ઉનાળામાં ગોળ ખાવાથી શરીરને થાય છે અઢળક લાભ, મળે છે આટલા પોષકતત્વ

Jaggery Health Benefits: જો તમે મર્યાદિત માત્રામાં ગરમીના દિવસોમાં પણ ગોળનું સેવન કરો છો તો તે શરીર માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ગરમીના દિવસોમાં પણ ગોળ ખાવાથી શરીરને લાભ થાય છે.

ઉનાળામાં ગોળ ખાવાથી શરીરને થાય છે અઢળક લાભ, મળે છે આટલા પોષકતત્વ

Jaggery Health Benefits: ગોળની તાસીર ગરમ હોય છે તેથી મોટાભાગના લોકો ઉનાળાના દિવસોમાં ગોળ ખાવાનું ટાળે છે. પરંતુ જો તમે મર્યાદિત માત્રામાં ગરમીના દિવસોમાં પણ ગોળનું સેવન કરો છો તો તે શરીર માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ગરમીના દિવસોમાં પણ ગોળ ખાવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળે છે. 

ગોળ ખાવાથી થતા લાભ

આ પણ વાંચો:

1. જો તમે બપોરે જમ્યા પછી એક ટુકડો ગોળનો ખાવ છો તો કબજિયાતની સમસ્યા દૂર થઈ શકે છે અને ખોરાક પણ સારી રીતે પચે છે. 

2. શરદી ઉધરસ જેવી સમસ્યા હોય તો ગોળ ખાવાથી રાહત મળે છે. શરદી ઉધરસની તકલીફમાં સવારે અને સાંજે ગોળની ચા તુલસીના પાન ઉમેરીને પીવી જોઈએ. ગોળમાં આયરનનું પ્રમાણ પણ વધારે હોય છે જે શરીરમાં રક્તની ઉણપ પણ દૂર કરે છે. 

3. જો શરીરમાં નબળાઈનો અનુભવ થતો હોય તો ગોળ ખાવો જોઈએ ગોળ ખાવાથી નબળાઈ દૂર થાય છે. ગોળ અને ચણા સવારે ખાવાથી સંક્રમિત બીમારીઓથી બચી શકાય છે. ગોળ અને ચણા દાંત માટે પણ ફાયદાકારક છે. 

જોકે ગોળનું સેવન બ્લડ શુગર વધારે હોય દર્દીઓએ ટાળવું જોઈએ. ગોળ નેચરલ સ્વીટનર છે તેમ છતાં ડાયાબિટીસના દર્દીઓએ તેનું સેવન ન કરવું.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news