CBSE Class 10th 12th result 2024: CBSE ધો.10-12 પરિણામ પર મોટી અપડેટ, ક્યારે આવશે રિઝલ્ટ?

CBSE Class 10th 12th result kab aayega: સીબીએસઇ ક્યારે રિઝલ્ટ જાહેર કરશે, તેના પર હજુ સુધી કોઇ અપડેટ નથી. સીબીએસઇના પરિણામ જાહેર થતાં તેને બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ cbseresults.nic.in, results.cbse.nic.in પર જોઇ શકો છો. 

CBSE Class 10th 12th result 2024: CBSE ધો.10-12 પરિણામ પર મોટી અપડેટ, ક્યારે આવશે રિઝલ્ટ?

CBSE 10th 12th Result date: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ટૂંક સમયમાં સીબીએસઇ ધોરણ 10 અને 12 ના પરિણામો જાહેર થઇ શકે છે. જોકે સીબીએસઇ રિઝલ્ટ ક્યારે જાહેર થશે, તેને લઇને હજુ સુધી કોઇ અપડેત નથી. આ પહેલાં કહેવામાં આવી રહ્યું હતું કે 1 મેના રોજ જાહેર કરવામાં આવશે. તેના પર સીબીએસઇ પ્રવક્તાએ કહ્યું કે આ ડુપ્લીકેટ નોટિસ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી હતી. સીબીએસઇ ક્યારે રિઝલ્ટ જાહેર કરશે, તેના પર કોઇપણ અપડેટ નથી. સીબીએસઇના પરિણામ જાહેર થતાં તેમને બોર્ડની સત્તાવાર વેબસાઇટ  cbseresults.nic.in, results.cbse.nic.in અને cbse.gov.in પર જોઇ શકશો. 

આ ઉપરાંત વિદ્યાર્થીઓ પોતાની માર્કશીટ ડિજિલોકર એપ અને વેબસાઇટ digilocker.gov.in પરથી ડાઉનલોડ કરી શકશે. ગત વર્ષની વાત કરીએ તો ગત વર્ષે સીબીએસઇ ધોરણ 10 અને 12 ના પરિણામ 12 મે 2023 ના રોજ જાહેર કર્યા હતા. એટલા માટે આ વર્ષે પણ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પરિણામ 12 મેના રોજ જાહેર કરવામાં આવશે. ગત વર્ષે ધોરણ 10 માટે કુલ પાસ ટકાવારી 93.12% રહી હતી, જ્યારે CBSE ધોરણ 12 માટે પાસની ટકાવારી 87.33% હતી.

તમને જણાવી દઇએ કે આ વર્ષે સીબીએસઇ ધોરણ 10 ની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી આયોજીત કરવામાં આવી, જ્યારે ધોરણ 12ની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી 2 એપ્રિલ, 2024 સુધી આયોજિત કરવામાં આવી. બંને પરીક્ષાઓ એક જ પાળીમાં એટલે કે સવારે 10:30 વાગ્યાથી બપોરે 01 વાગ્યા સુધી આયોજિત કરવામાં અવી. બંને ક્લાસના કુલ વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો કુલ 39 લાખ વિદ્યાર્થીઓને પરીણામની આતુરતા છે. દિલ્હીમાં 5.80 લાખ વિદ્યાર્થીઓ સીબીએસઇ બોર્ડ પરીક્ષા 2024 માં બેઠા હતા, જે 877 પરીક્ષા કેન્દ્રો પર આયોજિત કરવામાં આવી હતી. 

સીબીએસઇ ધોરણ 10ના પરિણામ આ મે મહિનામાં આવવાની આશા છે. મૂલ્યાંકન પ્રક્રિયા પુરી થવાની છે. એકવાર પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઇટ  (cbse.gov.in અને results.cbse.nic.in) પર તેમનો સ્કોર જોઇ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news