આ વર્ષે કેસર કેરી ખાવા નહીં મળે કે શું? એવું શું થયું કે ગુજરાતના ખેડૂતો બન્યા ચિંતિત

ગીર સોમનાથ જિલ્લાનાં ગીર વિસ્તારનાં આંબા વાડિયામાં દરેક આંબામાં કેરીઓ ઝૂલી રહી છે. તો સાથે આંબાનાં નીચેનાં ભાગે જોશો તો સંખ્યાબંધ કેરી ખરી ગઈ છે. આથી આંબા વાડીયાનાં માલિક એવા ખેડૂતો અને ઇજારદાર ચિંતામાં મુકાયા છે.

આ વર્ષે કેસર કેરી ખાવા નહીં મળે કે શું? એવું શું થયું કે ગુજરાતના ખેડૂતો બન્યા ચિંતિત

રજની કોટેચા/ગીર સોમનાથ: ટૂંક સમયમાં ગીરની પ્રખ્યાત  કેસર કેરી બજારમાં આવશે. પરંતુ ખેડૂતો હાલ ચિંતિત બન્યા છે. કારણ કેરીમાં ખરણ આવ્યું છે. ખરણ એટલે કે આંબા પરથી ખાખડી(મધ્યમ કદની કેરી) ખરવા લાગી છે. જેથી ખેડૂતો અને ઇજારદાર પરેશાન બન્યા છે.

ગીર સોમનાથ જિલ્લાનાં ગીર વિસ્તારનાં આંબા વાડિયામાં દરેક આંબામાં કેરીઓ ઝૂલી રહી છે. તો સાથે આંબાનાં નીચેનાં ભાગે જોશો તો સંખ્યાબંધ કેરી ખરી ગઈ છે. આથી આંબા વાડીયાનાં માલિક એવા ખેડૂતો અને ઇજારદાર ચિંતામાં મુકાયા છે. ઇજારદારનેએ ચિંતા સતાવી રહી છે કે "ખેડૂતને નક્કી કરેલી રકમ ચૂકવવાની છે તો બીજી તરફ માર્કેટની અંદર નાની કેસર કેરીના એક કિલોના પાંચ રૂપિયા ભાવે વેચાઈ રહી છે. 

બીજી તરફ આંબાઓમાં ફૂટ પણ થઈ રહી છે તેને લઈને કેસર કેરી વધુ પ્રમાણમાં ખરી રહી છે, કરી રહી છે તો દસ દિવસ પહેલા જે નાની કેસર કેરીના એક કિલોના ભાવ 50 થી 60 રૂપિયા હતો તે કેસર કેરી આજે પાંચ રૂપિયામાં ખેડૂતો પાસેથી વેપારી ખરીદી રહ્યા છે. ગત વર્ષની સરખામણીએ આ વખતે કેસર કેરી માર્કેટમાં માત્ર 40 ટકા આવે એવી સંભાવના ખેડૂતો અને ઇજારદારો વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે ખેડૂતને એ મૂંઝવણ છે કે કેસરમાં જો આમ જ ખરણ રહેશે તો ઇજારદાર બાકીની રકમ આપશે કે કેમ...?"

કેસરમાં ખરણને લઈ કેરી પકવતા ગીરનાં ખેડૂતો અને ઇજારદારો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે કૃષિ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ વર્ષે એક સ્ટેપની અંદર ફ્લાવરિંગ આવ્યું છે બાકીનું જે બીજો અને ત્રીજા ટાઈપમાં નહિવત ફ્લાવરિંગ આવ્યું છે, તેમાં પણ રાત્રિના સમયે ઝાકળ અને દિવસની ગરમી પડવાને લઈ ખરણની પ્રક્રિયામાં વધારો થયો છે. તેની સાથે સાથ બીજા અને ત્રીજા સ્ટેપનું જે ફ્લાવરિંગ આવ્યું નથી, તેવા આંબાઓમાં હવે નવા પાંદડાઓ આવી રહ્યા છે તે કુદરતી પ્રક્રિયા છે અને તેમાં કોઈ ફેરફાર થઈ ના શકે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news