કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા મંત્રી હંસરાજ ભારદ્વાજનું 82 વર્ષની વયે નિધન

કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને પૂર્વ કાયદા મંત્રી હંસરાજ ભારદ્વાજનું આજે નિધન થઇ ગયું. 82 વર્ષની ઉંમરમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. હંસરાજ ભારદ્વાજ કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાઓ પૈકીનાં એખ હતા. તેઓ કાલે સોમવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પરિવારના અનુસાર કાર્ડિયક એરેસનાં કારણે હંસરાજ ભારદ્વાજનું નિધન થયું છે. હંસરાજ ભારદ્વાજનાં અંતિમ સંસ્કાર કાલે સાંજે 4 વાગ્યે જશે. તેમનાં પરિવારે જણાવ્યું કે, દિલ્હીનાં નિગમ બોઘ ઘાટ પર તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા મંત્રી હંસરાજ ભારદ્વાજનું 82 વર્ષની વયે નિધન

નવી દિલ્હી : કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને પૂર્વ કાયદા મંત્રી હંસરાજ ભારદ્વાજનું આજે નિધન થઇ ગયું. 82 વર્ષની ઉંમરમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. હંસરાજ ભારદ્વાજ કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાઓ પૈકીનાં એખ હતા. તેઓ કાલે સોમવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પરિવારના અનુસાર કાર્ડિયક એરેસનાં કારણે હંસરાજ ભારદ્વાજનું નિધન થયું છે. હંસરાજ ભારદ્વાજનાં અંતિમ સંસ્કાર કાલે સાંજે 4 વાગ્યે જશે. તેમનાં પરિવારે જણાવ્યું કે, દિલ્હીનાં નિગમ બોઘ ઘાટ પર તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

રાણા કપુરની પુત્રીને લંડન જતા અટકાવાઇ, પરિવાર વિરુદ્ધ લુક આઉટ સર્કુલર
19 મે 1937ના રોજ હરિયાણામાં જન્મેલા હંસરાજ ભારદ્વાજે યુપીએના કાર્યકાળનાં સમયે કાયદામંત્રી તરીકે સૌથી લાંબો સમયગાળો વિતાવ્યો હતો. હંસરાજ ભારદ્વાજ 22 મે, 2004થી 28 મે 2009 સુધી કાયદા મંત્રી રહ્યા હતા. આ ઉફરાંત ભારદ્વાજ બીજા એવા કાયદા મંત્રી હતા, જેમનો આઝાદી પછીથી બીજો સૌથી લાંબો કાર્યકાળ રહ્યો હતો. હંસરાજ ભારદ્વાજ કાયદામંત્રી બાદ રાજ્યપાલ તરીકે પણ પોતાન સેવાઓ આવી ચુક્યા છે. ભારજદ્વાજ કર્ણાટક અને કેરળના રાજ્યપાલ રહ્યા છે. ભારદ્વાજ 2009થી 2014 સુધી કર્ણાટકનાં રાજ્ય રહી ચુક્યા છે. 

2012-13 સુધી તેઓ કેરળનાં રાજ્યપાલ પણ રહ્યા. આ ઉપરાંત હંસરાજ ભારદ્વાજ 1982,1994, 2000 અને 2006માં રાજ્યસભા સાંસદ પણ રહી ચુક્યા છે. બીજી તરફ કોંગ્રેસ નેતા હંસરાજ ભારદ્વાજ સુપ્રીમ કોર્ટનાં વરિષ્ઠ વકીલ તરીકે પણ પોતાની ઓળખ બનાવી ચુક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news