ગુજરાતના ડુંગળી પકવતા ખેડૂતોને લાભ મળતા ગુસ્સે ભરાયા મહારાષ્ટ્રના ખેડૂતો, કર્યો વિરોધ

ડુંગળીના એક્સપોર્ટ પર પ્રતિબંધ છતાં કેન્દ્ર સરકારે એક એવો નિર્ણય લીધો, જેનાથી ગુજરાતના ખેડૂતોને સીધો ફાયદો થઈ રહ્યો છે. આ ફાયદો થતા મહારાષ્ટ્રના ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો છે. એક્સપોર્ટ પર પ્રતિબંધ છતાં કેન્દ્ર સરકારે 2000 ટન સફેદ ડુંગળીના નિકાસની પરમિશન આપી છે. તેનો ફાયદો મુખ્ય રીતે ગુજરાતના ખેડૂતોને મળશે. કારણ કે, ગુજરાતમાં સફેદ ડુંગળીની ખેતી વધારે થાય છે. 

ગુજરાતના ડુંગળી પકવતા ખેડૂતોને લાભ મળતા ગુસ્સે ભરાયા મહારાષ્ટ્રના ખેડૂતો, કર્યો વિરોધ

Onion Export Ban Lift : ડુંગળીના એક્સપોર્ટ પર પ્રતિબંધ છતાં કેન્દ્ર સરકારે એક એવો નિર્ણય લીધો, જેનાથી ગુજરાતના ખેડૂતોને સીધો ફાયદો થઈ રહ્યો છે. આ ફાયદો થતા મહારાષ્ટ્રના ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો છે. એક્સપોર્ટ પર પ્રતિબંધ છતાં કેન્દ્ર સરકારે 2000 ટન સફેદ ડુંગળીના નિકાસની પરમિશન આપી છે. તેનો ફાયદો મુખ્ય રીતે ગુજરાતના ખેડૂતોને મળશે. કારણ કે, ગુજરાતમાં સફેદ ડુંગળીની ખેતી વધારે થાય છે. 

ગુજરાતના ખેડૂતોને ફાયદો, તો બીજા રાજ્યોનું શું 
લોકસભા ચૂંટણી વચ્ચે લેવાયેલા આ નિર્ણય અંગે કેટલાક ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે. તેઓએ વિરોધ દર્શાવ્યો કે, ગુજરાતના ખેડૂતોને જ ખુશ કરવાનો પ્રયાસ સરકાર દ્વારા કરાઈ રહ્યો છે. ડાયરેક્ટર જનરલ ઓફ ગુડસ એન્ડ સર્વિસ ટેક્સ દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિસમાં જણાવાયું કે, સફેદ ડુંગળીના નિકાસની પરમિશન માત્ર ત્યારે જ આપવામાં આવશે, જ્યારે ગુજરાતના બાગાયતી આયુક્ત નિકાસ કરવામાં આવતી વસ્તુ અને માત્રાને પ્રમાણિત કરાશે. તેથી મહારાષ્ટ્રના ખેડૂત નેતાઓએ વિરોધ દર્શાવતા કહ્યું કે, માત્ર ગુજરાતના જ ખેડૂતોને ફાયદો અપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.  

