ખુબ સારી રીતે તૈયાર કરવામાં આવે છે. આ રેસ્ટોરા કોઈ અન્ય નહીં પણ મુંબઈમાં આવેલી કેફે મૈસુર છે. જ્યાંના ઈડલી સંભાર મુકેશ અંબાણીને ખુબ ગમે છે. આ રેસ્ટોરા વિશે પણ ખાસ જાણો. 

જો તમે વિચારી રહ્યા હોવ કે જે વ્યક્તિએ પોતાના જીવનના મોટાભાગના દિવસો સાઉથ મુંબઈમાં પસાર કર્યા હોય તો તેઓ ત્યાંની જગ્યા અને રેસ્ટોરાથી પરિચિત ન હોય! રેસ્ટોરા વિશે જણાવતા પહેલા અમે તમને મુકેશ અંબાણી વિશે એક વાત જણાવી દઈએ કે તેમની પાસે યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ ઓફ કેમિકલ ટેક્નોલોજી (યુડીસીટી)થી કેમિકલ એન્જિનિયરિંગની ડિગ્રી છે. જેને હવે ઈન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેક્નોલોજી (આઈસીટી) તરીકે ઓળખવામાં આવે છે. 

આ રેસ્ટોરા ઈન્સ્ટિટ્યૂટથી ખુબ નજીક
83 વર્ષ જૂની આ ઈન્સ્ટિટ્યૂટ કૈફે મૈસુરની બાજુમાં છે. તેમનું કહેવું હતું કે તેઓ પોતાના કોલેજ દિવસોમાં આ રેસ્ટોરામાં અનેકવાર આવતા હતા અને હજુ પણ આ જગ્યા તેમની મનગમતી રેસ્ટોરામાંથી એક છે. અત્રે જણાવવાનું કે આ રેસ્ટોરા શુદ્ધ શાકાહારી છે અને અંબાણી પોતે પણ વેજિટેરિયન છે. જેના કારણે તેમને આ જગ્યા ખુબ પસંદ પડે છે. 

રેસ્ટોરાનો ઈતિહાસ
કૈફે મૈસુર માટુંગની સૌથી જૂની રેસ્ટોરામાંથી એક છે. અહીં હંમેશાથી સાઉથ ઈન્ડિયાની એક ખાસ વસ્તીનો નિવાસ રહ્યો છે. ગુજરાતીઓ પણ આ વિસ્તારમાં ઘણા છે. આવામાં સ્વાદિષ્ટ વેજિટેરિયન ફૂડ  તેમના વચ્ચે કોમન છે. અત્રે જણાવવાનું કે કૈફે મૈસુરની સ્થાપના 1930માં ચોથા ધોરણનો અભ્યાસ  છોડનારા એ રામા નાયક દ્વારા કરવામાં આવી હતી. શરૂઆતમાં તે કિંગ્સ સર્કલ રેલવે સ્ટેશન પાસે કેળાના પાંદડા પર ઈડલી સંભાર અને ઢોસા બનાવીને વેચતા હતા. 

આ રીતે થઈ લોકપ્રિય
એકવાર તેમની લોકપ્રિયતા વધી તો તેમણે માટુંગામાં પોતાની પહેલી દક્ષિણ ભારતીય રેસ્ટોરા ઊભી કરી.  તેમણે તેની બાજુમાં જ બીજી ત્રણ રેસ્ટોરા ખોલી ને પોતાના ચારેય બાળકોને સોંપી દીધી. આજે પણ ઉડુપી કૃષ્ણા  ભવન, કૈફે મૈસુર, ઉડુપી કૈફે, અને હવે ઈડલી હાઉસના ગેટ બહાર લોકોની લાંબી લાઈનો લાગે છે. 

મુકેશ અંબાણીને મનગમતી ડિશ
આમ તો આપણે બધા જાણીએ છીએ કે મુકેશ અંબાણી સાધારણ વસ્તુઓમાં પણ રસ ધરાવે છે. ઈડલી સાંભારની એક પ્લેટથી વધુ સરળ બીજુ શું હોઈ શકે. તે ભારતના સૌથી ધનિક વ્યક્તિની મનગમતી રેસ્ટોરા છે. જ્યાંથી તેઓ ઈડલી સંભાર ઓડર કરીને મંગાવતા હોય છે. કૈફે મૈસુરના માલિકોએ અખબારોમાં છપાયેલા એવા સમાચારના કટિંગ પણ ત્યાં લગાવ્યા છે જેમાં મુકેશ અંબાણી રેસ્ટોરામાં ખાતા જોવા મળી ર હ્યા છે. તમને તે વિશે મેન્યૂમાં પણ જોવા મળશે. આ ઉપરાંત અહીં સોશિયલ અને ઈકોનોમિક બેકગ્રાઉન્ડના લોકો પણ ખાતા જોવા મળશે. 

ડિશની કિંમત 
ઈડલી સંભારની એક પ્લેટની કિંમત 45 રૂપિયા છે. બોલીવુડનો કપૂર પરિવાર પણ આ રેસ્ટોરાને પસંદ કરે છે. 1950 અને 60ના દાયકામાં દિવંગત રાજ કપૂર અવારનવાર આ રેસ્ટોરામાં આવતા હતા. હકીકતમાં અહીંની ચાર રેસ્ટોરામાંથી એકમાં આજે પણ એક્ટર દ્વારા માલિકોને લખવામાં આવેલો એક પત્ર લગાવવામાં આવેલો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news