વડોદરા ભાજપમાં વિવાદ; ચૂંટણી પહેલાં નથી બધુ ઓલ વેલ? પાલિકાના તમામ નેતાઓને સુરતનું તેડું

વડોદરામાં ભાજપમાં વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. પાલિકાના સત્તાધીશો વચ્ચેની ખેંચતાણને લઈને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ અકળાયા અને પાલિકાના તમામ નેતાઓને સુરતનું તેડું મોકલ્યું. નેતાઓ સાથે બેઠક કર્યા બાદ માહોલ એવો સર્જાયો કે જાણે શહેર ભાજપમાં કોઈ વિવાદ છે જ નહીં.

વડોદરા ભાજપમાં વિવાદ; ચૂંટણી પહેલાં નથી બધુ ઓલ વેલ? પાલિકાના તમામ નેતાઓને સુરતનું તેડું

ઝી બ્યુરો/વડોદરા: શહેર ભાજપમાં કકળાટ એટલો વધી ગયો છે કે ખુદ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે દરમિયાનગીરી કરવી પડી છે. જી હાં, વડોદરામાં ભાજપમાં વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. પાલિકાના સત્તાધીશો વચ્ચેની ખેંચતાણને લઈને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ અકળાયા અને પાલિકાના તમામ નેતાઓને સુરતનું તેડું મોકલ્યું. નેતાઓ સાથે બેઠક કર્યા બાદ માહોલ એવો સર્જાયો કે જાણે શહેર ભાજપમાં કોઈ વિવાદ છે જ નહીં..

  • વડોદરા શહેર ભાજપમાં કેમ સર્જાયું કમઠાણ?
  • વિવાદનો ઉકેલ લાવવા પાટીલે કરવી પડી દરમિયાનગીરી
  • ચૂંટણી પહેલાં ભાજપમાં નથી બધુ ઓલ વેલ?

ગુજરાતની આ હોસ્પિટલમાં મોટી કરૂણાંતિકા! 5 મહિલાઓની સીઝેરિયન બાદ કિડની ફેલ, 2ના મોત

વડોદરા શહેર ભાજપ સંગઠન તેમજ પાલિકા સત્તાધીશો વચ્ચે વિવાદ વકર્યો છે. મહાનગરપાલિકાના સત્તાધીશો અને શહેરના નેતાઓ વચ્ચે ઘમાસાણ સર્જાયું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ બધા વચ્ચે નેતાઓનો વિવાદ વકરતાં  પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની દરમિયાનગીરી કરવાની જરૂર પડી છે. વડોદરા પાલિકાનાં હોદ્દેદારો અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોને સુરત બોલાવામાં આવ્યા હતા. તેમજ વડોદરાના સાંસદ, ધારાસભ્યો, શહેર ભાજપ પ્રમુખ અને 3 મહામંત્રીને પણ સુરત બોલાવવામાં આવ્યા હતા. પાલિકામાં ચાલતા વિવાદનો અંત લાવવા સી.આર.પાટીલે મીટીંગનું આયોજન કર્યું હતું.

આ બાબતે મહાનગર પાલિકાના સત્તાધિશો તેમજ ભાજપ સંગઠનનાં પદાધિકારીઓએ કંઈ પણ કહેવાનું ટાળ્યું હતુ. તેમજ માત્ર મીટીંગ હોવાનો મેસેજ આવ્યો હોવાનું જણાવી રહ્યા હતા. આ મીટીંગમાં મહાનગર પાલિકાના મેયર પિંકીબેન સોની, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન સહિત મહાનગર પાલિકાના હોદ્દેદારો તેમજ ધારાસભ્ય મનીષા વકીલ સહિત સાંસદ તેમજ અન્ય ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા શહેર ભાજપ સંગઠન અને પાલિકાના સત્તાધીશો વચ્ચે તાલમેલ જોવા મળતો નથી અને તેથી જ અવાર નવાર વિવાદો સર્જાયા કરે છે. 2024ની ચૂંટણી પહેલાં કોઈ નવો વિવાદ પક્ષમાં ના શરૂ થાય એ માટે ખુદ સી.આર. પાટીલે મોર્ચો સંભાળ્યો છે.

લોકસભાની ચૂંટણી પહેલાં વડોદરા ભાજપમાં કકળાટ પક્ષ માટે મોટો ચિંતાનો વિષય છે. પાલિકાના શાસકો અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ વચ્ચેની આ ખેંચતાણ આવનારા સમયમાં કોઈ નવો વિવાદ શરૂ ના કરે એટલા માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષ પણ મેદાને આવ્યા છે. સી.આર. પાટીલે બંધ બારણે વડોદરા શહેર ભાજપના નેતાઓ સાથે  બેઠક કરીને સમજાવી દીધું છે કે, પક્ષમાં કોઈપણ પ્રકારની ગેરશિસ્ત ચલાવી લેવામાં આવશે નહીં. ત્યારે હવે જોવું એ રહ્યું કે, નેતાઓને સી.આર. પાટીલની શીખામણની કેટલી અસર થઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news