મહારાષ્ટ્રના ખેડૂતોને લાખોનું નુકસાન
સફેદ ડુંગળીની એક્સપોર્ટ કરવાના નોટિફિકેશમાં એવી કોઈ શરત રાખવામાં આવી નથી કે, તેનું નિકાસ નેશનલ કો-ઓપરેટિવ એક્સપોર્ટસ લિમિટેડ જ કરશે. પરંતુ તેમાં માત્ર એટલુ ઉલ્લેખ કરાયું છે કે, મુન્દ્રા અને પીપાવાવના ગુજરાતના પોર્ટ કે મુંબઈના ન્હાવા શેવા પોર્ટના માધ્યમથી કરવામાં આવવુ જોઈએ. આ વિશે મહારાષ્ટ્ર ડુંગળી ઉત્પાદક સંગઠનના અધ્યક્ષ ભારત દિઘોલેએ જણાવ્યું કે, ચૂંટણીમાં ગુજરાતના ભાજપના નેતા પોતાના ખેડૂતોને ફાયદો અપાવવા માટે આ પ્રકારના નિર્ણયો લઈ રહ્યાં છે. જ્યારે કે, મહારાષ્ટ્રના નેતા કેન્દ્ર સરકારની સામે નતમસ્તક છે. ભલે ખેડૂતોને નુકસાન કેમ ભોગવવું ન પડે. મહારાષ્ટ્ર ડુંગળીનં સૌથી મોટુ ઉત્પાદન કેન્દ્ર છે અને હાલ ડુંગળીનું એક્સપોર્ટ બંધ હોવાને કારણે દરેક ખેડૂતને લાખોનું નુકસાન થઈ રહ્યું છે. 

ચૂંટણી ટાંણે કરાઈ જાહેરાત
મહારાષ્ટ્રના ખેડૂત નેતાઓ 2000 ટન સફેદ ડુંગળીની નિકાસને ચૂંટણીલક્ષી જાહેરાત તરીકે જોડી રહ્યાં છે. કારણ કે ગુજરાત દેશમાં સફેદ ડુંગળીનું મુખ્ય ઉત્પાદક અને નિકાસકાર છે. ભાવનગર અને અમરેલી જેવા જિલ્લાઓમાં સફેદ ડુંગળીનું સારું ઉત્પાદન છે. ગુજરાતમાં 7 મેના રોજ ચૂંટણી યોજાવાની છે. એવું કહેવાય છે કે સફેદ ડુંગળીનું 80 ટકા ઉત્પાદન ગુજરાતમાં થાય છે, જ્યારે 20 ટકા મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં થાય છે.

ચૂંટણી ટાંણે કરાઈ જાહેરાત
મહારાષ્ટ્રના ખેડૂત નેતાઓ 2000 ટન સફેદ ડુંગળીની નિકાસને ચૂંટણીલક્ષી જાહેરાત તરીકે જોડી રહ્યાં છે. કારણ કે ગુજરાત દેશમાં સફેદ ડુંગળીનું મુખ્ય ઉત્પાદક અને નિકાસકાર છે. ભાવનગર અને અમરેલી જેવા જિલ્લાઓમાં સફેદ ડુંગળીનું સારું ઉત્પાદન છે. ગુજરાતમાં 7 મેના રોજ ચૂંટણી યોજાવાની છે. એવું કહેવાય છે કે સફેદ ડુંગળીનું 80 ટકા ઉત્પાદન ગુજરાતમાં થાય છે, જ્યારે 20 ટકા મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં થાય છે.

જો કે, સફેદ ડુંગળીની નિકાસમાં છૂટછાટથી મહારાષ્ટ્ર જેવા પડોશી રાજ્યોના ડુંગળીના ખેડૂતોમાં મોટું ટેન્શન આવ્યું છે. મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યના ખેડૂતો લાલ ડુંગળી ઉગાડે છે અને તેની નિકાસ પ્રતિબંધિત છે. બીજી તરફ હોર્ટિકલ્ચર પ્રોડ્યુસ એક્સપોર્ટર્સ એસોસિયેશનના પ્રમુખ અજિત શાહે જણાવ્યું હતું કે જથ્થાબંધ બજારોમાં લાલ ડુંગળીનો ભાવ ઘટીને 12 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ પહોંચી ગયો છે. તો બીજી તરફ સફેદ ડુંગળીનો ભાવ 17 રૂપિયા સુધી પહોંચી ગયો છે. જ્યારે માર્કેટમાં ડુંગળીનો પૂરતો સ્ટોક છે. આવી સ્થિતિમાં, જ્યારે પણ સરકાર વધારાની નિકાસને મંજૂરી આપે છે, ત્યારે તેણે તમામ વેપારીઓ અને ખેડૂતો માટે માર્ગ ખોલવો જોઈએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news