રખડતા ઢોરનો આતંક ડામવા ગુજરાત સરકાર સખ્ત! મનપા, નપા માટે જાહેર કરી કડક ગાઈડલાઈન

રખડતા ઢોરને લઈ રાજ્ય સરકાર દ્વારા ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં મનપા તેમજ નપા વિસ્તારમાં ઢોરનું રજીસ્ટ્રેશન ફરજીયાત કર્યું છે. તેમજ રજીસ્ટ્રેશન વગરનાં ઢોરને જપ્ત કરવામાં આવશે.

રખડતા ઢોરનો આતંક ડામવા ગુજરાત સરકાર સખ્ત! મનપા, નપા માટે જાહેર કરી કડક ગાઈડલાઈન

ઝી બ્યુરો/અમદાવાદઃ રાજ્યમાં રખડતાં ઢોર મુદ્દે મામલે ગુજરાત હાઇકોર્ટે સરકારને ફટકાર લગાવી હતી. હાઈકોર્ટે રખડતા ઢોરની સમસ્યા ઉકેલવા ગંભીરતાથી કામ કરવા સરકાર સામે લાલ આંખ કરી હતી. ત્યારબાદ આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. રાજ્યમાં રખડતાં ઢોર અંગે ગુજરાત સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે. રખડતા ઢોર અંગે રાજ્ય સરકારે મનપા, નપા માટે ગાઈડલાઈન જાહેર કરી છે.

રાજ્ય સરકારે રાજ્યમાં રખડતા ઢોરના આતંકને ડામવા માટે એક ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં મનપા તેમજ નપા વિસ્તાર માટે સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે મનપા તેમજ નપા વિસ્તારમાં ઢોરનું રજીસ્ટ્રેશન પણ ફરજિયાત કરવામાં આવ્યું છે અને રજીસ્ટ્રેશન વગરનાં ઢોરને જપ્ત કરવામાં આવશે. મનપા અને નપાએ પશુઓમાં ટેગ લગાવવાની કામગીરી કરવી પડશે. પરમિશન માટે નિશ્ચિત ચાર્જ ભરવો પડશે. જાહેર રસ્તાઓ પર ઘાસ વેચાણ અને ખવડાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ટેગ વગરના ઢોર માટે 10થી 1 હજાર સુધી દંડની જોગવાઈ પણ કરાઈ છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) August 24, 2023

અત્રે નોંધનીય છે કે, અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) રખડતા ઢોર મુદ્દે નવી નીતિ જાહેર કરી હતી, જેમાં ત્રણ વર્ષ માટે લાઇસન્સ ફ્રી રૂપિયા 500 નક્કી કરવામાં આવી હતી. એ પછી રિન્યુ માટે રૂપિયા 250 ફી નક્કી કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા શહેરમાં રોડ ઉપર પશુઓ રખડતા જોવા ના મળે, રોડ પર પશુઓને કારણે થતા અકસ્માત ટાળી શકાય તેમ જ ઢોરને પકડવાની કામગીરીનો ચુસ્તપણે અમલ કરવા માટે ઢોર ત્રાસ અંકુશ માટેના નિયમોનો સમાવેશ કરતી નવી નીતિ બનાવવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news