ગુજરાતમાં શરમજનક કિસ્સો! મહિલા સ્કવોડે પુરુષ વિદ્યાર્થીઓના પેન્ટમાં હાથ નાંખીને ચેક કરી કાપલી

નર્મદ યુનિવર્સિટી દ્વારા પરીક્ષા દરમ્યાન ગેરરીતીના પકડાયેલા કેસોની સુનાવણી માટે ફેકટ કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં કાપલી, પાટીયા પર લખેલા જવાબો કે કેલ્ક્યુલેટર પર લખેલા જવાબોને ગેરરીતિમાં ગણીને સુનાવણી રાખી હતી.

ગુજરાતમાં શરમજનક કિસ્સો! મહિલા સ્કવોડે પુરુષ વિદ્યાર્થીઓના પેન્ટમાં હાથ નાંખીને ચેક કરી કાપલી

પ્રશાંત ઢિવરે/સુરત: વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા બનાવાયેલી મહિલા સ્કવોડ દ્વારા કોલેજોમાં તપાસ કરવા જતી વખતે પુરુષ વિદ્યાર્થીઓના ખિસ્સામાં હાથ નાંખીને કાપલા ચેક કરતા ફેકટ કમિટીની બેઠકોમાં સીસીટીવી ફુટેજમાં આબાદ ઝડપાતા કમિટીએ ગંભીર નોંધ લઇને કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. જો કે આજે ફેકટ કમિટીના ચેર પર્સન ગેરહાજર રહ્યા હતા. 

નર્મદ યુનિવર્સિટી દ્વારા પરીક્ષા દરમ્યાન ગેરરીતીના પકડાયેલા કેસોની સુનાવણી માટે ફેકટ કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં કાપલી, પાટીયા પર લખેલા જવાબો કે કેલ્ક્યુલેટર પર લખેલા જવાબોને ગેરરીતિમાં ગણીને સુનાવણી રાખી હતી. આ સુનાવણીમાં 250 જેટલા કેસો હતા. જેની સુનાવણી પૂર્ણ થયા બાદ મહિલા સ્કવોડ દ્વારા પરીક્ષા દરમ્યાન ચૅકિગમાં જતી વખતે વિદ્યાર્થીઓને હેરાન કરતા હોવાની ઉઠેલી ફરિયાદમાં ફેકટ કમિટીએ આજે સીસીટીવી ફુટેજ ચેક કર્યા હતા. આ ફુટેજમાં મહિલા સ્કવોડ પરીક્ષા ખંડમાં ચેક કરવા માટે જાય છે. ત્યારે પુરુષ વિદ્યાર્થીઓને પણ ચેક કરે છે અને તેમાં આ મહિલાઓ વિદ્યાર્થીઓના ખિસ્સામાં કાપલી છે કે નથી? તે ચેક કરે છે. 

આ બાબતને ગંભીર ગણીને આગામી દિવસોમાં યુનિવર્સિટી પાસે મહિલા સ્કવોડે જે જે પરીક્ષા ખંડમાં આવ વર્તણૂક કરી છે. તે સમયના પુરાવા મંગાવ્યા છે અને આગામી દિવસોમાં મહિલા સ્કવોડ વિરુદ્ધ કાર્યવાહી કરવાના નિર્દેશો આપ્યા છે. પુરુષ અને સ્ત્રી મહિલા સ્કવોડે કેવી કેવી કામગીરી કરવાની તેની એસઓપી બનાવાઈ છે. દરમ્યાન ફેકટ કમિટીના ચેર પર્સન સ્નેહલ જોશી બેઠકમાં ગેરહાજર હોવાછતા કમિટીએ ધારધાર નિર્ણયો લીધા હતા.

સીસીટીવી ફુટેજ ચેંકિગ વખતે જે જે મહિલાઓ પુરુષ વિદ્યાર્થીઓને ચેક કરતી હતી. તે મહિલાઓમાંથી મોટાભાગની મહિલા સ્કર્વોડ 11 મહિનાના કરાર આધારિત હોવાનું જાણવા મળ્યુ છે. આથી આ બાબતે વધુ તપાસ માંગ કરાઇ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news