Shah Rukh Khan: સુજોય ઘોષની ફિલ્મમાં પહેલીવાર સાથે કામ કરશે શાહરુખ અને સુહાના, બિગ બજેટ ફિલ્મમાં પિતા-પુત્રીની એન્ટ્રી

Shah Rukh Khan:આ ફિલ્મ એક એક્શન ડ્રામા ફિલ્મ હશે જેનું નિર્દેશન સુજોય ઘોષ કરશે. જોકે ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં પહેલી વખત શાહરુખ ખાન સાથે તેની દીકરી સુહાના ખાન જોવા મળશે અને તે સિલ્વર સ્ક્રીન પર ડેબ્યૂ કરશે. સુહાના ખાન આ પહેલા જોયા અખ્તરની ફિલ્મ આર્ચિઝ કરી ચૂકી છે પરંતુ સિલ્વર સ્ક્રીન પર આ તેની પહેલી ફિલ્મ હશે. 

Shah Rukh Khan: સુજોય ઘોષની ફિલ્મમાં પહેલીવાર સાથે કામ કરશે શાહરુખ અને સુહાના, બિગ બજેટ ફિલ્મમાં પિતા-પુત્રીની એન્ટ્રી

Shah Rukh Khan: વર્ષ 2023 શાહરૂખ ખાન માટે ખૂબ જ સારું રહ્યું. એક વર્ષમાં શાહરુખ ખાનની ત્રણ દમદાર ફિલ્મો આવી જેણે બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી. હવે શાહરુખ ખાને તેની આગામી ફિલ્મ ધ કિંગ પણ ફાઇનલ કરી લીધી છે. આ ફિલ્મ એક એક્શન ડ્રામા ફિલ્મ હશે જેનું નિર્દેશન સુજોય ઘોષ કરશે. જોકે ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં પહેલી વખત શાહરુખ ખાન સાથે તેની દીકરી સુહાના ખાન જોવા મળશે અને તે સિલ્વર સ્ક્રીન પર ડેબ્યૂ કરશે. સુહાના ખાન આ પહેલા જોયા અખ્તરની ફિલ્મ આર્ચિઝ કરી ચૂકી છે પરંતુ સિલ્વર સ્ક્રીન પર આ તેની પહેલી ફિલ્મ હશે. 

આ ફિલ્મનું કન્ફર્મેશન આવ્યા પછી ચાહકો સુહાના ખાન અને શાહરુખ ખાનને એક સાથે જોવા માટે આતુર થયા છે. સાથે જ આ ફિલ્મ વિશે પણ વધુને વધુ જાણવા માટે લોકો તલપાપડ છે. ફિલ્મને લઈને પણ અલગ અલગ ચર્ચાઓ ચાલી રહી છે. જેમાં એક ચર્ચા એવી પણ છે કે ધ કિંગ ફિલ્મમાં શાહરુખ ખાન કેમીયો રોલ કરશે અને સુહાના મુખ્ય ભૂમિકામાં હશે. જોકે સૂત્રોનું જણાવવું છે કે સુહાના ખાનની સાથે શાહરુખ ખાન પણ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. 

ધ કિંગ એક એક્શન ડ્રામા એન્ટરટેનર ફિલ્મ હશે. ખાસ વાત એ છે કે આ ફિલ્મ સુહાના ખાનની પહેલી થિયેક્ટ્રિકલ ફિલ્મ હશે. આ ફિલ્મમાં છેલ્લા કેટલાક સમયથી ઘણા બધા ફેરફાર કરવામાં આવ્યા છે. સૂત્રોનું જણાવવું એવું પણ છે કે શાહરુખ ખાન આ ફિલ્મમાં કેમીઓ કરવાનો હતો. જે રીતે આલિયા ભટ્ટ ની ફિલ્મ ડિયર જિંદગીમાં શાહરૂખ ખાનનો રોલ હતો તેવો જ રોલ આ ફિલ્મમાં હશે. પરંતુ હવે સ્ક્રીપ્ટમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને શાહરુખ ખાનનો રોલ પણ મહત્વનો કરવામાં આવ્યો છે. ચર્ચાઓ એવી પણ છે કે શાહરુખ ખાન આ ફિલ્મમાં સુહાના ખાનના પિતાના રોલમાં નહીં પરંતુ તેના મેંટરના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ વર્ષ 2025 માં રિલીઝ થઈ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news