37 રૂપિયા પર ખુલ્યો હતો IPO, હવે 1300 રૂપિયા પાર થઈ ગયો શેર, રોકાણકારોને છપ્પરફાડ કમાણી થઈ

એક નાની કંપની નોલેજ મરીન એન્ડ એન્જિનિયરિંગના શેરોએ 3 વર્ષમાં જ રોકાણકારોને માલામાલ કરી દીધા. નોલેજ મરીન એન્ડ એન્જિનિયરિંગનો આઈપીઓ 3 વર્ષ પહેલા 37 રૂપિયાના ભાવે ખુલ્યો હતો

37 રૂપિયા પર ખુલ્યો હતો IPO, હવે 1300 રૂપિયા પાર થઈ ગયો શેર, રોકાણકારોને છપ્પરફાડ કમાણી થઈ

એક નાની કંપની નોલેજ મરીન એન્ડ એન્જિનિયરિંગના શેરોએ 3 વર્ષમાં જ રોકાણકારોને માલામાલ કરી દીધા. નોલેજ મરીન એન્ડ એન્જિનિયરિંગનો આઈપીઓ 3 વર્ષ પહેલા 37 રૂપિયાના ભાવે ખુલ્યો હતો. કંપનીના શેર 19 એપ્રિલ 2024ના રોજ 1350 રૂપિયા પર બંધ થયા છે. કંપનીના શેરોએ છેલ્લા 3 વર્ષમાં રોકાણકારોને 3549 ટકાનું છપ્પરફાડ રિટર્ન આપ્યું છે. ડ્રેઝિંગ ઈન્ડસ્ટ્રીઝ સંલગ્ન કંપની નોલેજ મરીન એન્ડ એન્જિનિયરિંગના શેરોનું 52 અઠવાડિયાનું હાઈ લેવલ 1815 રૂપિયા છે. જ્યારે કંપનીના શેરોનું 52 અઠવાડિયાનું લો લેવલ 955 રૂપિયા છે. 

3 વર્ષમાં એક લાખના 36 લાખથી વધુ રૂપિયા બન્યા
નોલેજ મરીન એન્ડ એન્જિનિયરિંગના શેર 23 એપ્રિલ 2021ના રોજ 37 રૂપિયા પર હતા. કંપનીના શેર 19 એપ્રિલ 2024ના રોજ 1350 રૂપિયા પર બંધ થયા છે. નોલેજ મરીન એન્ડ એન્જિનિયરિંગના શેરોએ છેલ્લા 3 વર્ષમાં રોકાણકારોને 3549 ટકાનું તગડું રિટર્ન આપ્યું છે. જો કોઈ વ્યક્તિએ 23 એપ્રિલ 2021ના રોજ આ કંપનીના શેરોમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હશે અને રોકાણ હોલ્ડ કરી રાખ્યું હશે તો હાલના સમયમાં 3 વર્ષ પહેલા ખરીદવામાં આવેલા આ શેરોની વેલ્યુ 36.48 લાખ રૂપિયા થઈ ગઈ હશે. 

બંપર ઉછાળો
કંપનીના શેરોમાં છેલ્લા 2 વર્ષમાં 455 ટકાનો તગડો ઉછાળો આવ્યો છે. કંપનીના શેર 22 એપ્રિલ 2022ના રોજ 243.10 રૂપિયા પર હતા. નોલેજ મરીન એન્ડ એન્જિનિયરિંગના શેર 19 એપ્રિલ 2024ના રોજ 1350 રૂપિયા પર બંધ થયા છે. જ્યારે છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરોમાં 30 ટકા જેટલી તેજી જોવા મળી છે. કંપનીનો આઈપીઓ 9 માર્ચ 2021ના રોજ ખુલ્યો હતો અને તે 12 માર્ચ 2021 સુધી ખુલ્લો રહ્યો હતો. આઈપીઓમાં કંપનીના શેરના ભાવ 37 રૂપિયા હતો. કંપનીના શેર 22 માર્ચ 2021ના રોજ 38 રૂપિયા પર લિસ્ટ થયા હતા. 

2.87 ગણો સબસ્ક્રાઈબ થયો હતો આઈપીઓ
નોલેજ મરીન એન્ડ એન્જિનિયરિંગનો આઈપીઓ ટોટલ 2.87 ગણો સબસ્ક્રાઈબ થયો હતો. કંપનીના આપીઓમાં રિટેલ ઈન્વેસ્ટર્સનો કોટા 3.65 ગણો સબસ્ક્રાઈબ થયો હતો. જ્યારે અધર્સ કેટેગરીમાં 2.09 ગણો દાવ લાગ્યો હતો. 

 (Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news