કહેવા માટે તો આ ગુજરાતની હોસ્પિટલ છે પરંતુ, અહીં સારવારના નામે લોકોને મળી રહી છે દુવિધા

હોસ્પિટલમાં ગરમીના કારણે દર્દીઓ કિડિયારાની જેમ ઊભરાય રહ્યા છે. આવી સ્થિતિમાં હોસ્પિટલમાં દર્દીઓ માટે પૂરતી સુવિધા છે કે નહીં તેને લઈને ZEE 24 કલાક દ્વારા રિયાલિટી ચેક હાથ ધરવામાં આવ્યું. કેટલાક શહેરોમાં હોસ્પિટલ તંત્રની બેદરકારી ઉઠીને આંખે વળગી તો કેટલાક શહેરોમાં તંત્રની કામગીરી લોકો સંતૂષ્ટ જોવા મળ્યા જુઓ આ રિપોર્ટ.. 

કહેવા માટે તો આ ગુજરાતની હોસ્પિટલ છે પરંતુ, અહીં સારવારના નામે લોકોને મળી રહી છે દુવિધા

Current Temperature Status and Heat Wave Warning: ગરમીનો પારો ભયાનક રીતે વધી રહ્યો છે. ગુજરાતના મોટા ભાગના શહેરોમાં તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચ્યું છે. આવી સ્થિતિમાં ગરમીજન્ય રોગચાળો પણ વકર્યો છે. હોસ્પિટલમાં ગરમીના કારણે દર્દીઓ કિડિયારાની જેમ ઊભરાય રહ્યા છે. આવી સ્થિતિમાં હોસ્પિટલમાં દર્દીઓ માટે પૂરતી સુવિધા છેકે, નહીં તેને લઈને ZEE 24 કલાક દ્વારા રિયાલિટી ચેક હાથ ધરવામાં આવ્યું. કેટલાક શહેરોમાં હોસ્પિટલ તંત્રની બેદરકારી ઉઠીને આંખે વળગી તો કેટલાક શહેરોમાં તંત્રની કામગીરી લોકો સંતૂષ્ટ જોવા મળ્યા જુઓ આ રિપોર્ટ.. 

કહેવા માટે તો આ હોસ્પિટલ છે પરંતુ, અહીં સારવારના નામે લોકોને મળી રહી છે દુવિધા...જી હાં, સુરતની નવી સિવિલ હોસ્પિટલના આ દ્રશ્યો જુઓ કાળઝાળ ગરમી વચ્ચે અહીં સારવાર લઈ રહેલા દર્દીઓની હાલત જુઓ. ZEE 24 કલાકના રિયાલિટી ચેકમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે.. નવી સિવિલ હોસ્પિટલમાં અનેક વોર્ડમાં આવા આકરા ઉનાળામાં પણ પંખા બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે.. જે બાળકનું હોસ્પિટલ થયું છે એ બાળકના બેડ પર પણ પંખાની સુવિધા નથી.. સારવાર લઈ રહેલા દર્દીઓ ગરમીના કારણે પરેશાન થઈ રહ્યા છે.. 

ચોંકાવનારું તથ્ય તો એ સામે આવ્યું કે કોરોના સમયે જે કોવિડ હેલ્પ ડેસ્ક શરૂ કરીને પતરાંનો સેડ બનાવવામાં આવ્યો હતો ત્યાં હજુ પણ પંખા લગાવવામાં આવેલા છે.. જો, આ પંખા હોસ્પિટલમાં લગાવવામાં આવ્યા હોત તો દર્દીને એટલી રાહત રહી હોત. 

આ દ્રશ્યો સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી હોસ્પિટલના છે. જામનગરની જી.જી. હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં ગરમીમાં પરેશાન થતાં આ દર્દીઓની હાલત જુઓ. જી.જી. હોસ્પિટલના પહેલાં અને બીજા માળે પંખાની સુવિધા પણ નથી અને દર્દીઓ માટે પીવા લાયક પાણીની પણ સુવિધા નથી.. હોસ્પિટલમાં સારવાર લેવા જતાં દર્દીઓની હાલત અહીં કફોડી બની છે. એક તરફ દર્દીઓ પરેશાન થાય છે. તો બીજી તરફ હોસ્પિટલનું તંત્ર સૂચના આપી દીધી હોવાનું રટણ કરે છે.

ZEE 24 કલાકની ટીમો દ્વારા ગુજરાતના અન્ય શહેરોમાં પણ રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટ શહેરનો સમાવેશ થાય છે. આ તમામ શહેરોમાં ઉનાળાની આકરી ગરમીને લઈને હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીઓ અને તેમના પરિજનો માટે ખાસ વ્યવસ્થા ઊભી કરી હતી.. આ તમામ હોસ્પિટલમાં પંખા ચાલુ સ્થિતિમાં જોવા મળ્યા હતા જ્યારે દર્દી અને તેમના પરિજનો માટે પીવાના પાણીની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. 

મહત્વની વાત એ છેકે, રાજ્યની અન્ય બેદરકાર હોસ્પિટલોએ પણ એ સંજ્ઞાન લેવું જોઈએ કે, સત્તાધિશો એસી કેબિનોમાં બેસી રહે છે જ્યારે દર્દીઓ ગરમીમાં અકળાય રહ્યા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news