PM Modi Europe Visit: પીએમ મોદીના યુરોપ પ્રવાસનો બીજો દિવસ, ડેનમાર્કમાં થયું ભવ્ય સ્વાગત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુરોપના ત્રણ દેશોના પ્રવાસે છે. તેમના આ પ્રવાસનો આજે બીજો દિવસ છે. ગઈ કાલે જર્મનીમાં હતા અને આજે તેઓ ડેનમાર્ક પહોંચ્યા છે. 

PM Modi Europe Visit: પીએમ મોદીના યુરોપ પ્રવાસનો બીજો દિવસ, ડેનમાર્કમાં થયું ભવ્ય સ્વાગત

નવી દિલ્હી: યુરોપ પ્રવાસે ગયેલા પીએમ નરેન્દ્ર મોદી જર્મની બાદ હવે ડેનમાર્કની રાજધાની કોપેનહેગેન પહોંચી ગયા છે. જર્મનીની જેમ ડેનમાર્કમાં પણ પીએમ મોદીના અનેક કાર્યક્રમ રહેશે. અહીં તેઓ India-Nordic Summit માં સામેલ થશે જે ખુબ મહત્વની ગણાઈ રહી છે. ડેનાર્કના પીએમ મેટે ફ્રેડરિક્સેનને મળશે. આ ઉપરાંત ધ ક્રાઉન પ્રિન્સ સાથે પણ તેઓ બેઠક પણ યોજશે. 

ડેનમાર્ક પહોંચ્યા પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડેનમાર્કના કોપેનહેગન પહોંચ્યા. ડેનમાર્કના પ્રધાનમંત્રી મેટે ફ્રેડરિક્સને પ્રધાનમંત્રી મોદીને આવકાર્યા. 

— ANI (@ANI) May 3, 2022

બર્લિનમાં કર્યું હતું સંબોધન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચાર મે સુધી ત્રણ દેશોના પ્રવાસે છે. જેમાં જર્મની, ડેનમાર્ક અને ફ્રાન્સ સામેલ છે. સૌથી પહેલા તેઓ જર્મની પહોંચ્યા હતા અહીં તેમના આગમનને લઈને ભારતીય મૂળના લોકોમાં ખુબ ઉત્સાહ જોવા મળ્યો. આ સાથે જ પીએમ મોદીએ બર્લિનમાં ભારતીય સમુદાયને સંબોધન પણ કર્યું જેમાં તેમણે દેશ લોકલ ફોર વોકલ, સ્ટાર્ટ અપ, કલમ 370 હટાવવા, ડીબીટી, રિફોર્મ, સ્કોપ, સ્કિલ અને સ્પીડ, સસ્તો ડેટા, અને ખાદીના ઉત્પાદનમાં વૃદ્ધિ સહિતની ઉપલબ્ધિઓનો ઉલ્લેખ કર્યો. 

Let’s take a look at what’s in store in the second leg of the visit. pic.twitter.com/cc9ubDwTcT

— Arindam Bagchi (@MEAIndia) May 3, 2022

પીએમ મોદીના સંબોધનની મહત્વની વાતો
- પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં નાના નાના શહેરોને એરરૂટ સાથે જોડવામાં આવી રહ્યા છે. મેટ્રો કનેક્ટિવિટી પર આજે જેટલું કામ થઈ રહ્યું છે તે પહેલા થયું નથી. તેમણે કહ્યું કે રિફોર્મ માટે ઈચ્છાશક્તિ હોવી ખુબ જરૂરી છે. બધુ એ જ છે આમ છતાં સારા પરિણામ મળી રહ્યા છે. લોકોના જીવનમાંથી સરકારનો હસ્તક્ષેપ ઓછો થઈ ગયો છે. પહેલા વર્ક ઈન પ્રોગ્રેસના બોર્ડ લાગતા હતા પરંતુ હવે એવું નથી. 

- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નામ લીધા વગર કોંગ્રેસ ઉપર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે હવે કોઈ પ્રધાનમંત્રીએ એ કહેવાની જરૂર નહીં પડે કે દિલ્હીથી એક રૂપિયો મોકલું છું પરંતુ 15 પૈસા જ પહોંચે છે. તે કયો પંજો હતો જે 85 પૈસા ઘસી લેતો હતો. 

- પીએમ મોદીએ એમ પણ કહ્યું કે હવે નવું ભારત જોખમ ઉઠાવે છે. નવું ભારત હવે સિક્યોર ફ્યૂચર વિશે વિચારતું નથી, પરંતુ જોખમ ખેડે છે. હવે  ભારત ઈનોવેટ કરે છે. તેમણે કહ્યું કે 2014માં આપણા દેશમાં ફક્ત 200-400 સ્ટાર્ટઅપ જ હતા. પરંતુ આજે ભારતમાં 8 વર્ષ બાદ 68 હજારથી વધુ સ્ટાર્ટઅપ હોય છે. 

- પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે આજે કંપની 24 કલાકમાં રજિસ્ટર થઈ જાય છે. પહેલા કોઈ કંપનીને રજિસ્ટર કરાવ્યા બાદ લોકો ભૂલી જતા હતા. તેમણે વર્ષ 2013નો એક કિસ્સો પણ સંભળાવ્યો. તેમણે કહ્યું કે હું જ્યારે પ્રચાર કરતો હતો ત્યારે લોકો મને કહેતા હતા કે તમામ કાયદા છે. પરંતુ મે કહ્યું કે હું દરરોજ એક કાયદો ખતમ કરીશ. પહેલા 5 વર્ષમાં 1500 કાયદા રદ કર્યા. દેશ આઝાદ થઈ ચૂક્યો છે તો પછી જનતા પર કાયદાની ઝંઝાળ હોવી જોઈએ નહીં. 

તેમણે કલમ 370નો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે પહેલા દેશમાં બે બંધારણ હતા. પરંતુ 70 વર્ષ સુધી આ અંગે વિચારવામાં આવ્યું નહીં. 7 દાયકા બાદ એક દેશ એક બંધારણ થયું છે. વન નેશન વન રાશન વિશે પણ બોલતા કહ્યું કે પહેલા જબલપુરમાં રહેતા વ્યક્તિને જયપુરમાં રાશન ખરીદવામાં મુશ્કેલી પડતી હતી પરંતુ હવે આ સમસ્યાનું સમાધાન કરી દેવાયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news