Diabetes: ઘરમાં રહેલી 2 વસ્તુથી બનેલું ચૂર્ણ 21 દિવસમાં ડાયાબિટીસ સહિતની સમસ્યાનો કરશે ખાતમો

Diabetes Home Remedy: આ આ ચૂર્ણને 3 ગ્રામની માત્રામાં રોજ સવારે નાસ્તા પહેલા અને રાત્રે જમતા પહેલા હૂંફાળા પાણી સાથે લેવું. 21 દિવસ સુધી નિયમિત રીતે આ ચૂર્ણ લેવાથી તમને તબિયતમાં સુધારો અનુભવાશે. 

Diabetes: ઘરમાં રહેલી 2 વસ્તુથી બનેલું ચૂર્ણ 21 દિવસમાં ડાયાબિટીસ સહિતની સમસ્યાનો કરશે ખાતમો

Diabetes Home Remedy: ખરાબ લાઈફસ્ટાઈલ અને આહારના કારણે ડાયાબિટીસથી લઈને હાઈ બ્લડ , સ્થૂડળતા અને ડિપ્રેશન પણ થઈ શકે છે. આ બધી જ બીમારીઓ ખરાબ લાઈફસ્ટાઈલના કારણે થાય છે. આ બીમારીઓ સ્વાસ્થ્ય અને પ્રભાવિત કરે છે અને ઘણી વખત ગંભીર સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. ડાયાબિટીસ સહિતની મોટાભાગની બીમારીઓને કંટ્રોલ કરવી હોય તો લાઈફસ્ટાઈલ પર થોડું ધ્યાન આપવું જરૂરી છે. લાઈફસ્ટાઈલ પર ધ્યાન આપીને તમે સરળતાથી આ સમસ્યાઓને કાબુ કરી શકો છો. 

ખાસ તો ડાયાબિટીસ, પીસીઓએસ અને પીસીઓડી જેવી સમસ્યામાં આયુર્વેદિક નુસખા ખૂબ જ અસરકારક સાબિત થાય છે. આજે તમને આવો જ એક ઘરેલુ નુસખો જણાવીએ જે ડાયાબિટીસ, પ્રી ડાયાબિટીસ, પીસીઓએસ અને ઇન્સ્યુલિનની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. 

આયુર્વેદિક નિષ્ણાંતો જણાવે છે કે ડાયાબિટીસ, પ્રી-ડાયાબિટીસ અને પીસીઓએસ જેવી સમસ્યાઓને દૂર કરવા માટે આ આયુર્વેદિક નુસખો અસરકારક છે. તેને કરવા માટે ઘરમાં જ રહેલી વસ્તુઓનો ઉપયોગ કરવાનો હોય છે. આ વસ્તુઓનો ઉપયોગ કરવાથી કોઈ આડઅસર પણ થતી નથી. તેના માટે આમળા અને હળદર પાવડરની જરૂર પડે છે. 

આમળા અને હળદર પાવડરને સમાન માત્રામાં લઈને મિક્સ કરી લેવા. આ પાવડરને એરટાઈટ બોટલમાં સ્ટોર કરી લેવો. હવે આ આ ચૂર્ણને 3 ગ્રામની માત્રામાં રોજ સવારે નાસ્તા પહેલા અને રાત્રે જમતા પહેલા હૂંફાળા પાણી સાથે લેવું. 21 દિવસ સુધી નિયમિત રીતે આ ચૂર્ણ લેવાથી તમને તબિયતમાં સુધારો અનુભવાશે. 

હાર્ટ પણ હેલ્ધી રહે છે

આ ચૂર્ણનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને રક્ત સાફ થાય છે. સાથે જ તેનાથી રોગપ્રતિકારક ક્ષમતા પણ વધે છે અને એનર્જી લેવલ બુસ્ટ થાય છે. આમળા અને હળદરમાં રહેલા પોષક તત્વ ડાયાબિટીસમાં બ્લડ સુગર લેવલની કંટ્રોલમાં રાખે છે. નિયમિત આ ચૂર્ણ લેવાથી વધતી ઉંમરની પ્રોસેસ પણ સ્લો થઈ જાય છે. આ ચૂર્ણને હૂંફાળા પાણી સાથે નાસ્તા પહેલા અને રાત્રે જમતા પહેલા લેવાથી વજન કંટ્રોલ કરવામાં પણ મદદ મળે છે અને તેનાથી હાર્ટ પણ હેલ્ધી રહે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news