અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં કહ્યું, 'ગજબની હવા ચાલી રહી છે, ગુજરાતમાં ઝાડું ચાલી રહ્યું છે'

Gujarat Election 2022: અરવિંદ કેજરીવાલે પંચમહાલમાં આઈ લવ યુ - કહીને જનમેદનીમાં સંબોધન કર્યું હતું. કેમ છો? મજામાં... કહીને ગુજરાતીમાં ભાષણની શરૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારે આઈબીને ગુજરાતમાં મોકલી છે.

 અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં કહ્યું, 'ગજબની હવા ચાલી રહી છે, ગુજરાતમાં ઝાડું ચાલી રહ્યું છે'

Gujarat Election 2022: વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ભાજપને બરાબરની ટક્કર આપવા માટે કમર કસી રહ્યું છે. જેથી આપના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલ આજથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. તેમના પ્રવાસની શરૂઆત પંચમહાલથી શરૂ થઈ છે. કેજરીવાલે પંચમહાલમાં આજે એક ભવ્ય સભાને સંબોધી હતી. મોરવા હડફમાં સભાને સંબોધનની શરૂઆત ગુજરાતીમાં કરી હતી. 

અરવિંદ કેજરીવાલે પંચમહાલમાં આઈ લવ યુ - કહીને જનમેદનીમાં સંબોધન કર્યું હતું. કેમ છો? મજામાં... કહીને ગુજરાતીમાં ભાષણની શરૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારે આઈબીને ગુજરાતમાં મોકલી છે. પણ આઈબીનો રિપોર્ટ છે કે ગુજરાતમાં આપની સરકાર બને છે અને 90ની આસપાસ સીટો આવે છે. પરંતુ હું તમને વિનંતી કરું છે કે તમારે એક કામ કરવાનું છે. એવો ધક્કો મારો કે 150 સીટો આવે. બધા રેકોર્ડ આ વખતે તોડી નાંખો. આમ આદમી પાર્ટીની ડિસેમ્બરમાં સરકાર બનશે. 

— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) October 28, 2022

કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગજબની હવા ચાલી રહી છે. ગુજરાતમાં ઝાડું ચાલી રહ્યું છે. લોકો કહી રહ્યા છે કે પરિવર્તન જોઇએ છે. ગુજરાત સરકાર ખૂબ ગભરાટમાં છે. 

કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા 27 વર્ષથી ભાજપે ગુજરાતને લૂંટી લીધું છે. કેજરીવાલે ચલણી નોટના મુદ્દે ચર્ચા કરતા જણાવ્યું કે, ચલણી નોટ પર ગણેશજી અને લક્ષ્મીજીની તસ્વીર હોવી જોઈએ એવું મેં કહ્યું હતું. જેમાં ભાજપે આ બાબતે મને ખુબ ગાળો આપી. કોંગ્રેસે પણ ગાળો આપી. પરંતુ જનતા જવાબ આપે કે નોટો પર લક્ષ્મીજી અને ગણેશજીની તસ્વીર હોવી જોઈએ કે નહીં?

આ પણ જુઓ વીડિયો:-

કેજરીવાલે કહ્યું, અમારી સરકાર બનશે તો સૌથી પહેલા ભ્રષ્ટાચાર ખતમ કરી રહ્યું છે. ગુજરાત સરકાર ખોટમાં ચાલી રહી છે. દરેક વસ્તુ પર ટેક્સ લગાવી દીધો છે. તો ક્યાં ગયો આ રૂપિયો. આ લોકોએ લૂંટી લીધા. તેમણે ભાજપનું નામ લીધા વિના જણાવ્યું કે, એક ધારાસભ્ય પાસે ચૂંટણી પહેલા 4 એકર જમીન હતી. હવે તેની પાસે એક હજાર એકર જમીન થઈ ગઈ છે. આ લોકો પાસેથી અમારી સરકાર બન્યા પછી પૈસા પરત કઢાવીશું. એક પણ રૂપિયો ખાવા નહીં દઇએ. અમારી સરકાર બન્યા પછી કોઈ મંત્રી કૌભાંડ નહીં કરે. કોઈ ચોરી કરશે તો જેલમાં જશે. અમારો પણ કોઈ નેતા ચોરી કરશે તો છોડીશું નહીં. મારો દીકરો પણ ચોરી કરશે તો જેલમાં જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news