શેરબજારમાં હાહાકાર, ઈન્વેસ્ટરોના ડૂબી ગયા ₹7.92 લાખ કરોડ, સેન્સેક્સ-નિફ્ટીમાં કડાકો

Stock Market : શેર માર્કેટમાં આજે સતત પાંચમાં  દિવસે ઘટાડો જોવા મળ્યો છે. આજે તો સેન્સેક્સમાં 1000 પોઈન્ટથી વધુ અને નિફ્ટીમાં 350 પોઈન્ટથી વધુનો ઘટાડો થયો છે. રોકાણકારોને રોવાનો વારો આવ્યો છે.
 

શેરબજારમાં હાહાકાર, ઈન્વેસ્ટરોના ડૂબી ગયા ₹7.92 લાખ કરોડ, સેન્સેક્સ-નિફ્ટીમાં કડાકો

Stock Marke: શેર માર્કેટમાં ગુરૂવારે બજારમાં ભૂકંપ આવ્યો છે. વીકલી એક્સપાયરીના દિવસે દલાલ સ્ટ્રીટ પર બેન્ચમાર્ક ઈન્ડેક્સ લાલ થઈ ગયા હતા. ઈન્વેસ્ટરોના 7.92 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે. હજારમાં બિકવાલી જોવા મળી અને ત્રણ સપ્તાહના નિચલા સ્તરે માર્કેટ બંધ થયું છે. નિફ્ટી 345 પોઈન્ટ ઘટી 21,957 પોઈન્ટ પર બંધ થઈ છે. સેન્સેક્સ 1062 પોઈન્ટ ઘટી 72,404 પર બંધ થયો અને નિફ્ટી બેન્ક 533 પોઈન્ટના ઘટાડા સાથે  47,487 પર બંધ થયો છે. 

રોકાણકારો ધોવાયા
શેર બજારમાં આજે આવેલી સુનામીને કારણે રોકાણકારોને 7.92 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 393.68 કરોડ રૂપિયા બંધ થયું છે, જે પાછલા કારોબારી સત્રમાં 400.69 લાખ કરોડ રૂપિયા હતું. આજના કારોબારમાં રોકાણકારોને 7.92 લાખ કરોડનું નુકસાન ઉઠાવવાનો વારો આવ્યો છે. આજના ટ્રેડમાં કુલ 3943 શેરમાં ટ્રેડિંગ થયું જેમાં 929 શેર તેજી સાથે બંધ થયા છે, જ્યારે 2902 શેર ઘટાડા સાથે બંધ થયા છે. 112 શેરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. 

India Vix માં રેકોર્ડ ઉછાળ
શેરબજારમાં આવનારા દિવસોમાં ઉથલપાથલને ઈન્ડિયા Vix માં ઉછાળ દ્વારા માપવામાં આવે છે. ઈન્ડિયા Vix આજના સત્રમાં 18.26 સુધી ઉછળ્યો તો તે જણાવવા માટે પૂરતુ છે કે બજારમાં આવનારા દિવસોમાં  ઉથલપાથલ જોવા મળી શકે છે. બજાર બંધ થવા સમયે ઈન્ડિયા Vix 6.56 ટકાના વધારા સાથે 18.20 પર બંધ થયો છે. 

સેક્ટરની સ્થિતિ
આજના કારોબારમાં બે એફએમસીજી અને એનર્જી સ્ટોક્સમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટીનો એફએમસીજી ઈન્ડેક્સ 1183 અને એનર્જી ઈન્ડેક્સ 1177 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો છે. આ સિવાય આઈટી, ફાર્મા, મેટલ્સ અને ઓયલ એન્ડ ગેસ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને હેલ્થકેર સેક્ટરના શેર પણ ઘટાડા સાથે બંધ થયા છે. 

પીરામલ એન્ટરપ્રાઇઝનો સ્ટોક 8.86 ટકા, લાર્સન 7.89 ટકા, આરતી ઈન્ડસ્ટ્રીઝ 5.81 ટકા, એશિયન પેન્ટ્સ 4.68 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટીલ 3.64 ટકાના ઘટાડા સાથે બંધ થયો છે. જ્યારે ટાટા મોટર્સ 1.77 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.37 ટકા, એસબીઆઈ 1.14 ટકાની તેજી સાથે બંધ થયા છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news