Benefits of Jaggery: શિયાળામાં આ રીતે રોજ ગોળ ખાશો તો નહીં પડો વારંવાર બીમાર, થઈ જશો તાજામાજા

Benefits of Jaggery: ગોળનું સેવન તમે કોઈપણ રીતે કરી શકો છો પરંતુ આજે તમને ગોળનું સેવન કરવાની એવી રીતો વિશે જણાવીએ જેનાથી સૌથી વધુ ફાયદો થાય છે. જો શિયાળામાં તમે આ રીતે ગોળનું સેવન કરશો તો તમે શિયાળામાં પણ તાજામાજા રહેશો.

Benefits of Jaggery: શિયાળામાં આ રીતે રોજ ગોળ ખાશો તો નહીં પડો વારંવાર બીમાર, થઈ જશો તાજામાજા

Benefits of Jaggery: શિયાળા દરમિયાન ગોળ ખાવો ખૂબ જ જરૂરી હોય છે, કારણ કે ગોળમાં એવા ઘણા બધા ગુણ હોય છે જે શરીરમાં શિયાળામાં થતી સમસ્યાઓને દૂર કરે છે. ગોળની તાસીર ગરમ હોય છે. શિયાળામાં ગોળ ખાવાથી પાચનતંત્ર મજબૂત રહે છે અને વજન પણ ઓછું થાય છે. આમ તો ગોળનું સેવન તમે કોઈપણ રીતે કરી શકો છો પરંતુ આજે તમને ગોળનું સેવન કરવાની એવી રીતો વિશે જણાવીએ જેનાથી સૌથી વધુ ફાયદો થાય છે. જો શિયાળામાં તમે આ રીતે ગોળનું સેવન કરશો તો તમે શિયાળામાં પણ તાજામાજા રહેશો.

દૂધ અને ગોળ

શિયાળામાં દૂધમાં ગોળ ઉમેરીને પીવાથી સૌથી વધુ ફાયદો થાય છે. ગોળમાં કેલ્શિયમ અને પ્રોટીન હોય છે જે શરીર માટે જરૂરી અને ફાયદા કારક છે. શિયાળામાં ગોળવાળું દૂધ પીવાથી શરીર નિરોગી રહે છે. તેના માટે એક ગ્લાસ દૂધમાં અડધી ચમચી હળદર પાઉડર અને એક ચમચી ગોળ ઉમેરી તેનું સેવન કરો.

ગોળ અને ચણા

ગોળ અને ચણા પણ વર્ષોથી લોકો ખાતા આવે છે. તેને ખાવાથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે અને કબજિયાતથી છુટકારો મળે છે. ઠંડીની આ ઋતુમાં ગોળ અને ચણા ખાવાથી શરીરને કુદરતી ગરમી મળે છે.

ગોળ અને રોટલી

શિયાળામાં ગરમ રોટલી સાથે ગોળનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. ગરમ ગરમ રોટલી ઉપર ઘી અને ગોળ લગાડીને ખાવાથી તે સ્વાદિષ્ટ પણ લાગે છે. ગોળ અને રોટલી ઈમ્યુનિટી બુસ્ટ કરે છે.

ગોળ અને તલ

શિયાળામાં ઇમ્યુનિટી નબળી હોય તો તેને મજબૂત કરવા માટે ગોળ અને તલના લાડુ પણ ખાઈ શકાય છે. નિયમિત રીતે ગોળ અને તલ ખાવાથી શરીરને અંદરથી ગરમી મળે છે અને શરીરમાં બીમારી પ્રવેશ કરતી નથી.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news