આયુષ્યમાન કાર્ડ News

આયુષ્યમાન કાર્ડમાં મોટું કૌભાંડ ખૂલ્યા બાદ ગાંધીધામમાં ફરિયાદ નોંધાઈ
સરકારના આયુષ્યમાન કાર્ડમાં મોટું કૌભાંડ (Ayushman card scam) સામે આવ્યું છે. ત્યારે કચ્છના ગાંધીધામ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાઈ છે. જેમાં એક જ પરિવારના 1700 કાર્ડ બનાવી દેવાની ઘટના સામે આવી છે. રાજકોટ અને પંચમહાલ જિલ્લામાં પણ આજ પ્રકારે આયુષમાન કાર્ડ (Ayushman card) નું કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. બે મહિનામાં રાજ્યના આરોગ્ય વિભાગે ગુજરાતમાંથી આયુષ્યમાન કાર્ડના 15,000થી વધુ કાર્ડ બ્લોક કર્યા છે. આરોગ્ય કમિશનરના પદ પર જયંતિ રવિ હતા, ત્યારે એટલે કે 27 જૂન 2019ના રોજ તમામ જિલ્લા કલેક્ટરોને પત્ર લખીને આયુષ્યમાન કાર્ડમાં ચાલી રહેલી ગેરરીતિ રોકવા માટે પાકી કરી હતી. રાજ્ય સરકારની ભલામણોને આધારે જ આયુષ્યમાન કાર્ડમાં ફિંગરપ્રિન્ટ્સ અને બાયોમેટ્રિક પદ્ધતિ દાખલ કરવામાં આવી હોવાનું સૂત્રોએ માહિતી આપી છે.
Jan 4,2020, 9:37 AM IST

Trending news