Pakistan Terror Conspiracy: ચાઈનીઝ હથિયારો, PoK ના ટેરર કેમ્પોમાં ટ્રેનિંગ, આ રીતે પાક સેનાએ રચ્યું ખતરનાક આતંકી ષડયંત્ર

Made in China Weapons: ખતરનાક ચીની હથિયારોથી લેસ પાકિસ્તાની આતંકીઓની મદદથી જમ્મુ કાશ્મીરમાં આતંકી ઘટનાને અંજામ આપવાનું ષડયંત્ર પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI એ રચ્યું છે. જેમાં તેને પાકિસ્તાની સેનાનો પણ સાથ મળી રહ્યો છે. 

Pakistan Terror Conspiracy: ચાઈનીઝ હથિયારો, PoK ના ટેરર કેમ્પોમાં ટ્રેનિંગ, આ રીતે પાક સેનાએ રચ્યું ખતરનાક આતંકી ષડયંત્ર

ISI Big Cospiracy: મેઈડ ઈન ચાઈના  હથિયારો દ્વારા આતંકી ષડયંત્રની તૈયારીઓ છે. ગુપ્તચર એજન્સીઓના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ના ટેરર કેમ્પોમાં આતંકીઓને જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા માટે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI પાકિસ્તાની સેના પાસે ટ્રેનિંગ કરાવવાની સાથે સાથે તેમને હુમલા માટે આધુનિક ચાઈનીઝ હથિયારો ઉપલબ્ધ કરાવી રહી છે. ઘૂસણખોર કરનારા આતંકીઓને ચીની હથિયારો જેમ કે પિસ્તોલ, ગ્રેનેડ અને નાઈટ વિઝન ડિવાઈસ આપવામાં આવી રહ્યા છે. ચીની ડ્રોન્સ દ્વારા ભારતીય વિસ્તારોમાં આતંકીઓની મદદ માટે હથિયારો સપ્લાય કરવાનું ષડયંત્ર થઈ રહ્યું છે. આતંકીઓને ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરાવવા માટે ખાસ પ્રકારના ડિજિટલ મેપ શીટ આપવામાં આવી રહ્યા છે જેમાં નેવિગેશન સિસ્ટમ દ્વારા ઘૂસણખોરી કરાવવામાં આવી રહી છે. 

ચીને પાકિસ્તાનને આપ્યા  ખતરનાક હથિયારો
અત્રે જણાવવાનું કે PoK માં બેઠેલા આતંકીઓના આકાઓ સાથે સિક્યોર કોમ્યુનિકેશન માટે હાઈલી એનક્રિપ્ટેડ કોમ્યુનિકેશન ડિવાઈસ આપવામાં આવી રહ્યા છે. જેનાથી ભારતીય એજન્સીઓ તેમના સંદેશાઓને ડિકોડ ન કરી શકે. પંજાબ નજીક ભારત-પાકિસ્તાન સરહદ સાથે સાથે જમ્મુ કાશ્મીરમાં હથિયારોને ભારતીય સરહદમાં પહોંચાડવા માટે ચાઈનીઝ ડ્રોન્સની મદદ લેવામાં આવી રહી છે. 

LoC પાસે આતંકીઓના લોન્ચ પેડ
નોર્થ ઈસ્ટમાં ઉગ્રવાદીઓ પાસે ચીની હથિયારોની પહોંચની સાથે સાથે જમ્મુ કાશ્મીરમાં સક્રિય આતંકીઓ સુધી ચીની હથિયારોની પહોંચથી ભારતીય સુરક્ષા એજન્સીઓ ચિંતિત છે. પીઓકેમાં સક્રિય ટેરર કેમ્પોમાંથી કેટલાક કેમ્પોને એલઓસી નજીક બનેલા લોંચ પેડ તરફ શિફ્ટ કરાયા છે. ટેરર કેમ્પોમાં આતંકીઓની સંખ્યા છેલ્લા કેટલાક દિવસોમાં વધી છે. 

શું છે પાકિસ્તાનનો પ્લાન?
ઈન્ટેલિજન્સના સૂત્રોના જણાવ્યાં મુજબ એલઓસી પાસે પાકિસ્તાની સેનાના કેમ્પની નજીક  કેટલાક ટેરર કેમ્પને શિફ્ટ કરાયાની જાણકારી મળી છે. પાકિસ્તાની સેનાના આતંકી કેમ્પોને શિફ્ટ કરવા પાછળનું સૌથી મોટું કારણ એ છે કે તેમને ભારતીય સેનાની કાર્યવાહીથી બચાવવા છે. શિફ્ટ થયેલા ટેરર કેમ્પ્સમાં કેટલાક કેમ્પ એવા છે જે એલઓસીથી માત્ર ગણતરીના કિલોમીટર દૂર છે. 

