ભાવનગરનાં મહારાજે ભોય સમાજની મહિલાઓને બેઇઝ આપી કુલી તરીકે પરવાનગી આપી હતી

શહેરના ટર્મિનસ રેલ્વે સ્ટેશન કે જ્યાં હાલ ૧૨ જેટલી મહિલા કુલીઓ રેલ્વે મુસાફરોના સમાનની હેરફેર કરી પોતાનું જીવન ગુજારી રહી છે, સાથે સાથે પોતાના પરિવારને આર્થીક મદદ પણ કરી રહી છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ભોય સમાજની મહિલાઓને આજથી વર્ષો પહેલા ખાસ બેઇઝ આપી કુલી તરીકે કામ કરવાનું સન્માન આપ્યું હતું. આ મન સન્માનને આજે પણ આ સમાજની મહિલાઓએ વારસામાં જાળવી રાખી કુલી તરીકે પોતાની કામગીરી જાળવી રાખી છે. ભાવનગરનું રેલ્વે ટર્મિનસ કે જે રાજવી પરિવારની દેણ છે. જ્યાં આજે ૪ પેઢીથી મહિલાઓ જ કુલી તરીકે કામ કરી રહી છે. વર્ષો પહેલા આ રેલ્વે સ્ટેશન પર મહિલા કુલીની સંખ્યા મોટા પ્રમાણમાં હતી પરંતુ આજે આધુનિક સમય અને ટેકનોલોજી ને લઇ આ મહિલા કુલી ને પુરતું કામ ના મળતા તેની સંખ્યા દિન પ્રતિદિન ઘટી રહી છે અને આજે ૧૨ જેટલી મહિલા કુલી આ રેલ્વે સ્ટેશન પર લોકોના સમાન ની હેરફેર કરતી નજરે પડે છે.
ભાવનગરનાં મહારાજે ભોય સમાજની મહિલાઓને બેઇઝ આપી કુલી તરીકે પરવાનગી આપી હતી

ભાવનગર: શહેરના ટર્મિનસ રેલ્વે સ્ટેશન કે જ્યાં હાલ ૧૨ જેટલી મહિલા કુલીઓ રેલ્વે મુસાફરોના સમાનની હેરફેર કરી પોતાનું જીવન ગુજારી રહી છે, સાથે સાથે પોતાના પરિવારને આર્થીક મદદ પણ કરી રહી છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ભોય સમાજની મહિલાઓને આજથી વર્ષો પહેલા ખાસ બેઇઝ આપી કુલી તરીકે કામ કરવાનું સન્માન આપ્યું હતું. આ મન સન્માનને આજે પણ આ સમાજની મહિલાઓએ વારસામાં જાળવી રાખી કુલી તરીકે પોતાની કામગીરી જાળવી રાખી છે. ભાવનગરનું રેલ્વે ટર્મિનસ કે જે રાજવી પરિવારની દેણ છે. જ્યાં આજે ૪ પેઢીથી મહિલાઓ જ કુલી તરીકે કામ કરી રહી છે. વર્ષો પહેલા આ રેલ્વે સ્ટેશન પર મહિલા કુલીની સંખ્યા મોટા પ્રમાણમાં હતી પરંતુ આજે આધુનિક સમય અને ટેકનોલોજી ને લઇ આ મહિલા કુલી ને પુરતું કામ ના મળતા તેની સંખ્યા દિન પ્રતિદિન ઘટી રહી છે અને આજે ૧૨ જેટલી મહિલા કુલી આ રેલ્વે સ્ટેશન પર લોકોના સમાન ની હેરફેર કરતી નજરે પડે છે.

તેમના હાથ પર રાજવી સમયમાં આપવામાં આવેલો બેઇઝ આજે પણ બાંધેલો જોવા મળી રહ્યો છે અને તેઓ આજે પણ કુલી તરીકેની ફરજ કોઈપણ પ્રકારની શરમ વગર નિભાવી રહી છે. સાથે સાથે આ રેલ્વે મથક પર કુલી તરીકે ની કામગીરી કરી ગર્વ અનુભવી રહી છે. હાલ માત્ર મુંબઈ અને લાંબા રૂટની જે ટ્રેઈન અવરજવર કરે છે તે સમયે જ મહતમ મહિલા કુલી મૌજુદ રાહે છે બાકીની ટ્રેઈન સમયે બે ચાર મહિલા કુલી હાજર રહે છે. રાજવી પરિવારે જે તે સમયે મહિલાઓ ને પ્રાધાન્ય આપી મહિલાઓ જાતેજ  સ્વનિર્ભર બની શકે તે માટે કુલી તરીકે કામગીરી સોપી હતી જે આજે ચાર ચાર પેઢી બાદ પણ આ સમાજની મહિલાઓ સ્વીકારી પોતાના પરિવારને આર્થીક મદદરૂપ બની રહી છે. જો જે પહેલા ના સમયમાં જે મહેનતાણું મળતું હતું તેમાં ગુજરાન ચાલી જતું હતું જે આજની મોંઘવારી માં શક્ય નથી છતાં આજે પણ આ મહિલા કુલીઓ સન્માન પૂર્વક પોતાની આ કુલીની ફરજ અદા કરી રહી ભાવનગર નું ગૌરવ બની રહી છે જે દેશમાં આજે પણ આદર્શ માનવા આવે છે.

આ તકે કોંગ્રેસના નેતાએ ભાવનગરના મહિલા કુલી બાબતે કરેલી ટકોર કે જેમાં આ મહિલાઓએ આજે પણ મજુરી કરવી પડે છે તેનો જવાબ ખુદ મહિલા કુલી અને અન્ય મુસાફરો એ આપ્યો હતો. કોઈપણ કામ નાનું નથી હોતું અને આ કુલીની કામગીરી તેની ચાર પેઢીથી કરી રહ્યા છે જેનો ગર્વ છે અને જેના થકી તે પણ સ્વનિર્ભર બની છે. આજના સમયમાં અનેક મહિલાઓ વિવિધ ક્ષેત્રોમાં કામ કરી છે જયારે અનેક મહિલાઓ મજુરી કરી પોતાનું જીવન નિર્વાહ કરી રહી છે ત્યારે આ તકે કોઈનેતા ની કોઈપણ વાત તેમણે આર્થીક સહાય નથી આપતી માત્ર તેની કુલી તરીકે ની કામગીરી તેના ઘર ચલાવવા માં મદદરૂપ થાય છે. ભાવનગર ટર્મિનસ પર રોજના હજારો મુસાફરો અવરજવર કરી રહ્યા છે. જેમાં વધુ માલસામાન સાથે મુસાફરી કરનારા લોકો માટે આ મહિલા કુલી ખાસ છે. તેમને યોગ્ય મહેનતાણું મળી રહે તેવી લોકો કાળજી રાખે તે પણ જરૂરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news