Hrithik-Deepika ની આ ફિલ્મ પડાવશે બોક્સ ઓફિસ પર બૂમ! પોસ્ટર જોઈને ઉડી જશે હોશ

રિતિક-દીપિકાની ‘ફાઇટર’નું પહેલું પોસ્ટર સામે આવ્યું, આ તારીખે રિલીઝ થશે ફિલ્મ. જો તમે પણ રિતિક અને દિપિકાના ફેન્સ હોવ તો એકવાર આ પોસ્ટર જરૂર જોઈ લેજો. સિદ્ધાર્થ આનંદે દાવો કર્યો હતો કે ‘ભારતની પ્રથમ એરિયલ એક્શન ફ્રેન્ચાઈઝીમાં ઋત્વિક રોશન અને દીપિકા પાદુકોણને જોવા માટે તૈયાર થઈ જાઓ’. તેના VFX માટે ઓસ્કારમાં અનેક વખત એવોર્ડ મેળવનારી એજન્સીને હાયર કરવામાં આવી છે. એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે નિર્માતાઓ ફિલ્મ નિર્માણના હાઇબ્રિડ મોડલ માટે જવાની યોજના બનાવી રહ્યા છે.

Hrithik-Deepika ની આ ફિલ્મ પડાવશે બોક્સ ઓફિસ પર બૂમ! પોસ્ટર જોઈને ઉડી જશે હોશ

મુંબઈઃ રિતિક રોશન અને દિપીકા પાદુકોણના ચાહકો લાંબા સમયથી આ જોડીને ઓન સ્ક્રીન જોવાની રાહ જોઈ રહ્યાં હતાં. જોકે, હવે દર્શકોની આતુરતાનો નજીકના સમયમાંજ અંત આવશે. આજે આ બન્નેની શાનદાર જોડીની ફિલ્મનું પહેલું પોસ્ટર સામે આવ્યું છે. જેમાં આ બન્નેનો ફસ્ટ લૂક જોવા મળી રહ્યો છે. રિતિક-દિપિકાની ફાઈટર ફિલ્મનું પોસ્ટર સામે આવ્યું છે. એવું કહેવાય છેકે, રિતિકની અત્યાર સુધી ની તમામ ફિલ્મો કરતા આ ફિલ્મ કંઈક અલગ જ છે. આ ફિલ્મમાં રિતિકની સાથે દિપીકા હોવાથી ફિલ્મમાં એક્શન અને ગ્લેમબર બન્ને બરાબર તોલી તોલીને ઉમેરવામાં આવ્યાં છે. દર્શકો પણ શાનદાર જોડીને સ્ક્રીન પર જોવા માટે આતુર છે.

 

 

ઉલ્લેખનીય છેકે, રિતિક રોશન અને દીપિકા પાદુકોણ પહેલીવાર ફિલ્મ ‘ફાઇટર’માં સાથે જોવા મળવાના છે. તાજેતરમાં જ રિતિકે તેના સોશિયલ મીડિયા પેજ પર ફિલ્મની રિલીઝ ડેટને લઈને મોટી જાહેરાત કરી હતી. પહેલા સમાચાર આવ્યા હતા કે ફાઈટર વર્ષ 2023માં રિલીઝ થશે પરંતુ હવે ફિલ્મનું પહેલું પોસ્ટર સામે આવ્યું છે જેમાં રિલીઝ ડેટ સ્પષ્ટપણે ફાઈટ પ્લેન પર લખેલી છે.

ફાઈટરનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. પોસ્ટર પર ફાઈટર પ્લેન આકાશમાં ઉડાન ભરતું જોવા મળે છે. જેના પર લખ્યું છે ‘ફાઇટર’ 25 જાન્યુઆરી 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. સિદ્ધાર્થ આનંદની આ ફિલ્મને લઈને પહેલેથી જ ઘણી ચર્ચા છે. લોકો તેમના બંને ફેવરિટ સ્ટાર્સને સ્ક્રીન પર એકસાથે જોવા માટે ઉત્સાહિત છે. સિદ્ધાર્થ આનંદે તેની ફિલ્મ ફાઇટર માટે ‘DNEG’ સાથે કરાર કર્યો છે, આ એ જ કંપની છે જેણે રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્ર માટે VFX બનાવ્યું હતું. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ફાઈટર એક સુપર એક્શન ફિલ્મ છે જેમાં કેટલાક મહાન એરિયલ એક્શન સિક્વન્સ છે જે ભારતીય દર્શકો માટે એક ઉત્તમ અનુભવ બની રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news