ISI કેમ પરેશાન છે
જમ્મુ કાશ્મીરમાં સક્રિય આતંકીઓ પર સુરક્ષાદળોના મોટા હુમલાનો ISI દબાણ બનાવી રહી હતી. ISI એ આ આતંકી સંગઠનોને ચેતવ્યા હતા કે જો તેઓ મોટા હુમલા કરવામાં સફળ ન થાય તો તેમને પાકિસ્તાન તરફથી મળતું ફંડિંગ રોકવામાં આવશે. કાશ્મીરથી આર્ટિકલ 370 હટ્યા બાદથી જમ્મુ કાશ્મીરમાં મોટા આતંકી હુમલા ન થઈ શકવાના કારણે આઈએસઆઈ પરેશાન છે. 

જમ્મુ કાશ્મીરમાં આતંકી સંગઠનોને હથિયારોની કમી પૂરી કરવા માટે ભારત પાકિસ્તાન સરરહદ પર લાઈન ઓફ કંટ્રોલથી જમ્મુ કાશ્મીરમાં સક્રિય  આતંકીઓ સુધી હથિયારો પહોંચાડવાની સતત કોશિશ થઈ રહી છે. ઈન્ટેલિજન્સ રિપોર્ટ મુજબ જુલાઈ મહિનામાં પણ પીઓકેના  એક  ગામમાં રાખવામાં આવેલા હથિયારોના એક મોટા ખજાનાને ભારતીય સીમામાં મોકલવાનું ષડયંત્ર રચાયું હતું. 

સરહદ પારથી હથિયારોને જમ્મુ કાશ્મીર મોકલવા માટે પાકિસ્તાનની ISI એવા કાશ્મીરીઓનો ઉપયોગ કરી રહી છે જેમને એલઓસીના બધા રસ્તાની જાણકારી છે. હથિયારોના આ મોટા ખજાનાને ભારતમાં દાખલ કરવા માટે તાજેતરમાં લોન્ચિંગ પેડ નજીક પીઓકેના લીપા શહેરમાં રહેતા લશ્કરના બે આતંકીઓને જવાબદારી સોંપાઈ હતી જેમાંથી એક આતંકી કૂપવાડાનો રહીશ છે. 

આવું પહેલીવાર નથી બન્યું કે ભારતમાં આતંકીઓના દાખલ કરાવવાનીસાથે સાથે હથિયારોના કન્સાઈન્મેન્ટને ભારત મોકલવા માટે લોકલ આતંકીઓનો ઉપયોગ થઈ રહ્યો છે. આ વર્ષે 5મી મેના રોજ સેનાએ રાજૌરીના કુંડળીના જંગલોમાં આતંકીઓ વિરુદ્ધ ઓપરેશનમાં લાગેલી સેના પર હુમલા પાછળ લશ્કર કમાન્ડર સાજિદ જૂટ ગ્રુપનો હાથ હોવાનો શક વ્યક્ત કર્યો હતો. 

ગુપ્તચર એજન્સીઓના જણાવ્યાં મુજબ પીઓકેના કોટલીમાં બેઠેલા લશ્કર કમાન્ડર સાજિદ જૂટ ઉર્ફે હબીબુલ્લાહ માલિક અને રફીક નઈ ઉર્ફે સુલ્તાને રાજૌરી હુમલાનું ષડયંત્ર રચ્યું હતું. આ સાથેજ સરહદ પારથી આતંકીઓના બે જૂથને ભારતીય સરહદમાં સેના પર હુમલા કરવા માટે દાખલ કરાવવામાં આવ્યા હતા. ગુપ્તચર એજન્સીઓને શક છે કે લશ્કર કમાંડર સાજિદ જૂટે રફીક નાઈની સાથે મળીને 10-12 આતંકીઓને બે ગ્રુપમાં ભારતમાં ઘૂસણખોરી કરાવવાનું ષડયંત્ર રચ્યું હતું. તેમાંથી એક ગ્રુપના 20 એપ્રિલના રોજ સેનાના ટ્રક પર થયેલા હુમલા માટે જવાબદાર ગણવામાં આવ્યું હતું. 

એજન્સીઓને શક છે કે તમામ આતંકીઓને દેશની સરહદમાં ઘૂસાડવાની જવાબદારી પીઓકેમાં બેઠેલા આતંકીઓના આકાઓએ રફીકને સોંપી હતી. રફીક નાઈ જમ્મુનો રહીશ છે અને ઘૂસણખોરીના રસ્તાઓની જાણકારી છે. તહરીક ઉલ મુજાહિદ્દીન/ગજવની કમાન્ડર રફીક નાઈ જેને સુલ્તાનના નામથી ઓળખવામાં આવે છે તેનું કામ પીઓકેના ટેરર કેમ્પોમાં ટ્રેનિંગ પૂરી કરી ચૂકેલા આતંકીઓને જમ્મુ કાશ્મીરમાં ઘૂસણખોરી કરાવવાનો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news