Health Tips:ઘી, ગોળ અને રોટલી ખાવાથી થતા ફાયદા જાણી તમે પણ અપનાવશો નાનપણની આ આદત

Health Tips: નાનપણમાં જ્યારે બાળકો શાક ખાવાની ના કહે છે ત્યારે મંમ્મી ગરમાગરમ રોટલીમાં ઘી સાથે ગોળ લગાડી તેનો રોલ વાળી બાળકને ખાવા આપે છે. જો કે આ રીતે રોટલી અને ગોળ ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. આજે તમને જણાવીએ તેનાથી થતા સ્વાસ્થ્ય લાભ વિશે.

Health Tips:ઘી, ગોળ અને રોટલી ખાવાથી થતા ફાયદા જાણી તમે પણ અપનાવશો નાનપણની આ આદત

Health Tips: ઓળો-રોટલો, ઊંધિયું, સાની, ચીકી જેવી વાનગી અને વસ્તુઓ ઘરમાં બનવા લાગે છે. કારણ કે આ વસ્તુઓ ખાવાની સીઝન જ શિયાળો હોય છે. તેનું એક કારણ એ પણ હોય છે કે શિયાળામાં આ વસ્તુઓ ખાવાથી લાભ પણ થાય છે. આ વસ્તુઓની જેમ જ જો તમે શિયાળામાં ગોળ-રોટલી ખાવ છો તો તેનાથી પણ તમને ફાયદો થશે. રોટલી અને ગોળ પણ શિયાળામાં ખાવામાં આવતો દેશી ખોરાક છે. શિયાળાની ઋતુમાં આ બંને વસ્તુઓને એકસાથે ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે.

રોટલી સાથે એક ગોળનો ટુકડો ખાવાથી તમને ઘણા ફાયદા થઈ શકે છે. આજે તમને જણાવીએ કે રોટલી સાથે ગોળ ખાવાથી શરીરને કયા ફાયદા થાય છે. આ ફાયદા વિશે જાણ્યા પછી તમે પણ આ શિયાળામાં ચોક્કસથી ગોળ રોટલી ખાવાનું શરુ કરી દેશો.

શરીરને ગરમ રાખે છે
ગોળની તાસીર ગરમ હોય છે. જો રોટલી સાથે ગોળ ખાવામાં આવે તો તેનાથી શિયાળામાં ફાયદો થાય છે. તેનું સેવન કરવાથી શરીર ગરમ રહે છે અને ઠંડી પણ ઓછી લાગે છે.

રોગપ્રતિકારક શક્તિ વધે છે
શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય તે પણ ખૂબ જ જરૂરી છે. તો જ તમે શરદી, ઉધરસ, તાવ જેવી સમસ્યાથી બચી શકો છો. જો તમે રોટલી સાથે માત્ર એક ટુકડો ગોળ ખાવાનું રાખો છો તો રોગપ્રતિકારક શક્તિ વધે છે.

ત્વચા માટે ફાયદાકારક
રોટલી અને ગોળ ખાવા ત્વચા ચમકદાર માટે પણ ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે અને ત્વચાને લગતી તમામ સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે.

નબળાઈ અને આળસ દૂર થશે
શિયાળામાં શરીરમાં નબળાઈ અને સુસ્તી વધી જાય છે.  જો તમે રોટલી સાથે ગોળનું સેવન કરો છો તો તમને શરીરમાં ઊર્જાનો અનુભવ થશે અને તમારી નબળાઈ તેમજ આળસ પણ દૂર થશે.

પાચનક્રિયા સુધરશે
રોટલી સાથે ગોળનું સેવન કરવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે. બંનેનું એકસાથે સેવન કરવાથી પાચનક્રિયા સુધરી શકે છે. તેનાથી કબજિયાત, પેટનું ફૂલવું, ગેસ કે પેટ સંબંધિત અન્ય સમસ્યાઓથી રાહત મળે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news