પ્રોફેસરની નોકરી છોડી બન્યા ગૌતમ અદાણીના 'જમણો હાથ', કરોડોનું સામ્રાજ્ય ચલાવવામાં નિભાવે છે મહત્વની ભૂમિકા

Malay Mahadevia : મલય મહાદેવિયાને ગૌતમ અદાણીનો જમણો હાથ કહેવામાં આવે છે. અદાણી ગ્રુપમાં સામેલ થતાં પહેલા તેઓ અમદાવાદની સરકારી ડેન્ટલ કોલેજમાં આસિટન્ટ પ્રોફેસરના રૂપમાં કામ કરતા હતા. ગૌતમ અદાણીના કરોડોના સામ્રાજ્યને સંભાળવામાં મલય મહત્વની ભૂમિકા ભજવે છે.

પ્રોફેસરની નોકરી છોડી બન્યા ગૌતમ અદાણીના 'જમણો હાથ', કરોડોનું સામ્રાજ્ય ચલાવવામાં નિભાવે છે મહત્વની ભૂમિકા

Gautam Adani : ગૌતમ અદાણી દેશના બીજા સૌથી ધનવાન વ્યક્તિ છે. ફોર્બ્સ અનુસાર તેમની નેટવર્થ 6,77,520 કરોડ રૂપિયાની છે. તે અદાણી ગ્રુપના પ્રમુખ છે. અદાણી ગ્રુપમાં અલગ-અલગ કંપનીઓ છે. તે વિવિધ ક્ષત્રમાં સક્રિય છે. અદાણી ગ્રુપની 10 કંપનીઓનું સામૂહિક માર્કેટ કેપિટલાઇઝેશન લગભગ 16,00,000 કરોડ રૂપિયા છે. આટલા મોટા કારોબારી સામ્રાજ્યને સંભાળવામાં ગૌતમ અદાણીને પોતાના પરિવાર અને નજીકના લોકોની મદદ મળે છે.

ગ્રુપમાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ

ગૌતમ અદાણીના કરોડોના સામ્રાજ્યની દેખરેખમાં મદદ કરનાર એક વ્યક્તિ મલય મહાદેવિયા પણ છે. ગ્રુપમાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ છે. તેમને ગૌતમ અદાણીનો રાઇટ હેન્ડ માનવામાં આવે છે. મલય મહાદેવિયા ગૌતમ અદાણીના બાળપણના મિત્ર છે. અદાણી ગ્રુપમાં જોડાતા પહેલા તે આસિટન્ટ પ્રોફેસર હતા. 

ગ્રુપમાં મલયની પાસે કયાં-કયાં પદ?
મલય મહાદેવિયા અદાણી પોર્ટ્સ એન્ડ એસઈઝેડના ડાયરેક્ટર છે. આ સિવાય તે અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (એએએચએલ) ના સીઈઓ પણ છે. પોર્ટ અને લોજિસ્ટ્કિસ, રેલવે, હેલ્થકેર, મેડિકલ એજ્યુકેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ એજ્યુકેશન અને ગ્રુપના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઈનીશિએટિવ સહિત તે પોતાની સેવાઓ અલગ-અલગ ક્ષેત્રમાં આપે છે. તે અદાણી ગ્રુપના સીએસઆર વિંગ અદાણી ફાઉન્ડેશનના ટ્રસ્ટી પણ છે.

સરકારી ડેન્ટલ કોલેજમાં હતા આસિટન્ટ પ્રોફેસર
અદાણી ગ્રુપની સાથે પોતાની યાત્રા શરૂ કરતા પહેલા મલય મહાદેવિયા અમદાવાદમાં સરકારી ડેન્ટલ કોલેજમાં આસિટન્ટ પ્રોફેસર હતા. તેમણે બોમ્બે વિશ્વવિદ્યાલયમાંથી ડેન્ટલ સર્જરીમાં સ્નાતક અને માસ્ટરની સાથે ગુજરાત વિશ્વવિદ્યાલયથી કોસ્ટલ ઇકોલોજીમાં પીએચડી કરેલું છે. 

મલય મહાદેવિયા ઘણા વ્યાવસાયિક સંગઠનોના સભ્ય

વર્ષ 1992માં મલય મહાદેવિયાએ અદાણી સાથે પોતાની યાત્રા શરૂ કરી હતી. મુંદ્રા પોર્ટના વિકાસમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમની ભૂમિકા તેની કલ્પનાથી તેના અમલીકરણ સુધીની હતી. મલય મહાદેવિયા ઘણા વ્યાવસાયિક સંગઠનોના સભ્ય છે. જેમાં સેન્ટર ફોર એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી (CEPT), ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI), એસોસિયેટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડિયા (ASSOCHAM), કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) અને ગુજરાત ફેડરેશન ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI)સામેલ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news